________________
શારદા દર્શન
૧૧ સંભાળવાની જવાબદારી મારા માથે છે તેમાં મને એટલે બધો સમય ક્યાંથી મળે? ત્યારે વ્યાસજીએ કહ્યું હે રાજન ! ઠીક છે, તમને અઢાર વર્ષને ટાઈમ ન હોય તે અઢાર મહિનાને તે ટાઈમ મળશે ને ? ત્યારે રાજાએ કહ્યું કે હે સાહેબ ! મને તો રાત્રે પણ ટાઈમ મળતું નથી તે અઢાર મહિનાને ટાઈમ ક્યાંથી કાઢે? ત્યારે વ્યાસજીએ કહ્યું કે અઢાર મહિનાની વાત જવા દે, અઢાર દિવસ તે મળશે ને ? રાજા કહે છે મહારાજ ! એટલે પણ મને ટાઈમ નથી. ત્યારે વ્યાસજીએ કહ્યું કે રાજન ! તમે કેવી વાત કરો છો ? જે માલ લે હોય તે માલનાં મૂલ્ય તે આપવાં જ પડે ને? મૂલ્ય દીધા વિના માલ ક્યાંથી મળે? જો તમને અઢાર દિવસને ટાઈમ ન મળે તે અઢાર પ્રહર તે કાઢ. રાજા કહે છે મહારાજ ! ક્ષમા કરજે. અઢાર પ્રહરની વાત તે દૂર રહી મને અઢાર મિનિટને પણ ટાઈમ નથી મળતું. હું શું કરું? (હસાહસ)
રાજાની વાત સાંભળીને તમને હસવું આવ્યું પણ તમે રાજાથી ઉતરે તેવા નથી. વ્યાસજી ખૂબ વિદ્વાન અને દીર્ઘ દૃષ્ટિવાળા મહાત્મા હતા, અને માનવના હૃદયને પીછાણનાર હતા. એમણે રાજાના હૃદયને પારખ્યું અને તેમની ભાવના જાણી, તેમને થયું કે આ રાજા જ્ઞાન પિપાસુ છે પણ એના માથે કર્તવ્યપાલનની મોટી જવાબદારી છે. તેથી તેને ટૂંકમાં અઢાર પુરાણેને સારી બતાવી દે તે ઠીક છે. એટલે વ્યાસજીએ કહ્યું. રાજન ! તમે એક ચિત્તે સાંભળો. હું તમને અઢાર પુરાણેને સાર સમજાવું છું.
अष्टादश पुराणेसु, व्यासस्य वचनद्वयं ।।
परोपकार पुण्याय, पापय परपीडनम् ।। અઢાર પુરાણેને સાર જે તમારે એક વાકયમાં સમજે છે તે સાંભળે. કેઈનું ભલું કરવું તેના જેવું બીજું કઈ પુણ્ય નથી અને કેઈને પીડા ઉપજાવવી, દુખ દેવું તેના જેવું બીજું કઈ પાપ નથી. ટૂંકમાં આ સમસ્ત ધર્મના ગ્રંથને સાર છે.
બંધુઓ ! રાજાને જ્ઞાન મેળવવાની અત્યંત જિજ્ઞાસા હતી તે તેને દેનાર વ્યાસ ઋષિ મળી ગયા, તેમ જો તમને જિજ્ઞાસા થશે કે મારે માસખમણું કરવું છે તે થવાનું છે. તપ ન કરી શકે તેમ છે તે બ્રહ્મચર્યનું પાલન કરે. એક વખતના અબ્રહ્મચર્યના સેવનમાં ઉત્કૃષ્ટ નવ લાખ સંજ્ઞી છની હિંસા થાય છે ને બ્રહ્મચર્યના પાલનમાં જીવોની રક્ષા થાય છે. તેમજ બ્રહ્મચર્યના પાલનથી શરીરમાં અલૌકિક બળ આવે છે ને અબ્રહ્મચર્યના સેવનથી વીર્યની હાની થાય છે. જાતિવંત અશ્વને ચાબુક બતાવવાની હોય મારવાની ન હોય. આ મારા શ્રાવકે જાતિવંત છે તેમને મારે વારેવારે કહેવાનું ના હેય. કહ્યું છે કે બ્રહાચારી ભગવાન તુલ્ય છે,