SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શારદા દર્શન આપણે છ અણગારાની વાત ચાલે છે. નેમનાથ ભગવાનની વાણુને રણકાર તેમના અંતરમાં ઉતરી ગયે. પ્રભુની વાણું તે ઘણાં છએ સાંભળી અને આ છે ભાઈઓએ પણ સાંભળી, પણ અંતરમાં ઉતારવી એ તે સૌના હાથની વાત છે. જેમ સ્વાતિ નક્ષત્રનું પાણી માછલીના મુખમાં પડે તે મોતી બને, સર્પના મુખમાં પડે તે ઝેર બને, તે પાણી ફૂલ ઉપર પડે તે મોતી જેવી શેભાને પ્રાપ્ત કરે, અને એ જ પાણી સાગરમાં પડે તે ખારું બને, તેમ ભગવાનની વાણું તે સર્વ જી ઉપર સમાનરૂપથી વરસી પણ આ છ છાએ શુદ્ધ ભાવથી ઝીલી લીધી તે સંયમરૂપી મેતી પાકયું. સંયમ લઈને પિતાના આત્માને તેજસ્વી બનાવવા માટે છ છ ના પારણાં કરે છે. આત્માને દેદિપ્યમાન બનાવવા માટે આજે માસખમણના ધરનો પવિત્ર દિન છે. આ પવિત્ર દિવસ આત્માની આરાધના કરવાને મંગલ સંદેશ લઈને આવ્યા છે. એ એલાર્મ વગાડીને કહે છે હે ભવ્ય જી ! આજથી એક મહિને બરાબર સંવત્સરી પર્વ આવશે. તે તે દિવસ આવતા પહેલાં મારે શું કરવું તેની અત્યારથી તૈયારી કરી લે. આગ લાગે ત્યારે કૂવે છે દવા બેસીએ તે આગ બૂઝાતી નથી તેમ આપણાં અંતરમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ અને વિષય કક્ષાની અગ્નિ જલી રહી છે તેને ઓલવવા માટે ક્ષમાનું શીતળ જળ લઈને સંવત્સરી પર્વ આવશે. તેનું સ્વાગત કરવા માટે આપણે આજથી તૈયારી કરી લેવાની છે. માનવી ધન કમાવા માટે કેટલી ધમાલ કરે છે ? પણ આત્મા ઉપર લાગેલા કર્મોના કચરાને સાફ કરવા માટે કંઈ ધમાલ કરી? ટૂંકી જિદગીમાં એક નાનું પેટ ભરવા જેટલું તે મળી રહે છે પણ જેને પરિગ્રહની મમતા જાગી છે તે માનવ પટારા ભરવા માટે મહેનત કરી રહ્યો છે. સહી સરખું મારું પેટ છે, એને ભરવામાં ક્યાં ઝાઝી વેઠ છે? પણ લફરા બીજા મેં ઉભા કર્યા, જેને માટે બધી ઉઠ બેસ છે, મેં સળગાવેલી જવાળામાં બળું છું, ઉપાધિ લઈને ફરું છું. કવિઓ પણ કહે છે કે મૂઠી જેટલું પેટ ભરવા માટે ઝાઝી વેઠ કરવી પડતી નથી. પણ વધુ કમાવાની લાલસામાં માનવી પિતાની જાતે બધા લફરા ઉભા કરે છે. પિતાની જાતે ઉપાધિ કરીને દુઃખની જ્વાળામાં જ છે. સમજો. આજે માસખમણનું ધર છે. આત્માથી છ આરાધના કરે છે. જશુભાઈને આજે ૨૨મો ઉપવાસ છે હવે તમારે શું કરવું છે? કંઈક પ્રમાદની પથારીમાં પહેલા ને તે ખબર પણ નહિ હોય કે આજે મા ખમણનું ધર છે. કંઈક સંસાર સુખના રસીક જીવડાઓ જાણતાં હોવા છતાં આવ્યા નહિ હોય. એમને એક જ ધૂન છે કે બસ, પૈસા કમાઈ લઈએ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy