SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શારદા દર્શન આવતી કાલે માસખમણના ઘરને પવિત્ર દિન છે. એ દિવસ એલાર્મ વગાડીને જીવને જાગૃત કરે છે કે હે આત્માઓ! હવે શરીરનો રાગ છેડીને તપશ્ચર્યા કરવા તત્પર બને, ખાવાપીવામાં અનંતે કાળ કાઢો. હવે આહારસંજ્ઞાને તેડી અણાહારક બનવાને પુરૂષાર્થ કરો. તપશ્ચર્યા વિના અનાહારક પદની પ્રાપ્તિ થવાની નથી. જિંદગી તે પાણીના પૂરની જેમ વહી રહી છે. કહ્યું છે કે, जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । અદ્દભં કુમારૂ, મરા જ્ઞાતિ ના ઉત્ત, અ, ૧૪ ગાથા ૨૪ જે રાત્રી ને દિવસે જિંદગીમાંથી જાય છે તે પાછા આવતા નથી. જે અધર્મ કરે છે તેને રાત્રી ને દિવસે નિષ્ફળ જાય છે ને ધર્મ કરનારના રાત્રી અને દિવસે સફળ બને છે. જે તમારે માનવજીવનને સફળ બનાવવું હોય તે પર્વના દિવસો સંદેશ આપીને તમને જગાડે છે કે. ચેતનવંતા મીઠા સુરમાં ચોઘડિયાં ચેતાવે, આવી ઉષા જીવનમાં ફરી અવે કે ના આવે, ચાલ્યા જાણે આ વરદાન-સૂતા રહેશે કયાં સુધી? બંધુઓ! માનવભવના ચેતનવંતા ચોઘડિયાં વારે વારે નહિ આવે. આ માનવભવ એ મેક્ષે જવાને કિનારે છે. ચતુતિ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં કિનારે આવી ગયા છે. હવે કિનારે આવીને ડૂબવાના કાર્યો ન કરશો. માટે જ્ઞાની કહે છે કે તું કિનારે આવ્યે એટલું જ નહિ પણ મેક્ષમાં જવાની દરેક સાધન સામગ્રી તને મળી છે. હવે ક્યાં જવું તે તમારા હાથમાં છે. આજે માણસ મહિનામાં ચાર ઉપવાસ, બે પૌષધ કરે કે પર્યુષણના દિવસે માં અઠ્ઠાઈ સેળભળ્યુ કે માસમણ કરે તેમાં હરખાય છે કે મેં તે ઘણું કરી લીધું. પણ જ્ઞાની કહે છે કે જીવ તું વિચાર કરો કે અનંતકાળથી ભવસાગરમાં ભમતાં ભમતાં તે પહાડ જેટલા કર્મો બાંધ્યા છે ને તેની સામે તારી કરણી તે રાઈ જેટલી છે, ભગવાને છ માસી, માસી, બેમાસી તપ કર્યા હતાં. એમણે એ વિચાર હોતે કર્યો કે મેં તો ઘણું કર્યું. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી કરણ કરવાની છે એમ સમજીને ધર્મસાધનામાં જોડાઈ જાઓ. બહેને ભૂલેશ્વરમાં જાય ને દુકાનમાં સારી સાડી દેખે તે એને લેવાનું મન થઈ જાય છે ને ગમે તેમ કરીને તે સાડી ખરીદી લાવે છે. અહીં મહાવીર ભગવાનના બજારમાં સંતે પણ અઠ્ઠાઈ, છકાઈ, સેળભથ્થુ, માસખમણ, સિધિતપ અને બ્રહ્મચર્ય વ્રત આદિ ઉંચી જાતને માલ લઈને આવ્યા છે. બેરીવલીના ભાઈઓ અને બહેને ખૂબ ઉત્સાહી ને રંગીલા છે, મને શ્રદ્ધા છે કે માલ જરૂર ખરીદશે. તપ કરવાથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે લાભ થાય છે. સમજણપૂર્વક તપ કરવાથી કર્મની
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy