SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૧૨૭ બનાવે છે. વાટ બનાવતાં હીરાની ઝીણી ઝીણી કણીઓ પડે છે તે પણ કિંમતી હેય છે. જેમ સુવર્ણની નાની કણીઓ અને હીરાની કણીએ કિંમતી છે તેમ માનવ જીવનની એકેક ક્ષણ કિંમતી છે. જ્યારે એક ક્ષણ આટલી કિંમતી છે ત્યારે કલાકે અને દિવસે કેટલા કિંમતી હાય! તમને વિચાર થાય છે કે મારા જીવનને કેટલે કિંમતી સમય મેં સંસારના સુખમાં ગુમાવ્યા ને કેટલે આત્મસાધનામાં વાપ! હવે જો અમૂલ્ય સમયની કિંમત સમજાણું હેય તે આજથી નિર્ણય કરજો કે મારા જીવનની એક ક્ષણ પણ નિષ્ફળ ન જવી જોઈએ. જેમને માનવભવની કિંમત સમજાણું છે એવા છે અણગારેએ તેમનાથ ભગવાનના ચરણમાં જીવન નૈયા ઝુકાવી દીધી. સંયમ લીધા પછી ભગવંતને વિનંતી કરી કે હે પ્રભુ ! જે આપની આજ્ઞા હેય તે અમે જીવનભર છઠ્ઠના પારણે છ કરવાની ઈચ્છા રાખીએ છીએ. ત્યારે ભગવતે તેમની યોગ્યતા જોઇને આજ્ઞા આપી કે હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. પણ સારા કાર્યમાં વિલંબ ન કરે. ભગવંતની આજ્ઞા મળતાં તેમના દિલમાં અપૂર્વ આનંદ થશે. तत्तण ते छ अणगारा अरिटुने मिगा अब्भगुण्णाया समाणा जावज्जीवाए छडू જન ગાર વિનિા હવે તે છ અણગારો અહંત અરિષ્ટનેમિની આજ્ઞા લઈને જાવજીવ છઠ્ઠ છઠ્ઠની તપશ્ચર્યા દ્વારા પિતાના આત્માને ભાવિત કરતાં ગ્રામાનુગ્રામ નેમનાથ ભગવાનની સાથે વિચરતાં તેઓ દ્વારકા નગરીમાં પધાર્યા. ત્યાર પછી મુનિએ છ છઠ્ઠના પારણાં કરતાં થકા એકદા કયારેક છઠ્ઠના પારણને દિવસે પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરી ગૌતમસ્વામીની જેમ ભગવાનની પાસે આવ્યા. સંતેને કેવી રીતે રહેવું જોઈએ તે માટે સૂત્રકાર કહે છે. पढम पारिसि सज्झाय, बीयं झाणं झियायह। તારા મિલાયિં, yળે રહસ્થી રંગાયું છેઉત્ત. અ, ર૬ ગાથા ૧૨ સાધુએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરવી, બીજા પ્રહરે ધ્યાન કરવું, ત્રીજા પ્રહરમાં . ભિક્ષાચરી કરવી અને ચોથા પ્રહરમાં સવાધ્યાય કરવી. આ સાધુ માટેને કાર્યક્રમ છે. બાલે, સાધુને કેટલી સરસ સાધના છે! સ્વાધ્યાય કરવાથી કર્મની નજર થાય. બીજા પ્રહરે ધ્યાન કરવું. ધ્યાન શા માટે કરવું જોઈએ? તે જાણે છે?. . દયાન કરવાથી આત્મા વિશુધ બને છે. જેમ તમે કપડું સાબુ દઈને ધકે મારો એટલે સાફ થઈ જાય પણ કપડામાં જે ડાઘ પડયાં હોય તેને તે મસળવા પડે છે ને તેમ તપશ્ચર્યા, સ્વાધ્યાય વિગેરે કરવાથી કર્મની નિર્જરા થાય છે પણ અંતમાં ખૂણે ખૂણે જે ડાઘા રહી ગયાં હોય તેને ધ્યાન દ્વારા ચિંતવન કરી પશ્ચાતાપ કરીને ધાઈ શકાય છે. ધ્યાનમાં એકાગ્ર બનીને આત્મા એમ વિચાર કરે કે આજે મારી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy