________________
૧૧૬
શારદા દર્શન
જેમ કે માનવીએ ઈદ્રજાળ પાથરી હોય એમાં જેમ નજર લેભાઈ જાય છે તેમ અજ્ઞાની જીવ પણ સંસાર રૂપી ઈન્દ્રજાળમાં મોહ પામી તેમાં ફસાઈ ગયો છે, પણ તેને ખ્યાલ નથી કે આ ઈન્દ્રજાળ કેટલો સમય ટકવાની છે ? એનું પરિણામ અંતે શું આવશે? પરિણામે શૂન્ય છે. આવું મહાન પુરૂષોના મુખેથી સાંભળીને જાણવા છતાં જી સમજતા નથી. ત્યારે જ્ઞાની પુરૂષ કરૂણું કરીને એને ઢાળીને કહે છે તે મોહઘેલા માન! તમે જાગે. તમે જેમ જેમ સંસારના રંગતરંગે રંગાતા જશે તેમ તેમ કરેળિયાની માફક જાળમાં વધુને વધુ ગૂંચવાતા જશે માટે જરા સમજી, વિચાર કરીને માયાના કાળા પડદાને ચીરી બહાર ડોકીયું કરે, અને પરમાર્થમાં મનને જોડી ભવની પરંપરાને તોડે. શાસ્ત્ર સિધ્ધાંતનું વાંચન ભવની પરંપરા તેડાવે છે.
અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે. તેમાં જેમને સંસાર ઈન્દ્રજાળ જે લાગે તેવા છ છ અણગાર મોહમાયાના મજબૂત બંધને તેડીને સાધુ બન્યા. દીક્ષા લઈને તેમનું એક જ દયેય છે કે બસ, જલદી ઉત્કૃષ્ટ સાધના કરીએ જેથી આપણું કર્મનાં - બંધન જલદી તૂટી જાય. આ સંતેની દીક્ષા સમજણપૂર્વકની હતી. એટલે જે દિવસે છ અણગારોએ દીક્ષા લીધી તે જ દિવસે પ્રભુને વંદન કરીને આજ્ઞા માંગે છે. ગઈકાલે છ અણગારે કેવા વિનયવંત હતાં તે વાત કરી હતી. સાધક સંસાર છોડીને સંયમી બને ત્યારે એ સમજીને સંયમ લે છે કે હું ગમે તે સત્તાધીશ હોઉં, પણ સંયમ માર્ગમાં સત્તા નહિ ચાલે. ત્યાં તે ગુરૂને વિનય પહેલા કર જોઈશે, અને ગુરૂની આજ્ઞામાં સમાઈ જવું પડશે. આ જીવે અનંતીવાર વેશ બદલ્યા છે પણ પ્રકૃતિનું પરિવર્તન નથી કર્યું એના કારણે હજુ સંસારમાં રખડે છે. આ વખતે તે એવી સાધના કરી લઉં કે મારે જલદી છૂટકારો થાય. માટે સાધુપણામાં અજબ ક્ષમા કેળવવી પડશે. કારણ કે સાધુના દશ ધર્મો છે તેમાં સૌથી પહેલાં “રતો?” એટલે ક્ષમાને નંબર છે. અને હું મારો જો નિરાશે” ક્ષાન્ત, દાન અને આરંભ રહિત એ અણગાર બન્યું છું.
જે સહન કરે છે તે સાધુ છે. ઉપસર્ગો અને પરિષહની ઝડી વરસતી હોય ત્યાં જઈને હસતે મુખે જે ઉભો રહે એ જ સાધુ. આગળના સમયમાં સંતેને જેવા પરિષહ અને ઉપસર્ગો આવતા હતા તેવા અત્યારના કાળમાં નથી આવતા. ખંધક મુનિના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પલ્યાં છતાં મનમાં હેજ પણ ક્રોધ ન કર્યો. અને સમતા રાખી. “વામિનત માળ, નામિનત કવિતમ્” વિતરાગી સંતે મરવાનો અવસર આવે તે જીવવાની ઈચ્છા ન કરે અને શરીરમાં કઈ રોગ આવે ને પીડા સહન ન થાય ત્યારે હવે જલદી મરણ આવે તે સારું એવી પણ ઈચ્છા ન કરે. આ છ અણગારે પણ આવા ક્ષમાવાન હતા. દીક્ષા લેતા