SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શારદા દર્શન પ્રભુ! આપ તે સર્વજ્ઞ છે. બધુ જાણું દેખી રહ્યાં છે. તે મને મારા પ્રશ્નને જવાબ આપે. રાવણને લાગેલો આઘાત” ત્રિકાળીનાથે રાવણનાં પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે હે લંકાપતિ! તમારું મરણ પરીના કારણે થશે. આ સાંભળતાં માથે વીજળી પડી હોય તે તેના અંતરમાં કડાકે થયે. બંધુઓ ! ભગવાન તે. વિતરાગ છે. એમને કેઈના પ્રત્યે રાગ કે દ્વેષ નથી, અને કેઈ સ્વાર્થ નથી કે આ માટે લંકાપતિ રાવણે છે. હું એને સાચું કહીશ તે દુઃખ થશે માટે ન કહું. સર્વજ્ઞ પ્રભુ તે સત્યના પૂજારી હોય એટલે કદી અસત્ય તે બેલે નહિ, ભગવંતે સત્ય વાત કહી. રાવણના દિલમાં ભયંકર આઘાત લાગ્યો. તે એક નાના બાળકની જેમ રડવા લાગે. ગદ્ગદ્ કંઠે રડતાં રડતાં કહે છે અહે ભગવાન! આપ તે સર્વજ્ઞ છે. આપનાં વચન ત્રણ કાળમાં ખોટા ન પડે. શું આ રાવણના કપાળે પરીનું કાળું કલંક ચેટશે ? હું આ શું સાંભળી રહ્યો છું? કઈ મને ગાળે દેશે તે સાંભળી લઈશ, મારું અપમાન કરશે તે સહી લઈશ. પણ આ ભવિષ્યવાણી મારાથી સાંભળી જતી નથી. શું, આ લંકાપતિ રાવણ પરી સામે દષ્ટિ કરી ફળને કલંકિત બનાવશે ? આ અધમ બનશે ? પ્રભુ! હું કદી પરથી સામે દ્રષ્ટિ નહિ કરું. એ પ્રસંગ આવશે ત્યારે હું સજાગ રહીશ. સાથે આપ સર્વજ્ઞ– સર્વદશ છો. આપનું વચન કદી મિથ્યા હોય નહિ. તેમાં મને પૂરે વિશ્વાસ છે. તો હવે હું પાણી પહેલાં પાળ બાંધી લઉં. કદાચ ૫રસી સામે કુદષ્ટિ થઈ જાય પણ મારા ભાગ્ય સારા હોય તે હું એમાંથી બચી જાઉં. તે માટે મને એવી પ્રતિજ્ઞા આપે કે “પરસ્ટી મને મનથી ન ઈ છે તે મારે તેના ઉપર બળાત્કાર કર નહિ. ભગવંત! આ પ્રતિજ્ઞાનું મારા પ્રાણના ભેગે પણ હું બરાબર પાલન કરીશ. જે આ પ્રતિજ્ઞાનું પાલન થશે તે મને કલંક નહિ લાગે ને ભાવિ સુધરશે. રાવણની વિનંતીને સ્વીકાર કરી કેવળી ભગવતે તેને પ્રતિજ્ઞા આપી. તેથી રાવણને શાંતિ થઈ કે હવે હું આ કલંકમાંથી બચીશ. આવી પ્રસન્નતાનો અનુભવ કરતો રાવણ ત્યાંથી ઉભો થયે ને ભગવંતને વંદન નમસ્કાર કરીને ત્યાંથી વિદાય થ. એ પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરવા લાગ્યા. જે રાવણે આવી પ્રતિજ્ઞા લીધી ન હોત તે સીતાજી ઉપર પણ બળાત્કાર કરત, અને મહાસતી સીતાજીના જીવનને અકાળે અંત આવી જાત. ભલે, રાવણ સીતાજી પાસે અશકવાટિકામાં રોજ જતે હતે. સમજાવતે હતે, ધમકી આપતું હતું, પણ કદી બળાત્કાર નથી કર્યો. રાવણની આ પ્રતિજ્ઞાએ સીતાજીને શીલ ભંગમાંથી બચાવવામાં માટે ભાગ ભજવ્યું છે તેમ કહી શકાય. તેમજ સતી સીતાજીના સતીત્વને પ્રભાવ પણ તેમાં પ્રબળ કારણરૂપ હતું અને રાવણની પ્રતિજ્ઞા નિમિત્તરૂપ બની.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy