SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૧૦૫ મારે મરવાનું નથી. તે એ તમારી માન્યતા મિથ્યા છે. કારણ કે આયુષ્ય આકાશમાં ઉડનારા પક્ષીની છાયાની માફક અસ્થિર છે. જેમ આકાશમાં ઉડતા પક્ષીની છાયા માર્ગ ઉપર ચાલતાં મનુષ્ય ઉપર ક્ષણભર પડે છે ને પાછી વિલીન થઈ જાય છે તે રીતે પક્ષીની છાયાની માફક મનુષ્યનું આયુષ્ય કયારે વિલીન થઈ જશે તે ખબર પડતી નથી. આવું જાણવાં ને સમજવાં છતાં જીવની મોહનિદ્રા ઉડતી નથી. તેથી આ નશ્વર પદાર્થોને મારા મારા કરીને તેની પાછળ મરી રહ્યો છે. આ નાની ક્ષણિક જિંદગીમાં આત્મસાધના કરવાને બદલે કર્મનું બંધન કરી રહ્યાં છે, પણ યાદ રાખજો કે કર્મો ઉદયમાં આવશે ત્યારે કેવા દુઃખ વેઠવા પડશે! આ કર્મો માત્ર આ ભવમાં જ નહિ પણ પરભવમાં પણ જીવને હેરાન પરેશાન કરનારા છે. માટે જ્ઞાની પુરૂષે વારંવાર ચેતવણી આપે છે કે હે ભવ્ય છેઆ મેહ નિંદ્રામાંથી શુભ કર્મો કરીને માનવજીવનને સફળ બનાવે. આ ક્ષણિક પદાર્થોની માયામાં ફસાઈને અમૂલ્ય માનવજીવનને બરબાદ ન કરો. તીર્થંકર પ્રભુએ બતાવેલા માર્ગે ચાલશે તે આ સંસાર સાગર તરી શકશે. છવ સમજે તે ચાર ગતિ એ ચાર પ્રકારની જેલ છે. દેવગતિ એ ફર્સ્ટ કલાસ જેલ છે. ત્યા સુખ ભોગવવાનું છે છતાં અવિરતિના બંધન મહાભયંકર છે. સમકિતી દેવોને એ બંધન ખટકે છે. મનુષ્ય ગતિની જેલ સેકંડ કલાસ છે. કારણ કે અહીં દેવ જેવાં સુખે નથી. તેનાથી ઉતરતું સુખ છે પણ અવિરતિના બંધન તેડી વિરતિના ઘરમાં આવી જીવ સદાને માટે ચતુર્ગતિની જેલમાંથી મુક્ત બની શકે છે. આ માનવભવની જેલ સેંકડ કલાસ હોવા છતાં આ અપેક્ષા એ ઉત્તમ છે. તિર્યંચ ગતિની જેલ થર્ડ કલાસ છે. કારણ કે ત્યાં એકલી પરાધીનતા છે, અને નરક ગતિની જેલ તે થર્ડકલા સ થર્ડ છે કારણ કે ત્યાં તે ક્ષણમાત્રનું સુખ નથી. દશ પ્રકારની અનંતો વેદના ત્યાં રહેલી છે. બંધુઓ ! મનુષ્ય ભવ મહાન પુણ્યોદયે મળે છે. તે જેલ છે પણ મુક્તિમહેલનાં પાયાના ચણતર અહીંથી થઈ શકે છે. ભગવાન બનવાની આ પવિત્રભૂમિ છે. તેથી તેની વિશેષતા બતાવી છે. માટે માનવભવને સમકિતી દે ઝંખે છે. તે વિચાર કરે છે કે માનવ કેવો ભાગ્યશાળી છે કે તપ-ત્યાગ વિગેરે સાધના કરી તેનું કલ્યાણ કરે છે પણ તમને એમ થાય છે કે હું કે ભાગ્યવાન છું કે જે દેવને નથી મળ્યું તે મને મળ્યું છે. ૧૪.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy