SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શારદા દર્શન પાપને ખટકારે જે જોઈએ. ભલે તમે સાધુ બની શકતા નથી. તમારે જીવનજરૂરિયાત પૂરતી ધનની જરૂર પડે છે તેમાં ના નથી પણ ધન મેળવતા એટલી પ્રતિજ્ઞા જરૂર કરજે કે મારા હક્કનું લઈશ. અણહકના ધનને હું અડકીશ નહિ. મારા પસીનાનું લઈશ પણ કેઈના લેહી ચૂસીને નહિ લઉં. નીતિનું ધન રાખીશ. અનીતિનું નહિ લઉં. સ્વસ્ત્રીમાં સંતોષ માનીશ પણ પરસ્ત્રી સામે કદી દષ્ટિ નહિ કરું. આટલું પણ જીવનમાં કરશો તે કેટલા પાપ ઓછા થઈ જશે. જી સુખને ઈ છે છે પણ સુખ આપનાર ધર્મને ભૂલી ગયા છે. જે સાચું સુખ જોઈતું હોય ને દુઃખને દેશવટો આપે હોય તે જીવનમાં ધર્મ અપનાવો. ધર્મ વિનાનું જીવન મીઠા વિનાના શાક જેવું છે. મોહઘેલી ધર્મ નહિ પામેલી માતાએ પિતાના દીકરાને ખરાબ છોકરાઓની દસ્તી કરાવી દીધી. પરિણામે વિરેન્દ્ર વેશ્યાને ઘેર ગયો. સંગીત સાંભળવાનો રસી બન્ય છેવટે મિત્ર છટકી ગયા ને વીરેન્દ્ર એકલે પડે. એ સમજતું હતું કે પરસ્ત્રી સાથે એકાંતમાં બેસાય નહિ છતાં મધુરા સૂર સાંભળવાના રસમાં ભાન ભૂલ્યા. તેને ઉઠવાનું મન થતું નથી. થોડી વારે વેશ્યાએ ગીત બંધ કર્યા ને કહે હવે કાલે આવજે. આ તે ત્રીજે દિવસે ગયે. આમ આઠ દિવસ તે બરાબર ચાલ્યું. પછી તે વેશ્યાએ મેહભર્યા હાવભાવ શરૂ કર્યા. મીઠા મીઠા શબ્દો બોલવા લાગી. અને એકાંત સ્થાન પછી બાકી શું રહે? ધીમે ધીમે વીરેન્દ્ર તેની માયાજાળમાં સપડાઈ ગયો. હવે તે વેશ્યા એની એવી સેવાભક્તિ કરે છે કે એને ઘેર આવવાનું મન થતું નથી. એક દિવસ આવે, એક દિવસ ન આવે એટલે એની માતા સમજી કે મારો દીકરો હવે બરાબર રંગમાં રંગાઈ જશે. ઘેર આવે ને માતા પાસે પૈસા માંગે. મેહઘેલી માતા પૈસા આપે રાખે છે. છેવટે વીરેન્દ્ર વેશ્યાને ઘેર પડ પાથે રહેવા લાગ્યા. ત્યાં બેઠે બેઠો પૈસા મંગાવે છે ને માતા મોકલ્યા કરે છે. ઘણાં દિવસ સુધી ઘેર આવ્યો નહિ એટલે એના પિતાજી પૂછે છે કે વીરેન્દ્ર કેમ દેખાતે નથી? ત્યારે કહે છે એ સંગીત શીખવાના કલાસ કરે છે. તે કહે. સંગીત ભલે શીખે પણ ઘેર નહિ આવવાનું? એને તમે ઘેર બોલાવી લેજે. હવે માતા પણ ખૂબ મૂંઝાઈ છે. કારણ કે હવે તે બીલકુલ ઘેર આવતું નથી. એના મિત્રને માતા કહે છે ભાઈ! વિરેન્દ્રને બોલાવી લાવોને! ત્યારે મિત્રો કહે છે બા ! અમે શું કરીએ? એને ઘણું કહીએ છીએ પણ એ આવતું જ નથી. છેવટે નોકરને બોલાવવા મોકલે છે. તે પણ કહી દે છે કે હું હવે ઘેર આવવાનો નથી. તમારે પૈસા મોકલવા હોય તે મેકલજે. નહિતર હું મારો રસ્તો કાઢી લઈશ. પુત્રને જવાબ સાંભળીને માતા ધ્રુજી ઉઠી. આ શું ? કે વિનયવંત દીકરો ને આ શું બન્યું? “ચેરની મા કેઠીમાં મેં નાંખીને રડે.” એવી શેઠાણીની સ્થિતિ થઈ હવે શેઠ પણ પૂછયા કરે છે કે વીરેન્દ્ર આવ્યો કે નહિ ? શેઠાણી શું જવાબ આપે? છેવટે સાચું કહી દીધું કે છોકરો વેશ્યાના મેહમાં ફસાઈ ગયા છે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy