________________
૪
શારદા દર્શન વીરેન્દ્રના મિત્રોને આનંદ થયો. અહો ! આપણી મહેનત સફળ થઈ. માછલું જાળમાં સપડાઈ ગયું. હવે વાંધો નહિ આવે. અત્યાર સુધી મિત્રો વીરેન્દ્રને બોલાવવા જતા હતાં હતાં. પણ આજે તે વિરેન્દ્ર વહેલે તૈયાર થઈને મિત્રોને બેલાવવા ગયો. બધા ભેગા થઈને વેશ્યાને ઘેર ગયા. આધ્યાત્મિક પદોની રમઝટ શરૂ થઈ. વીરેન્દ્ર સાંભળવામાં એક્તાન બની ગયે. આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – દ્રૌપદી પરણીને સાસરે જાય છે. ત્યારે તેની માતાએ તેને ઘણી હિત શિખામણ આપી.
બેટી ! માત પડી અબ છેટી, બલી આંસુ ડાર, આવે બ્રાત સાથે સહ થારે, હસ્તિનાપુર તક લાર હે શ્રોતા..
બેટા! હવે તે તારે ને મારે ઘણું છેટું પડશે. હવે તું કયારે મળીશ? રજવાડામાં દીકરી ઝટઝટ પીયર ન આવી શકે. દ્રૌપદી માતાના કેટે વળગી પડી ને ખૂબ રડી. માતા પણ ખૂબ રડી છેવટે માતા હિંમત કરીને કહે છે બેટા ! તારો ભાઈ હસ્તિનાપુર તારી સાથે આવે છે. તું સાચવીને જજે. આનંદમાં રહેજે ને કુશળ સમાચાર આપજે. દ્રૌપદી માતા પિતાને પગે લાગી રથમાં બેડી. પુત્રીને જતાં જોઈ માતાને મહદશાથી મૂર્છા આવી ગઈ. દાસીઓ ઉંચકીને મહેલમાં લાવ્યા. થોડીવારે ભાનમાં આવ્યા એટલે મારી વહાલી પુત્રી ક્યાં ગઈ? એ ક્યાં ગઈ? એને મારી પાસે લાવે. એમ કહીને પાછા રડે છે. પુત્રીના વિયેગથી મહેલમાં, બગીચામાં કયાંય ચિત્ત લાગતું નથી. ત્યારે દાસીઓ રાણીને કહે છે બા ! આપ રડશે નહિ. બહેન થોડા દિવસમાં આવશે. એમ કરી માતાને સમજાવે છે આ તરફ દ્રુપદરાજાએ પિતાના જમાઈ, વેવાઈ બધાને સારી રકમ ભેટ આપી અને બધાને ઘણે દૂર સુધી વળાવવા ગયા ને અંતે બધા છૂટા પડ્યા.
હસ્તિનાપુરમાં આગમન :- પાંડુરાજા, કૃષ્ણજી આદિ બધા હસ્તિનાપુરમાં આવ્યા. પાંડ દ્રૌપદીને પરણીને આવ્યા છે આ સમાચાર જાણી હસ્તિનાપુરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ખૂબ ઠાઠમાઠથી નગરીમાં પ્રવેશ કરાવ્યું. પાંચ પાંડ અને દ્રૌપદી ઇન્દ્ર ઈન્દ્રાણીની જેમ શોભે છે. વાજતે ગાજતે મહેલમાં પહોંચ્યા. પાંડુરાજાએ દશ દિવસ સુધી મહોત્સવ કરાવ્યો. મહોત્સવ પૂરો થયા પછી બધા રાજાઓ વિદાય માંગે છે કે હવે અમે જઈએ. ત્યારે પાંડુરાજાએ બધા રાજાઓને સત્કાર સન્માન કરી વિદાય આપી. કૃષ્ણ વાસુદેવ કહે હવે મને પણ રજા આપે તે જાઉં ત્યારે પાંડુરાજા અને પાંડવ કહે છે આપ હજુ થોડા દિને રોકાઈ જાઓ. કૃષ્ણજી થોડા દિવસ રોકાયા.
દ્રૌપદી સાસુજીને પગે લાગ્યા. કુંતાજીને ખૂબ આનંદ થયે ને આશીષ આપી. દ્રૌપદી આનંદથી રહે છે તેને ભાઈ કપિલપુર ગયા. એક દિવસ કૃષ્ણ9 પાંડને