SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન બંધુઓ ! જે ઈન્દ્રિઓ ઉપર કંટ્રોલ કરે છે તે પહેલાં મનને જીતવું પડશે. જો મન ઉપર અંકુશ નહિ હોય તે તમે અહીં બેઠા છો ને મન તે કયાંના કમાં ચક્કર લગાવી આવશે. મનને ઘેડાની ઉપમા આપી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશી સ્વામી ગૌતમસ્વામીને પૂછે છે હે ભગવંત! તમે એવા કયા ઘોડા ઉપર સ્વાર થયાં છો કે તમને આડા અવળા માર્ગે લઈ જતો નથી? ત્યારે ગણધર ગૌતમ સ્વામી કહે છે કે, मणा साहसिओ भीमा, दुट्ठसो परिधावई। તે સમં તુ નિશિfમ. વમવિવીપ કન્યાં ઉત્ત. સૂ.એ.ર૩ ગા. ૫૮ - આ મન સાહસિક, ભયંકર ને દુષ્ટ ઘેડે છે. જે ચારે બાજુ દેડે છે તેને હું સારી રીતે વશમાં રાખું છું. તે ધર્મ શિક્ષાથી ઉત્તમ જાતિને અશ્વ બની ગયો છે. એ મનરૂપી દેડતા ઘોડાને હું શ્રુતજ્ઞાનની લગામથી વશમાં રાખું છું. તેથી તે મને ઉભાગે લઈ જતો નથી. પણ સન્માર્ગે લઈ જાય છે. જેમ ગૌતમસ્વામીએ મનરૂપી ઘેડાને વશ કર્યો છે તેમ આપણે પણ મનને વશ કરવાની જરૂર છે. અંકુશ વિનાને હાથી, લગામ વિનાને ઘડે, શઠ વિનાની હોડી ને બ્રેક વિનાની ગાડી બેફામ રીતે દેડે છે, તેમ વ્રત નિયમ વિનાની ઇન્દ્રિયે બેફામ દેડે છે. માટે તેને વશ કરવા માટે વ્રત નિયમનું પાલન કરે. તમે બાર વ્રત સંપૂર્ણ અંગીકાર ન કરી શકે તે દરરોજ એકેક વ્રત આદરે. અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, એકેક નિયમ લઈને તેનું તમે પાલન કરે. ગમે તેટલી મુશ્કેલી પડે, પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન છૂટવી જોઈએ. એવી દઢતાથી જે લીધેલા વ્રતનું પાલન કરે છે તે મહાન લાભ મેળવે છે. વીરેન્દ્ર પિલા ચાર મિત્રોને પાંચ ઈન્દ્રિઓ અને મનને વશ કરવાની વાત સમજાવી. બધા ઉભા થયા એટલે કહ્યું ભાઈ તમે દરરોજ આવજો. મને આવી ધર્મચર્ચા કરવામાં ખૂબ આનંદ આવે છે. પેલા ભાઈઓને તે એટલું જોઈતું હતું. એટલે કહે છે આપની સમજાવવાની શક્તિ બહુ સારી છે. અમને પણ ખૂબ આનંદ આવ્યું, ને ઘણું જાણવાનું મળ્યું. હવે અમે દરેજ આવીશું. હવે આ રખડેલ છોકરાઓ આવશે. ભેળા વીરેન્દ્રને એમના કુડકપટની ખબર નથી. હવે શું બનશે તેના ભાવ અવસરે. ન ચરિત્ર : દ્રૌપદીએ પૂર્વભવમાં કેવા કર્મો કર્યા ને કેવી રીતે નિયાણું કર્યું તે - બધી વાત જંઘાચરણમુનિના મુખેથી સ્વયંવર મંડપમાં આવેલા રાજાઓએ સાંભળી. [ એટલે કૃષ્ણ આદિ દરેક રાજાનાં મનમાંથી સંશય દૂર થશે ને પાંડુરાજા તેમજ આવેલા દરેક રાજાના દિલમાં ખૂબ આનંદ થયે, દરેક રાજાએ પ્રેમથી મા, બધા રાજાની
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy