SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન જે છે જ્યારે રાગ વહાલથી પગ ચાટીને ફેંકી ફૂંકીને જોરથી બચકું ભરનારો છે. ટ્રેષ લાંબો કાળ રહે છે તે ઘણીવાર ગમતું નથી પણ રાગ લાંબા કાળ સુધી રહે તે ગમે છે. દ્વેષ જીવને ચેતાવી દે છે. જયારે રાગ ઉઘાડી દે છે. માટે સમજે. રાગ સર્વથા ભયંકર છે. તે ગયો એટલે બધી ભયંકરતા ગઈ. કોધ માન, માયા, લેભ એ બધા રાગની સેવામાં રહેનારા અને રાગને મજબૂત કરનારા છે. આઠ કર્મની જડ મેહનીય અને મોહનીયની જડ રાગ છે. મેહનીયની બધી પ્રકૃતિનાં મૂળમાં રાગ હોય છે. એ તીવ્ર કેટીને રાગ ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ પણ જતું નથી. આસાનીથી ઠેષ મટે, રાગ હટે તે માંડ હટે, અગ્નિ પરીક્ષા મેં માગી, થઈ જાવું મારે વીતરાગ આજ મને એવી ધૂન લાગી. ઠેષ સહેલાઈથી જાય છે ને રાગ મુશ્કેલીથી જાય છે. આ રાગ અને દ્વેષ જીતવા સહેલા નથી. કારણ કે જિનેશ્વર પ્રભુની આજ્ઞામાં વિચરનારા મુનિઓ લાંબા વખત સુધી સાધના કરીને પિતાના અંતઃકરણને આત્મા તરફ વાળેલું રાખે છે. તેમાં લીન : રહે છે. છતાં એ મુનિએ પણ કઈક વખત રાગ, દ્વેષ અને મેહના આક્રમણ સહેવામાં અશક્ત બની જાય છે, ઘણી સાવધાનીપૂર્વક ચાલવા છતાં ક્ષણ માત્ર માટે પણ પ્રમાદ આવી જવાથી એ સમયે રાગ અને દ્વેષ એમના પર હુમલો કરે છે. રાગ, દ્વેષને હમલે જે મજબૂત બને અને તેને જે હટાવી ન શકીએ તે તે આત્માને જ્ઞાનહીન નબળે બનાવી દે છે, અને અંતે નરકમાં ફેંકી દે છે. માટે આત્માથી મુનિઓ હંમેશા રાગ દ્વેષથી સાવધાન રહે છે. તેઓ જેટલા રાગ-દ્વેષથી ડરે છે તેટલા વાઘ, સિંહ, સર્પ વિગેરે હિંસક પશુઓથી ડરતા નથી. સિંહ, વાઘ આદિ હિંસક પશુઓ માત્ર દેહને નુકશાન કરે છે જ્યારે રાગ-દ્વેષ અંત:કરણને મેલું કરી સંયમની સાધનાને સળગાવી દે છે. હિંસક પશુઓ કેઈને નરક નિગોદમાં મોકલતા નથી જ્યારે રાગ-દ્વેષ જીવને નરક નિગદમાં ધકેલી દે છે ને આત્મિક ગુણને લુંટી લે છે. જે મહાન પુરૂષનાં રાગ-દ્વેષ નિર્મૂળ બની જાય છે તેઓ આત્માને શુદ્ધ સ્વરૂપનું દર્શન કરે છે. તેઓ સમતારૂપી સુધાનું પાન કરીને અજર-અમર અને અવિનાશી પદને પ્રાપ્ત કરે છે. તેમને આત્મા એટલે બધે પ્રભાવશાળી બની જાય છે કે સ્વભાવથી વિરોધી સર્પ અને નેળીયા જેવા છે પણ એમની પાસે પિતાના વૈરને ભૂલી જાય છે. આવું સમતારૂપી સુધાનું મહત્વ છે. માટે સમતા વડે રાગ-દ્વેષને જીતવા જઈએ. રાગ-દ્વેષને જીતવાથી જન્મ-મરણરૂપ દુઃખને સર્વથા નાશ થઈ જાય છે અને આત્મા પોતાના અસલ સ્વરૂપને પ્રગટ કરે છે, બંધુઓ ! આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી મોક્ષના સુખને જે પ્રાપ્ત કરવા હોય તે ધર્મના અનુરાગી બનો, જે ધર્મના અનુરાગી બનશે તે તમારા સંતાનમાં પણ ધર્મના શા.-૧૦
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy