SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શારદા દર્શન ભવના ફેરા ટાળવા માટે માનવ-જીવન એક સાધન છે, અને ધર્મ સાધના એનું સાધ્ય છે. આ વાત જે તમને બરાબર સમજાશે તે સાધ્યને ભૂલી એકલા સાધનના મોહમાં અટવાઈ જશે નહીં. ધર્મસાધનાને ભૂલી ધન પાર્જન, ખાન-પાન વિગેરેની પ્રાપ્તિમાં જે જીવ રપ રહે તે ધર્મસાધનાને બદલે કમાવું ને ભેગવવું એ સાધ્ય બની જાય. તે પછી પશુ જીવનમાં અને માનવ જીવનમાં ફેર શું? વહેપારી પિતાની દુકાન શણગારે છે. તેમાં માલ ભરે છે અને તે માલને એવી સુંદર રીતે ગોઠવે છે કે જોઈને ગ્રાહકનું મન તેના તરફ આકર્ષાય. આ બધું કરીને વહેપારી સમજે છે કે આ તે સાધન છે. સાધ્ય તે કમાણું છે. આ બધું કર્યા પછી જે કમાણી ન થાય તે એ વહેપારીને અફસેસ થાય છે મારી મહેનત બધી માથે પડી. વહેપારીએ એના દીકરાને દુકાને બેસાડો. છોકરો દુકાનનું ફનચર, માલની આકર્ષક ગોઠવણ કરવામાં અને ઘરાકની સાથે મીઠી મીઠી વાત કરવામાં રહી ગયું ને સાંજ સુધીમાં વહેપારમાં કાંઈ પણ કમાણી ન કરી તે બાપ શું કહેશે ? એને ઠપકો આપે ને? આ જગ્યાએ તમે હે તે શું કરે ? તમારા દીકરાને કહે ને કે મૂર્ખ ? તને કંઈ ભાન છે કે નહિ? શું દુકાન ખોલીને ઘરાકની સાથે વાત કરવામાં ને માલની ગોઠવણ કરવામાં ફકત રહી જઈશ તે એક દિવસ દુકાન અને મૂડી બધું સાફ થઈ જશે. માટે જરા સમજ. દેવાનુપ્રિયે ! આ ન્યાયે જ્ઞાની ભગવંતે આપણને કહે છે કે તમે મનુષ્ય જીવન પામીને ખૂબ ધન કમાયા, સુંદર બંગલે બંધાવ્યું, તેમાં આધુનિક ઢબનું ફર્નિચર વસાવ્યું કે મનોહર આકર્ષક બેઠવણ કરી, સારું ખાધું પીધું ને મોજ કરી પણ જે ધર્મ સાધના નહિ કરે તે તમારે પણ ચાર ગતિના ફેરા રૂપ ભીખ માંગવાનો વારો આવશે, અને આ મહાન પુણયથી મેળવેલું માનવ જીવન હારી જશે. દીકરાને તે મૂર્ખ કહી દીધે પણ આ જીવ કે મૂખ છે તેને તમે વિચાર કરજે. હું તમને મૂર્ખ નહિ કહું પણ પ્રમાદમાં રહી જશો તે હાથમાં આવેલી બાજી હારી જશે. કહ્યું છે કે, મુખે બે મીઠી વાણું, જીવન કીધું ધૂળધાણું, છતી બાજી ગયે હારી રે... સંસારિયામાં આ પદમાં શું કહ્યું? તમને સમજાણું? “ના” તે સાંભળે. આ જીવ એકેન્દ્રિયપણામાં હતું ત્યાંથી જીવનની બાજી જીતે જીતે છેક મનુષ્યભવ સુધી આવ્યું. અહીં આવીને ધન કમાવામાં, ખાવા-પીવા અને ખેલવામાં પડી ગયે. કાયા, કંચન અને કુટુંબની સેવામાં પડી ગયા. તે જીતેલી બાજી હારી ગયા કહેવાય ને? તમને કઈ પૂછે કે કેમ શ્રાવકજી ! હમણાં દેખાતા નથી? કાયા, કંચન અને કામિનિની સેવામાં પડી ગમે છે? તમે એટલા બધા હોંશિયાર છે ને એટલે શું જવાબ આપો? ખબર છે? મહાસતીજી “માઘ વહુ ઘર્મસાધનમા” શરીર એ ધર્મ કરવાનું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy