SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ : લેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર મેં વેદ, પુરાણ, કુરાન, શાસ્ત્રો કે આગમનું અવગાહન કર્યું નથી. વેદ પુરાણ અને શાસ્ત્રોને તમે જ સાંભળો અને સાચવે. અમે તે તેની જ ખબર આપીએ છીએ જે આંખોથી, જ્ઞાનનેત્રથી જોએલ છે. કાગળ સાથે જોડાએલી, એટલે કે શામાં લખેલી કે આગ સાથે સંબંધિત વસ્તુઓ સાથે અમારે કંઈ લેવા દેવા નથી. શાસ્ત્રજ્ઞાન સાક્ષી બની શકે છે, સત્ય નહિ. સત્યની અનુભૂતિ હોય તે શાસ્ત્રમાં સત્યનું ઉદ્દઘાટન થાય. શબ્દની તે વ્યાખ્યાઓ નિર્મિત થાય છે. એટલે દરેક વ્યકિત તે જ સમજી શકે, જે તેની પિતાની ક્ષમતા છે. મહાવીર જે કહી રહ્યા છે તે જ આપણે સમજી રહ્યાં છીએ એમ કદાપિ માનશે નહિ. કેમકે આપણે તે તે જ સમજીએ છીએ, જે આપણે સમજી શકીએ છીએ. માટે શાસ્ત્રનાં જ્ઞાન કરતાં પણ સ્વાનુભૂતિનું સવિશેષ મહત્વ છે. સ્વાનુભવ પ્રથમ કેટિનું જ્ઞાન છે. પ્રાણ તે પિતાના અનુભવથી જ આવે છે. પારમાર્થિક શા છે ત્યારે જ મળશે, જ્યારે સત્ય મેળવી લીધું હશે. વિદ્યા તો તે છે જે જીવન બની જાય, જે સ્મૃતિ થવાને બદલે પ્રાણ થઈ જાય. શાની માત્ર બૌદ્ધિક સમાજને કશે જ અર્થ નથી. પ્રાણગત સમજ આવી જાય તે મહત્વનું છે. ઉપનિષદ તેને જ વિદ્યા કહે છે જે આપણને ન જન્મ આપી જાય, આપણને બીજે જ બનાવી જાય. બીજું બધું જાણું લેવાય છે, પણ સ્વયંને જણાતું નથી તેનું નામ અવિદ્યા છે. અવિદ્યા એટલે પદાર્થજ્ઞાન. વિદ્યા એટલે આત્મજ્ઞાન, સત્યપલબ્ધિ, કે પરમાત્મભાવની સંપ્રાપ્તિ. ઉપનિષદોની દષ્ટિમાં વિદ્યાને જે તાત્ત્વિક અર્થ અભિપ્રેત છે, તેના કેશીકુમાર શ્રમણ મૂર્તિમંત સ્વરૂપ હતા. આવા તથાતા મહાપુરુષના શુભાગમન પછી શ્રાવસ્તી નગરીમાં શું શું બને છે તેના ભાવભેદે અવસરે. સંયમનું સૌંદર્ય દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા અહિંસા, સંયમ અને તપના સૌંદર્યને પરખાવતી, તેના મહિમાને બતાવતી, લેકેત્તર સોંદર્યથી ભરેલી છે धम्मो मंगलमुक्कि, अहिंसा संजमो तवो। देवा वि त नम सँति जस्स घम्मे सया मणो । । ધર્મ સર્વ શ્રેષ્ઠ મંગલ છે પણ કો ધર્મ? જે અહિંસા, સંયમ અને તપથી યુકત છે તે ધર્મ. જે માણસનું મન સદા ધર્મમાં સંલગ્ન રહે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે. ભગવાન મહાવીરના ધર્મને આત્મા અહિંસા છે, સંયમ તેને વાવાસ છે અને તપ તેને દેહ છે. અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે, તપની પ્રતિષ્ઠા અંતિમ કરી છે તે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy