SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા : ૩૫ ગંગેત્રીનું મૂળસ્ત્રોત તેઓ પોતે જ હતા. પિતામાં છુપાએલા જ્ઞાનના આ અખૂટ ભંડારને આત્માવગાહનના પુરુષાર્થથી તેમણે હસ્તગત કરેલ હતું. તેમના જ્ઞાનને આધાર પુસ્તકે કે શાસ્ત્રો નહોતા, તેમને આત્મા જ તેની આધારશિલા હતી. હસ્તામલકાવત્ ભૂત, ભવિષ્ય અને વર્તમાનને સાક્ષાત્ કરનારા હતા. કારણ સ્પષ્ટ હતું કે, આત્માને જાણ્યા વગરનું, ગમે તેટલું જ્ઞાન પણ અજ્ઞાન જ છે. આત્મા જણાઈ ગયા પછી જગતમાં કશું જાણવાનું રહેતું નથી. ભગવાન પાર્શ્વનાથ આત્મજ્ઞ હતા એટલે સર્વજ્ઞ પણ હતા. કારણ– ત્રાળરૂ સે સવં જ્ઞાળરૂ જે એક માત્ર આત્માને જાણી લે છે તે સર્વજ્ઞ બની જાય છે. આ પલબ્ધિ વિનાનું જાગતિક પદાર્થોનું સવિશદ વિજ્ઞાન કે વૈજ્ઞાનિક અનવેષણ આધ્યાત્મિક જગતમાં કશું જ મહત્ત્વ ધરાવતાં નથી. એવા આત્મજ્ઞ ભગવાન પાર્શ્વનાથ ત્રણે લેકના અધિપતિ, ત્રણે લેકથી પૂજિત હોય તે તેમાં આશ્ચર્યને અવકાશ જ શું હોઈ શકે? દીપકની માફક સચરાચર જગતને આત્મસાક્ષાત્કાર, પરમાત્મભાવને, અને વિરાટ તરફની યાત્રાનું માર્ગદર્શન આપનાર પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના ચતુર્થ પટ્ટધર શિષ્ય કેશીકુમાર શ્રમણ હતા. કેશીકુમાર શ્રમણ માત્ર જ્ઞાનનાજ પારગામી નહેાતા, ચારિત્રમાં પણ તેઓ પારંગત હતા. માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાથી સિદ્ધિ મેળવવી મુશ્કેલ છે. “જ્ઞાનશિયાખ્યાં ક્ષા આચાર્ય ઉમાસ્વાતિનું આ સૂવર્ણસૂત્ર જ્ઞાન અને ક્રિયા બનેની, આત્મસાધનામાં પ્રમુખતા અને પ્રખરતા દર્શાવે છે. જ્ઞાન અને ચારિત્રના સંબંધમાં આપણે પણ જરા ઊંડાણમાં અવગાહન કરીએ સમ્યાનને અર્થ—યથાવાસ્થિત વસ્તુ તત્ત્વને અવબોધ એટલે કે જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તે રીતે જાણવી. અને ક્રિયાનું તાત્પર્ય છે તપ અને સદાચરણ. જેમ જ્ઞાન અને ચારિત્ર આત્મ-કલ્યાણના સાધન છે તેમ સમ્યગ્દર્શન પણ મોક્ષનો આત્યંતિક ઉપાય છે. એટલે જ તત્ત્વાર્થ સૂત્રકારે મોક્ષના મૂળભૂત ઉપાયોને સૂચવતાં- “સમ્યગ જ્ઞાન વારિત્રા િમત્ર ના ? કહ્યું છે. એટલે કે સમ્યગ્દર્શન (યથાર્થ શ્રદ્ધા), સમ્યજ્ઞાન (યથાર્થ અવધ), અને સમ્યફ ચારિત્ર (જ્ઞાનના અનુરૂપ યથાર્થ આચરણ)ને મેક્ષના સાધકતમ ઉપાય તરીકે બતાવ્યાં છે. ભગવાન પાર્શ્વનાથના સંતાનિક શ્રી કેશીકુમાર શ્રમણ માટે “વિના વાળ સંઘના” વિશેષણ અપાયેલ છે. તેનું સમજવા લાયક કારણ એ છે કે સમ્યજ્ઞાનના ગ્રહણથી સમ્યગ્દર્શનનું ગ્રહણ સ્વતઃ થઈ જાય છે. કેમકે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન સદા સહચારી છે. દર્શન વગર જ્ઞાનમાં સભ્યપણું કદાપિ આવી શકે નહિ. ક્રિયા અથવા ચારિત્રને સમ્યજ્ઞાનથી પૃથફ ગણવામાં વિશિષ્ટતા એ છે કે, જે ક્રિયા સભ્યજ્ઞાનપૂર્વિકા હોય તે જ કર્મ ક્ષયમાં સાધકતમ નિમિત્ત બને છે. મિથ્યાત્વ-કાલુષ્યથી જેનો વિવેક નાશ પામી ગયો છે એવા આત્માઓની મિથ્યાજ્ઞાનપૂર્વિક કઠિનતમ ક્રિયાઓ, ઉપાસનાઓ, કે શારીરિક કષ્ટ પણ મોક્ષનું અસાધારણ કરણ બનતાં નથી.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy