SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર : ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વાર અનુલક્ષી, કેશીકુમાર શ્રમણના સાંનિધ્યમાં તિન્દુક ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં કેશીકુમાર શ્રમણે પિતાની પરંપરા અને શ્રમણ ધર્મને શેભે એ રીતે પ્રાણ ગૌતમને સત્કાર કર્યો. આ પાર્વભૂમિકાના સામાન્ય ઉલ્લેખ પછી આ અધ્યયનના મૂળપાઠ તરફ વળીએ. जिणे पासे त्ति नामेण, अरहा लोग पूइओ । संबुद्धप्पा य सवन्नू धम्म तित्थयरे - जिणे ॥ तस्स लोग पईवस्स आसी सीसे महायसे । केसीकुमार समणे विजा चरण पारगे ॥ મોહિનાથ – સુગે યુદ્દે સરસંઘ – સમgછે ! गामाणुगामं रीयंते सावत्थिनगरीमागले ॥ આ ગાથાઓને સામાન્ય અર્થ આ પ્રકારે છે. પાર્શ્વનામના જિન, બહેન, લેક પૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક હતા. 1 1 1 મહા-યશસ્વી, વિદ્યાચારિત્રમાં પારંગત એવા કેશીકુમાર શ્રમણ લેક પ્રદીપ ભગવાન પાર્વના શિષ્ય હતા. 1 ૨ ૩ તેઓ અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેઓ પિતાના શિષ્ય સાથે ગામેગામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. 1 ૩ 1 આ મૂળ ગાથાઓમાં ઉચ્ચરિત એક એક શબ્દને વિશિષ્ટ મહિમા શાસ્ત્રોની ટીકાઓમાં ઠેકઠેકાણે દષ્ટિગોચર થાય છે. તે બધા શબ્દનું એ રીતે વિશ્લેષણ કરવા જતાં, કાલ મર્યાદાના અતિક્રમણની અપેક્ષા રહે છે. તેથી તે બધા શબ્દની મીમાંસા કે રામીક્ષા હું કરીશ નહિ. જે વિશિષ્ટ શબ્દો છે કે જેમાં વધારે ગાંભીર્ય અને આધ્યાત્મિક સૌંદર્ય દષ્ટિગોચર થાય છે તે ૨ ની જ છણાવટને હું પ્રાધાન્ય આપીશ. ભગવાન પાર્શ્વનાથ જિન હતા, અહંન હતા, સર્વજ્ઞ હતા અને ધર્મતીર્થના પ્રવર્તક હતા. અરિહંતની સ્તુતિ માટે આપણે જે “નમોન્યુમેન' ને મંગલ પાઠ ગણીએ છીએ, તેમાં અરિહે તેના વિશિષ્ટ ગુણે અને તેમની સર્વોપરિતા યા પ્રભુતા સહજ રીતે જણાઈ આવે છે. પરંતુ અરિહંતેમાં પણ જે તીર્થક થયા છે તે તે વિશિષ્ટતમ અને શ્રેષ્ઠતમ શિખરના અતિ માનવો છે. તીર્થ શબ્દનો અર્થ ઘાટ છે. તીર્થ એટલે કાંઠે, ઘાટ, કિનારે. તેને અર્થ છે કે એક એવી જગ્યા કે જ્યાંથી અનંત અસીમ અને અજ્ઞાતના સાગરમાં ઊતરી શકીએ. તીર્થકર શબ્દ, આ તીર્થ શબ્દની સાથે કી(કર)ને ઉપપદ સમાસ થતાં, નિષ્પન્ન થયેલ છે. તીર્થને બનાવનાર એ તેને બર્ય છે. આ સિવાય બીજે કશે જ અર્થ નથી. જેનેએ અવતાર શબ્દને કદી ઉપયોગ કર્યો નથી. જેનેની પરંપરામાં અવતારી જેવા પુરુષે માટે તીર્થકર શબ્દ વ્યવહત થાય છે અને તે અવતાર કરતાં સવિશેષ પ્રભાવી તેમ જ ચઢિયાતી કટિને છે. કારણ પરમાત્મા મનુષ્યમાં અવતરિત થાય તે એક વાત છે અને માણસ પરમાત્મામાં પ્રવેશનું તીર્થ બનાવી લે તે એ કરતાં પણ ઉચ્ચતર અને મહિમાવાળી વાત છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy