________________
આ પ્રવચન ગ્રંથનું આમુખ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી હરસુખભાઈ સંઘવીએ લખી આપવાનું સ્વીકારી, પ્રવચનેમાં સમાયેલા તેની સુંદર રીતે તલસ્પર્શી છણાવટ સાથે આમુખ લખી આપેલ છે, તેઓશ્રીના સૌજન્ય બદલ તેમનો આભાર માનું છું.
અંધ મહિલા વિકાસ ગૃહ-રાજકેટના સંચાલિકા શ્રીમતી સંતોકબહેન બેંગાલીએ તેમની જવાબદારી ભરેલ અનેક સામાજિક પ્રવૃત્તિઓ વચ્ચેથી પણ સમય ફાળવી, આ ગ્રંથના પ્રવચનના ફફ ખૂબ ચીવટથી સુધારવા તેમજ ગ્રંથ અંગે અનન્ય ભાવે “બે શબ્દ” લખી આપવા માટે, તેમજ ખૂબ ઉત્સાહથી મુદ્રણકાર્ય કરવા માટે શ્રી સુરેશકુમાર ગણત્રાને તેમજ પ્રકાશન સમિતિના સાથીદારે સર્વ શ્રી ભાઈચંદ ભીમજીભાઈ દેસાઈ, અમૃતલાલ મણીલાલ દેશી, નટવરલાલ નાનાલાલ દેશી અને મનસુખલાલ મણીલાલ શેઠ વગેરેને આ કાર્યમાં સુંદર સહકાર માટે આભાર માનું છું. સાહિત્ય પ્રત્યે પ્રેમ ધરાવનાર વ્યકિત, સાહિત્ય પ્રચાર માટે તન, મન, ધન વગેરે માંથી કઈ પણ પ્રકારે સહગ આપી રહે છે. આ તકે આ સુંદર સાહિત્યના પ્રકાશન માટે સાગ આપનાર સાહિત્ય પ્રેમીઓને ધન્યવાદ અસ્થાને નહીં ગણાય.
શ્રી ગંડલ સંપ્રદાયના શ્રમણ સંઘની શુભ નામાવલી પારા (૧) માં અનુક્રમ નાં. ૮ શાસ્ત્રાભ્યાસી બા.બ્ર. શ્રી મનેહર મુનિજી અને પાર (૮) માં અનુક્રમ નાં. ૨૩ બા.બ્ર. શ્રી નીલમબાઈ મહાસતીજીનો સમાવેશ કર રહી ગયેલ જેથી મુનિવરે ઠાણ ૧૪, મહાસતીજીએ ઠાનું ૧૭૫ થાય છે જે સુધારી વાંચવા વિનંતી છે.
આશરે ૭૨૦ પાનાના આ ગ્રંથમાં ભૂલ ન રહી જવા પામે તે માટે સતત કાળજી રાખવા પ્રયત્ન થયે છે. છતાં કઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તેવી શકયતા નકારી ન શકાય. આ માટે વાંચકને તેવી ક્ષતિઓ સુધારવા, ધ્યાન દોરવા વિનંતી છે.
જીનવાણીના પ્રસાર દ્વારા અજ્ઞાનરૂપી પાષાણને ભેદી જીવાત્માને ધર્મનું જ્ઞાન પમાડી આમાની મુક્તિ અર્થે તેના હૃદયદ્વાર ખોલવાના હેતુથી, તેવા પ્રયત્ન રૂપે આ અમૂલ્ય પ્રવચન ચં. તેયાર થયેલ છે. આ ગ્રંથ તૈયાર કરવામાં થયેલ ખર્ચના પ્રમાણમાં નગણ્ય તથા વાંચક વર્ગની સુવિધા માટે તદ્દન અનુકૂળ એવી આ ગ્રંથની કિંમત રાખવામાં આવેલ છે. આથી આ ગ્રંથને પૂરેપૂરો લાભ લઈ ગ્રંથનું નામ “ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વાર” સાર્થક કરવા વાંચકો પુરવાર્થ કરે એજ અભ્યર્થના સાથે વિરમું છું.
સં. ૨૦૩૩ માગશર સુદ ૧૦ દીક્ષ રજત જયંતિ ૧૨, દિવાનપરા રાજકેટ. ૧
જયંતિલાલ કીરચંદભાઈ મકાણું