SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને વૈભવઃ ૨૧ માટે જ નથી. તમે તમારી જાત કે કુટુંબ સાથે જ સંબંધિત નથી. તમે સમષ્ટિના એક ભાગ છે એટલે સમષ્ટિ સાથે જોડાયેલા છે. ચાર કરોડ માઈલ દૂર રહેલ સર્ય જે ત્યાં કંડ થઈ જાય તે આપણે બધા અત્રે ઠંડા થઈ જઈએ. હવે તમે જ વિચાર કરે કે તમારા જીવનના સંરક્ષણમાં ચાર કરેડ માઈલ દૂર રહેલા સૂર્યને પણ ઉપકારક ભાગ છે કે નહિ? હવા, પાણી, વનસ્પતિ આદિ પદાર્થો કે જેના વગર જીવન ટકાવવું મુશ્કેલ છે, તે બધાની સાથે પણ એક યા બીજી રીતે આપણે જોડાયેલા છીએ માટે “વસુધૈવ કુટુમ્યકમની ભાવના ભાવવામાં આપણું હિત સમાયેલું છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહિમ લિંકને એક દિવસ પાર્લામેન્ટમાં જઈ રહ્યા હતા. જતાં જતાં તેમણે એક સુવરને કીચડમાં ખૂચેલું જોયું. પ્રયત્ન કરવા છતાં તે નીકળી શકતું ન હતું. પ્રમુખે પિતાની મોટર ઊભી રખાવી અને જાતે જઈને સુવરને કીચડમાંથી બહાર કાઢયું. કીચડમાં પ્રવેશવાથી તેમનાં કપડાં પર છાંટા ઊડ્યા હતા પરંતુ તેઓ તે તે જ કપડે પાર્લમેંટમાં ગયા. પાર્લમેંટના અન્ય સભ્યોએ જ્યારે તેમનાં આવાં કપડાં જયાં ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. છેવટે મોટર ડ્રાઈવરે તેમને બધી વાત કહી ત્યારે તે લેકે તેની પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળી પ્રમુખે કહ્યું: “મેં તે સુવરનું દુખ ઓછું નથી કર્યું પરંતુ તેને જોઈ મને જે દુઃખ થયું તે જ મેં દૂર કર્યું છે અર્થાત્ મેં મારું જ દુખ દૂર કર્યું છે.' આ છે નિઃસ્વાર્થ પરદુઃખભંજકતા ! આત્મવૈભવની શેધની પૂર્વભૂમિકામાં આવા સદ્ગુણે જ સમાહિત છે. આ સગુણેની પરાકાષ્ઠા જ આ મેપલબ્ધિના દરવાજાને ઉદ્દઘાટિત કરે છે અને પિતામાં છુપાયેલા અનંત વૈભવનાં દર્શન કરાવે છે. તમારે–અમારો આત્મા આંતરિક અશ્વર્યની શોધમાં પ્રયત્નશીલ થાય તે કલ્યાણ થઈ જાય. આગમ છે જીવન-દીપક આજે અસ્વાધ્યાય ન હોવાથી આપણે પૂર્વે કરેલી પ્રતિજ્ઞા મુજબ મંગળશાસ્ત્રને પ્રારંભ કરીએ છીએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સ્ટમાં અધ્યયનને સ્વાધ્યાય એટલે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની પરંપરાને સંગમ. બે અથવા બે થી વધારે નદીએ જ્યાં ભેગી થાય છે તે સ્થાનને સંગમ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. સંગમનું ખાસ મહત્ત્વ છે. તે આપમેળે તીર્થસ્થાન બની જાય છે. તેમાં નહાવવાની ખાસ મહત્તા છે. અલૌકિક જગતમાં પ્રવેશ માટેને જાણે તે અજ્ઞાત સંકેત કે ઈશારે હોય તેમ સહુ તેને વિષે માન્યતા ધરાવે છે. સંગમમાં સ્નાન એટલે વૈદિક દૃષ્ટિએ પાપને જોવાનું અજોડ સ્થાન. ઉત્તરાધ્યનમાં પણ આ પવિત્ર સંગમ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy