SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : ભેધા પાષાણ, ખેલ્યાં દ્વાર નાખવાની કળા મેં હસ્તગત કરી છે. પાપના પહાડોને પણ ધરાશયી બનાવી દેવાની શક્તિ મેં મેળવી લીધી છે. પાપને ઉડાડવાનું રામબાણ ઔષધ મારા ખિસ્સામાં છે. પાપની સજા ભગવ્યા વગર પણ તેમાંથી મુક્તિ મેળવવાને અમેઘ ઉપાય મારી પાસે છે એમ માની પાપભીરુ બનાવવાને બદલે તે ધર્મ પરાક્ષુખ બની જશે. જે આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક વિચાર ન કરવામાં આવે તે ઉપર્યુક્ત શંકા સાચી માની લેવાને અવકાશ રહે. પરંતુ હકીકતે એમ નથી. નમસ્કારમંત્રના ઉચ્ચાર માત્રથી એમ સીધેસીધું પાપ નાશ પામી જતું નથી. પરંતુ જેના માનસમાં શિખર પર પહોંચેલા આ બધા પરમાત્માએ તરફ જે નમન-સંપૂર્ણ ભાવે સમર્પણને પ્રાણસ્પર્શ દઢ શ્રદ્ધાભાવ જાગૃત થાય, તે તે વખતે આ રીતે સમર્પિત વ્યક્તિની ચારેકેર જે આભામંડળનું નિર્માણ થાય છે, તે આભામંડળની ઉપસ્થિતિમાં કશા જ પાપને અવકાશ મળતું નથી, કશા જ અમંગળને પ્રવેશ સંભવતે નથી. પાપ કરવા માટે એક વિશેષ પ્રકારના આભામંડળની અપેક્ષા હોય છે. તે જાતના આભામંડળનું જે નિર્માણ ન થાય તે પાપ કરવું મુશ્કેલ થઈ જાય. સમર્પણની અપ્રતિમ ભાવનાથી સમરણ કરેલા આ નમસ્કારમંત્રથી આભામંડળ રૂપાંતરિત થઈ જશે અને પાપ કરવું અસંભવ બની જશે. મોકાર મંત્રમાં જે નમન-સમર્પણને ભાવ છે તે માત્ર શાબ્દિક નથી. તે શબ્દ નથી, પરંતુ આત્માના ઊંડાણમાંથી સભાના પરિબળે જન્મેલા ભાવે છે. આ ભાવે જે પ્રાણોને સ્પર્શી, એટલા નક્કર, પ્રગાઢ અને ઊંડાણવાળા થઈ જાય કે તે પ્રાણોને જગાડી દે, રુંવાડે રૂંવાડું અરિહંતના નમસ્કારથી ગાજી ઊઠે, શરીરનું અવયવે અવયવ અરિહંતના સ્મરણથી સભર બની જાય, તે વખતે સદૂભાવેનું જે પરિબળ ઉત્પન્ન થાય છે તેમાં પછી પાપ કે અમંગળને સ્થાન જ રહેતું નથી. અરિહ તેને નમસ્કાર એટલે જે જાણે છે, જે સર્વજ્ઞ અને સર્વદર્શી છે, તેમનાં ચરણમાં હું મસ્તક મૂકું છું. જે લક્ષ્યને, મંજિલને પામી ગયા છે, જે પહોંચી ગયા છે, તેમનાં ચરણોમાં હું મસ્તકને સમર્પણ કરું છું. પરમ શિખરને સ્પર્શેલા એ શિખર પુરુષેના દ્વાર પર યાચક બનીને ઊભા રહેવામાં પણ હું ગૌરવ અનુભવું છું. રશિયામાં મિખાયલેવાનું પોતાનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે. ધ્યાનમાત્રથી જ સ્થિતિ શીલ વસ્તુઓને ગતિશીલ બનાવવાની કળામાં તેઓ નિષ્ણાત છે. હાથ કે શરીરના અવયવોના સહાયની તેમાં કશી જ જરૂર રહેતી નથી. તેમનાથી દૂર મૂકવામાં આવેલી વસ્તુ પર તેઓ એકાગ્રતાપૂર્વક પિતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને સહુના આશ્ચર્ય વચ્ચે થોડા જ વખતમાં તે વસ્તુ ચાલતી થઈ જાય છે. લેહચુંબક જેમ સુદૂરવર્તી લેઢાના કટકાને પિતાના તરફ આકર્ષ લે છે તેમ મિખાયેલેવા પણ ધ્યાન અને એકાગ્રતાના બળે વસ્તુઓને પિતાની તરફ ખેંચી લે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy