SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ઃ ભેદ્યઃ પાષાણ, ખેલ્યાં દ્વારા ઇન્દ્ર ધનુષને તે તમે જોયું હશે. તેને સુંદર રંગે કેવું આકર્ષણ ઊભું કરી શકે છે! ઘડીક તે તમને થાય કે આ ઈન્દ્રધનુષને આકાશમાંથી ઊપાડી લાવી, આપણુ શણગારેલા ઓરડામાં એક ઠેકાણે મૂકી દઈએ. પરંતુ આ સુંદર કલ્પનાની સૃષ્ટિને સાકાર બનાવવાનાં કદાપિ સપનાં વિશે નહિ. અન્યથા ઈન્દ્રધનુષને લેવા જતાં ત્યાં તમને વરાળ અને તેમાંથી પસાર થતાં સૂર્યનાં કિરણે સિવાય ભાગ્યે જ કશું મળશે. ઉપરની સપાટી ઉપર તરતા મનના એક ભાગની સમજણના આધારે સ્વીકારેલી કે ન ન કરવાની પ્રતિજ્ઞા પણ ઈન્દ્ર ધનુષની માફક આદર્ષક બની જાય છે. પરંતુ તેની સ્થિતિ અમુક ક્ષણોથી વધારે વખતની હેતી નથી. કારણ મનના એક ભાગે જ આ પ્રતિજ્ઞા સ્વીકારી હતી. પાણીના ઊંડાણમાં રહેલા બરફની માફક મનના આઠ અચેતન ભાગને આ પ્રતિજ્ઞા વિષેની કશી જ માહિતી હોતી નથી. કેધાદિ વિકારે કે વૈષયિક વાસનાઓનું ઊંડાણ અતલ હોય છે. તે પ્રાણોની ગહરાઈને સ્પર્શેલી હોય છે. જે ભાગે પ્રતિજ્ઞાને સ્વીકાર કર્યો તેની તેને કશી જ ખબર હોતી નથી. એટલે જ્યારે પણ ક્રોધાદિ કાષાયિક ભાવે કે વૈષયિક વિકાના સાંગિક નિમિત્તે મળે છે ત્યારે પ્રાણુના અતલ ઊંડાણમાં સુષુપ્ત વિકારે સર્પની ફેણની માફક સત્વર માથું ઊંચકવા માંડે છે. કરેલી પ્રતિજ્ઞા વિસ્મૃતિના ગર્તમાં સંતાઈ જાય છે. અચેતન મનની ગુફામાંથી ઊઠેલે કે ધાગ્નિ સચેતન મનની પ્રતિજ્ઞાને હતી ન હતી કરી નાખે છે. પછી પશ્ચાત્તાપની પરંપરાને પ્રારંભ થાય છે. તે મનમાં સારી પેઠે સમજતો હોય છે કે હું સાધુપુરુષ છું. કેધ ન કરવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી. તેનું યથાર્થ પાલન કરવા હું દઢ નિશ્ચયી હતું. તે માટેના મારા સાચી દિશાના પ્રયત્નો પણ હતા. પરંતુ સંગેએ મને ભૂલ ખવરાવી દીધી. હું સંગોને આધીન બની ગયો એ જ મારી ભૂલ હતી. એ ભૂલનું હવે પુનરાવર્તન નહિ થવા દઉં. આ દઢ નિર્ણય સાથે પુનઃ કોધાદિ ન કરવા પ્રતિજ્ઞારૂઢ થાય છે. પરંતુ ક્રોધનાં આત્યંતિક નિમિત્તે મળતાં ફરી તે ભૂલથાપ ખાઈ જાય છે અને ફરી પ્રતિજ્ઞાનું ચક્ર શરૂ થઈ જાય છે. આ રીતે પ્રતિજ્ઞા–ભૂલફરી પ્રતિજ્ઞા–ફરી ભૂલ આમ ભૂલની પરંપરા ચાલ્યા જ કરે છે. ઘાણીના બળદની માફક એ ગોળ ગોળ ગતિ અવશ્ય કરે છે, પરંતુ કોઈ નિશ્ચિત દિશા તરફ તે આગેકૂચ કરી શકતો નથી. એ ભૂલી જાય છે કે આ બધી ચાલાકી મનની જ છે. મનને કામ વગર ચાલતું નથી. તે સ્વભાવથી ચંચળ છે. તેને નવું નવું કામ ન મળે તે તે જીવી શકે નહિ. કેઈ ચાલાકી ભરેલું કામ ગોતી લેવાની મનની પિતાની આગવી કળા છે. જો આવું કઈ કામ ન મળે તે મન–અમન થઈ જાય અને તેને મૃત્યુઘંટ વાગી જાય. આથી જીવિત રહેવા માટે મન હજારો રીતે ફાંફાં મારે છે. મનનું મૃત્યુ એટલે આત્મ-વૈભવ દ્વારનું ઉદ્દઘાટન. જીવિત રહેવા માટે મન પ્રતિક્ષણે એક યા બીજી રીતે પ્રયત્ન કર્યા જ કરે છે. મન આપણને આપણામાં જ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy