SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪: ભેધા પાષાણ, ખોલ્યાં દ્વાર બુદ્ધ થયું. મુક્ત થયા. સંપૂર્ણ કર્મોને તેમણે નાશ કર્યો. બધી જાતના સંતાપથી મુક્ત થયા, તેમના સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયા. આ જ વાતની પુષ્ટિ આ ગાથાથી પણ થાય છે. इय पाउकरे बुद्धे, नायजे परिनिव्वुझे । छत्तीसं उत्तरज्झाओ, भवसिद्धिय संबुडे ॥ ઇ, રીતે, ઉત્તરાધ્યયન સૂવ નિર્વાણ વખતની ભગવાનની અંતિમદેશના છે. ૧૮ દેશના રાજાઓ પોષધે પવાસ વ્રતને સ્વીકારી તેમની વાણુ ઝીલી રહ્યા છે. ભગવાન એક ક્ષણ માટે પણ અટક્યા વગર અમૃતવાણીને ધેધ વરસાવી રહ્યા છે. સાક્ષાત્ ભગવદ્ વાણીને લાભ લેનારા તે આ અમૃત સરિતામાં અવગાહન કરી, કૃતકૃત્ય થઈ ગયા. આપણને તેને પરંપરાગત લાભ મળી રહ્યો છે. એની યથાર્થતાને જાગૃતિપૂર્વક ખ્યાલ કરીશું, વિવેકપૂર્વક સાંભળીશું, જાણપણને ક્રિયાન્વિત કરવા પ્રયત્ન કરીશું, તે ભગવદ્ વાણીના શ્રવણથી મળતા લાભ મેળવવા પાત્ર બની શકીશું. તમારે અને અમારે આત્મા ભગવદ્વાણ ઝીલવા, સંઘરવા, અમલમાં મૂકવાની પરિપૂર્ણ પાત્રતાને વરે એ જ મંગળ કામના અને પ્રભુ-પ્રાર્થના. આત્માને વૈભવ ભૌતિક વૈભવની મેજ માણનાર, તેમાં જ રચીપચી રહેનાર, ભૌતિક ઐશ્વર્ય ઉપરાંત બીજે પણ વૈભવને એક અસાધારણ ખજાને છે તેનાથી તદ્દન અજ્ઞાત વ્યક્તિ આત્માની સાથે વૈભવ શબ્દનું જોડાણ જોઈ આશ્ચર્ય અનુભવે છે તેમાં કશું જ આશ્ચર્ય નથી. દુન્યવી રગ રંગ કરતાં વૈભવનું એક અપ્રતિમ અને અલૌકિક જગત પણ છે એ વિષે જેણે અવગાહન કર્યું નથી, એના આનંદને સ્વાદ ચાખે નથી, આત્માભિમુખ દૃષ્ટિ કરી નથી, મરજીવાની માફક આંતર જગતમાં અવગાહન કરી ગુણ મૌકિતકે મેળવવા સાહસ ખેડયું નથી, તેમના માટે ઇન્દ્રિયેથી દષ્ટ અને સ્પષ્ટ જગત સિવાયનું બીજું જગત કે બીજે વૈભવ સંભવિત નથી. મનમાં રહેલી અહંતા અને મમતા, પારકું અને પોતાનું, આત્મ-ભવના પ્રગટીકરણને દુમને છે. આ બધા મનના ધર્મો છે અને મનના ધર્મોને અટકાવી મનને જ્યાં સુધી અમન કે નિર્વિચારરૂપ ન બનાવવામાં આવે ત્યાં સુધી સ્વરૂપે પલબ્ધિની દિશામાં ડૂબકી મારવાનું સંભવિત નથી. મનના ધર્મો જ્યારે આત્મસ્વરૂપમાં ભાસવા માંડે છે, તેની સાથે સહજ તાદાઓ થઈ જાય
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy