SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર જન્મથી જાણે સ્વર્ગ ઊતરી આવ્યું હોય એમ માણસ કૂદવા, નાચવા અને ગાવા માંડે છે. શ્રીમંત અને સમૃદ્ધ કુટુંબની વ્યકિત હોય તે પોતાની સ્થિતિ અને આબરૂને અનુરૂપ સંગીતને જલસ ગોઠવે છે. બેંડ વાજા અને શરણાઈના સૂરે વગાડવામાં આવે છે. આનંદને અભિવ્યકત કરવાની આજની આ એક સર્વમાન્ય લૌકિક રીત થઈ ગઈ છે. આજે આનંદની ભૂખ એવી તે વ્યાપક, ઊંડી અને ગંભીર બની છે કે, ગામડા ગામમાં સરકસ કે સિનેમા આવી જાય અથવા કેઈ ભવાયા રમવા ઊતરી આવે તે પણ આનંદભૂખ્યા લેકે ટેળેટેળાં મળી, કરવાના બધાં કાર્યો એક બાજુએ મૂકી, સરકસ સિનેમા કે ભવાયાની રમત જેવા દેડી જાય છે. આવી રમત જેવામાં એક રસ બની કૂદકા મારી તેઓ નાચવા મંડી જાય છે. આપણે બધા આનંદના મૂળ સ્ત્રોતને ખઈ બેઠા છીએ, એટલે તે સનાતન ધ્રુવ અને ચિરંતન આનંદના ઉદ્દગમ સ્થાનને શોધવામાં નિષ્ફળ ગયા છીએ. પરિણામે ઇન્દ્રિયેથી મળતાં સુખમાં જે આનંદની હૃદયને સ્પર્શનારી રેખા દેખાય છે તેને જ આનંદ માની બેસવાની ભૂલ કરી બેસીએ છીએ. ઈન્દ્રિયથી જ્ઞાત જગત સિવાયના વાસ્તવિક જગતને આપણને કઈ પરિચય થયું નથી. આપણી સૃષ્ટિ ઇન્દ્રિથી જણાય ત્યાં સુધીની જ છે. તેને પેલે પાર કઈ લે કેત્તર અને અપ્રતિમ સૌંદર્ય ભરેલું જગત છે તેની આપણને પ્રતીતિ કે ઝાંખી નથી. એટલે કાનને લતા મંગેશકરના આકર્ષક સ્વરના મોજાં અથડાય કે તરત જ મસ્તિષ્કને એક ધક્કો લાગે છે. આંખ મારફત એક મનહર રૂપ દાખલ થવાથી પણ મગજ આશ્ચર્યકારક પ્રત્યાઘાત અનુભવે છે. ઈન્દ્રિયેના જ જગતને આપણે વાસ્તવિક જગત માની બેઠા છીએ. આપણે આનંદ મગજને લાગતા ધક્કાઓમાં સમાએલો છે. બીડી સીગારેટ અને તમાકુના વ્યસનીઓને આનંદ બીડીના ઠઠાંમાં અને બીડી સીગારેટના ધૂમાડામાં સમાઈ જાય છે. તમાકુ અને બીડી મળતાં જાણે સ્વર્ગને આનંદ પૃથ્વી ઉપર ઊતરી આવ્યું હોય એમ તમાકુના વ્યસનીઓના આનંદની સીમા રહેતી નથી. તમાકુ વિષે તેમણે જે કલ્પના કરી છે તેને જે તપાસશે તે તેમાં મળતા તેમના આનંદની પ્રતીતિની સાધારણ ઝાંખી થઈ શકશે. તમાકુ ખાનારા અને પીનારા તમાકુની પ્રશસ્તિ આ રીતે કરે છે. faૌના......હરિગ્રી તટે રાજપૂતં શિખરિત ? | चतुर्भिर्मुखै रित्यवोचत् विरञ्चिस्तमाखु स्तमाखु स्तमाखु स्तमाखुः ॥ અર્થાત્ ઈન્ડે એક વખત બ્રહ્માને એક પ્રશ્ન પૂછેઃ “પ્રભો! આપે સૃષ્ટિનું આશ્ચર્ય ઊપજાવે એવું નિર્માણ કર્યું છે. અજબગજબની વસ્તુઓની સુષ્ટિ કરી છે. પરંતુ પૃથ્વી તળ પર સૌથી વધારે કીમતી અને સારભૂત વસ્તુ કઈ છે? તેના જવાબમાં તમાકુ ખાનારાઓ બ્રહ્માના ચારે મોઢેથી બોલાવે છે કે આ પૃથ્વી પર સૌથી વધારે કીમતી અને સારભૂત વસ્તુ હોય તે તે તમાકુ છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy