________________
શ્રુતિ માહાત્મ્ય : ૧૧ સાંચાગિક સ્થિતિના અભ્યાસ પણ રસ પ્રદ છે. એટલે તે તરફ પણ જરા દૃષ્ટિ નાખવી અનિવાય છે.
ઈતિહાસને સુરક્ષિત રાખવાની વ્યવસ્થિત પરિપાટીના અભાવે, ભગવાન મડાવીથી આજ સુધીના સમૃદ્ધ ઇતિહાસને મોટો ભાગ અજ્ઞાત રહ્યો છે. જૈન મુનિએ મુખ્યત્વે વનમાં વસવાટ કરનારા, ગૃહસ્થાના સ`સગના ત્યાગી, અને પોતાની ખ્યાતિ કે યશ કામનાથી પ્રાયઃ અળગા રહ્યા છે. આત્મ-સાધનાનું લક્ષ્ય હાવાને કારણે પણ ઈતિહાસની પરંપરાને સુરક્ષિત રાખવામાં ઉદાસિનતા વર્તાતી રહી છે. આમ છતાં પ્રાપ્ત પટ્ટાવલીએના આધારથી આપણાં વૈભવપૂર્ણ ઇતિહાસના ઝાંખા પ્રકાશ આપણને અવશ્ય જોવા મળી શકે છે. જૈન સાહિત્યમાં પટ્ટાવલી લખવાના યુગ ચતુર્દ શપૂર્વધર સ્થાવેર આય ભદ્રબાહુસ્વામીથી પ્રારંભ થાય છે. આ ભદ્રબાહુસ્વામીના પટ્ટધર થયાને ઐતિઙાસિક સમય શ્રી સંભૂતિવિજયજીના સ્વર્ગવાસ પછી વીરસ વત્ ૧૪૮ થી ૧૭૦ સુધીના છે. શ્રી ભદ્રબાહુસ્વામી અ ંતિમ ચતુર્દશ પૂધર હતા.
એમના પટ્ટધર શ્રી સ્થૂલિભદ્રસ્વામી પણ પૂર્વાની પરંપરાને જાળવી શકવાની પ્રબળતમ શિત ધરાવતા હતા. પરંતુ દેશ પૂર્વના અભ્યાસ પછી કૌતુહલને આધીન થઇ, પેાતાની પ્રતિભા અને મેઘાશકિતનુ પ્રદર્શન કરવા માટે પોતાની સાધ્વી બહેને જ્યારે તેમનાં દર્શનાર્થે આવ્યાં ત્યારે સિંહનુ વૈક્રિયરૂપ બનાવી પોતે બેસી ગયા. આ ભદ્રબાહુસ્વામીને ત્યારે આ હકીકતની પ્રતીતિ થઈ ત્યારે પારદશી વિવેક દ્રષ્ટિને ઉપયોગ કરી તેમણે વિચાયું કે, હવે પછીના મુનિએમાં આત્મ-સાધના કેન્દ્રમાં રહેવાને બદલે, ચમત્કારા બતાવવાની વૃત્તિ કેન્દ્રસ્થ થઈ જશે. પિરણામે જ્ઞાન આત્માપલબ્ધિના ચરમ શિખરને સ્પવામાં સાધકતમ થવાને બદલે, ચમત્કારેાના પ્રદર્શન અને યશા વૈભવને વધારવાના અશુભ નિમિત્તને પ્રબળ બનાવવાની ગરજ સારશે. તેથી દસ પૂર્વના જ્ઞાનથી વધારે જ્ઞાન મેળવવા માટે જે ભૂમિકા અને પાત્રતાની શ્રેષ્ઠતા ોઇએ તેની અલ્પતાના યથાસ્થ્ય ને સમજી, સ્કુલિભદ્રને વધારે જ્ઞાન આપવાનું તેમણે સ્થગિત કર્યું. પૂર્વાના હાસને આ પ્રથમ દાખલેા હતેા.
શ્રુતકેવળી શ્રી ભદ્રમાડુ સ્વામીએ કલ્પેસુત્રની રચના કરી છે. આ ઉપરાંત દસ આગને ની નિયુકિત પણ તેમણે જ રચી છે. એમના પછી કોઈ શ્રુતકેવળી અથવા સંપૂર્ણ શ્રુતધર થયા નથી. એક પરંપરા કપસૂત્રને દશાશ્રુતસ્કન્ધના આઠમાં અધ્યયન તરીકે સ્વીકારે છે. કલ્પસૂત્રમાં સ્થવિરાવલીની ગૌરવભરી પર પરા અંકિત કરવામાં આવી છે જે શાસ્ત્રીય પટ્ટાવલીના રૂપમાં અભિપ્રેત છે.
ભગવાન મહાવીરના સત્યાવીસમાં પટ્ટધર શ્રીમદ્ દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણ થયા. તેમણે નન્દી સૂત્રમાં અનુયાગધરાની પટ્ટાવલી અંકિત કરી છે. કલ્પસૂત્રની સ્થવિરાવલી પટ્ટાનુક્રમથી છે તે નન્દીસૂત્રની પટ્ટાવલી અનુયાગધરાની દૃષ્ટિથી છે. પટ્ટાનુક્રમથી દેવદ્ધિગણિ ક્ષમા શ્રમણને ક્રમ ચોત્રીસમે અને યુગપ્રધાન અનુયાગધરામાં સત્યાવીસમે છે.