SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિની ભવ્યતા પરમાત્મભાવની ઉપલબ્ધિમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણે પ્રધાન સાધન છે. જો કે આમાંથી કેઈ એકનું અવલંબન લઈ ઈષ્ટ સાધ્યમાં પ્રવૃત્તિ કરનાર મુમુક્ષુએ, પોતાના સાથની સિદ્ધિ કરવામાં તેણે જેનું અવલંબન સ્વીકારેલ છે તેની પ્રધાનતામાં બાકીના બેને પણ અવકાશ હોય જ છે. અર્થાત્ જ્ઞાનને પ્રધાન સાધન બનાવી સાધનાની સીઢીએ ચઢનારના જીવનમાં જ્ઞાનની સાથે ભકિત અને કર્મ પણ અવશ્ય જોડાઈ જ જાય છે. કર્મ અથવા ભકિતના આશ્રયને અપનાવનાર સાધકની સાધનામાં ક્રમશઃ જ્ઞાન અને ભકિત અથવા જ્ઞાન અને કર્મ પણ પિતાપિતાને સ્થાને આવીને અવશ્ય ઊભા રહે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તે મન શુદ્ધિ માટે યજ્ઞ, દાન, જપ, તપ, નામસ્મરણ આદિ વિવિધ કર્મો બતાવવામાં આવ્યાં છે. આ બધાં સાધને મન શુદ્ધિનાં કારણે છે ખરાં, પરંતુ ભક્તિશૂન્ય હૃદયમાં આ ઉત્તમ સાધનની કશી જ કીમત હતી નથી. આ બધા સાધને જે સેડા અને સાબુનું કામ કરતાં હોય તે ભકિતને પાણી સાથે સરખાવી શકાય. સોડા સાબુમાં મેલ કાપી નાખવાની સ્વાભાવિક શકિત છે ખરી, પરંતુ પાણીના અભાવમાં સોડા અને સાબુને કશે જ ઉપયોગ હોતું નથી. સેડા અને સાબુ કપડાંને સરળતાથી અને સત્વર સ્વચ્છ બનાવે છે ખરાં પરંતુ પાણીની સહાયની તેમને અનિવાર્ય અપેક્ષા રહે છે. નિર્મળ પાણી એકલું પણ સ્વચ્છતા આપી શકે, પરંતુ પાણીની સાથે સોડા અને સાબુને સહયોગ અવશ્ય કીમતી બની જાય છે. માત્ર હાર્દિક નિષ્ઠા, શ્રદ્ધા, ભકિત, પ્રેમપરાયણતા અને પ્રભુતત્પરતા પણ પરમાત્મભાવનું સાન્નિધ્ય કરાવી શકવા સમર્થ હોય છે. તેમાં વળી જે જપ, તપ, નામસ્મરણ વગેરે જેવાં સત્વર શુદ્ધિ કરનારાં ત ભળી જાય તે પરમાત્મભાવની ઉપલબ્ધિની સિદ્ધિ વધારે સાત્વિક અને સરળ થઈ જાય. ભક્તિ વગરના જપ, તપ કે નામસ્મરણ પ્રાણેમાં સ્પંદન કે ધડકન જન્માવી શક્તાં નથી. ભકિતશૂન્ય વ્યકિતનાં જપ, તપ કેલ્કીર્ણ બની શકતા નથી. ભાવના કે લાગણી વગરના યજ્ઞ, યાગ, ધ્યાન અને તપ ચિત્તશુદ્ધિને કેમ સ્પર્શી શકે? આ બધાં સત્કાર્યો વિષે ઊંડી ભાવના અને લાગણી એ જ પર્યાયાન્તરે ભક્તિ કહેવાય છે. ભક્તિ એ સાર્વભૌમ સાધન છે. ભકિત એ અમેઘ બ્રહ્માસ્ત્ર છે. બધાં કાર્યોના પાયામાં ભક્તિની પ્રબળતા અનિવાર્ય છે. ભકિતશૂન્ય કાર્યો લુખાં અને શુષ્ક દેખાશે. ભકિતવિહીન કાર્યો જીવંત બની શકતાં નથી. સત્ સાધન અને વિપુલ અનુષ્ઠાને ભકિત પાથેય વગરનાં હશે તે તે નિષ્માણ અને ચેતનશૂન્ય દેખાશે. દાખલા તરીકે, સેવાના શાસ્ત્રમાં નિષ્ણાત બનેલ, સેવાના બધા આકાર-પ્રકારોને જાણનારે, ઉપચાર શાસ્ત્રને કેઈ કુશળ કળાકાર હોય, અને તેના હાથમાં માંદા માણસની સારવાર સેંપવામાં આવે, તે વ્યાવહારિક દષ્ટિએ તે અવશ્ય એમ જણાશે કે,
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy