SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈબીજ : ૬૫૩ જન્મવામાં હું મારી જાતને ભાગ્યશાળી માનીશ. પ્રારબ્ધવશાત્ જે મનુષ્યને બદલે પોનિમાં જન્મવાની નેબત રમવી જાય તે હે પ્રભે! નંદરાજાની ગાય સાથે ચરવાનું મને સદ્ભાગ્ય સાંપડે એવી મારા મનની મુરાદ છે. કવિ આગળ કહે છે કે, જે હું પક્ષીની નિમાં જન્મે તે હે પ્રભો ! યમુનાજીના કાંઠે કઈ કદંબના ઝાડ પર મારો વાસ થાય એટલું તું કરે રે ! આ તે મુસલમાન કવિના ઉદ્દગારે છે. હિન્દુઓ તે ગંગા અને યમુનાને સદા ભાગવતી નદીઓ તરીકે જ ઓળખે છે. “મરણ પછી મારાં હાડકાં ગંગા અથવા યમુનામાં પધરાવાય તે સારું – એમ દરેક હિન્દુ ઇચ્છતે હોય છે. આ ઈચ્છામાં ગંગાયમુના તરફની તેમની પરમ ભાગવતી ભાવનાને પડઘે છે. આના માર્મિક પરમાર્થને ન સમજનારા આ વાતને ઉપહાસમાં પણ લઈ જઈ શકે. પરંતુ તેથી બગડવાનું તે કશું પણ નથી જ. મારી દષ્ટિએ તે એ ભાવનાઓ ઘણી પાવન અને સંઘરવા જેવી લાગે છે. મરતી વખતે ગંગા અથવા યમુનાના જળનાં બે ટીપાં મોંમાં મૂકવામાં આવે છે. આ બે ટીપાં એટલે ખુદ પરમાત્મા મમાં આવીને બેસે છે. ગંગા એટલે પરમાત્મા. અસ્તિત્વની સાક્ષાત્ પરમ કરુણા ગંગા યમુનાના રૂપમાં સતત વહી રહેલી છે. આપણી બહાર અને અંદરની બધી ગંદકી એ માતાએ પૈઈ રહી છે. એટલે ગંગા અને યમુનામાં જે પરમેશ્વર પ્રગટ થએલો નહિ દેખાય તે બીજે ક્યાં દેખાશે? ભાઈબીજને દિવસે પોતાના ભાઈને માટે અને યમુનાજીમાં સ્નાન કરનારા દરેક ભાવુકોને માટે બેન યમપાશમાંથી જે તેમની મુક્તિ માંગે છે તેમાં બેનના ક્યા અંગત સ્વાર્થની વાત છે? યમરાજ પાસેથી યમીએ માંગેલી ત્રીજી ભેટ પણ એવી જ પારમાર્થિકતા અને પવિત્રતાથી ભરેલી છે. બેનની ત્રીજી ભેટની માંગણી છે કે, ભાઈબીજના દિવસે બેનના આતિથ્યને સ્વીકાર કરનાર ભાઈનું અકાળ મૃત્યુ (કમત) ન થાય. ભાઈ તરફની અનન્ય મમતાના સાત્વિક સ્વરૂપનું આ પરમ શિખર છે. ભાઈના કલ્યાણની સતત આકાંક્ષાને આમાં મંગળ પડઘે છે. “મારે ભાઈ સદા સલામત રહે– બેનના હૃદયની એનાથી ઉત્તમ અને કલ્યાણપ્રદ આકાંક્ષા બીજી કઈ હોઈ શકે ? સમુદ્રથી ઘેડે દૂર તેને કઠે ઊભા રહીને જ, ઘૂ ઘૂ ઘૂઘવાટા ને ઊછાળા મારતા વિશાળ સાગરની આનંદમયી કીડાને આનંદ લૂંટી શકાય છે. પરંતુ જે સમુદ્રમાં પડે છે તે તે તેમાં ડૂબકાં ખાય છે. તેનાં નાક અને મેમાં પાણી ભરાય છે, તે ગુંગળાય છે, તેને સમુદ્રની તાંડવલીલાના અપ્રતિમ સૌંદર્યને અનુભવવાને આનંદ મળતું નથી. સંતપુરુષે સમુદ્રને કાંઠે ઊભા રહી સંસારને આનંદ લૂંટે છે. ભગવાન બુદ્ધ તે કહ્યું છે-“સંતે ઉત્તુંગ પર્વતનાં ઉન્નત શિખરો પર ઊભા રહી ત્યાંથી નીચે સંસાર તરફ જુએ છે એટલે આટલી ઊંચાઈએથી જેનારને સંસાર સુદ્ર દેખાય છે. આપણે પણ જે ઊંચે ચઢી જોતાં શીખીશું તે આ અફાટ ફેલાવે ક્ષુદ્ર લાગશે અને પછી સંસારમાં આપણું ચિત્ત ચુંટશે નહિ.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy