SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ : ભેઘા પાષાણ, છેલ્યાં દ્વાર મૃદુતાને સ્થાપે છે. પોતાના નાના ભાઇઓ જે ઉંમરમાં નાના હતા, પરંતુ દીક્ષા પર્યાયમાં મોટા હતા, તેમને વાંદવા જવા જ્યાં તેમણે કદમ માત્ર ઊઠાવ્યો ત્યાં તેમનું હદય અલૌકિક પ્રકાશથી ઝગમગી ઊઠયું. તે જ વખતે તેમને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ મૃદતા અને નમ્રતા વગર સાધના ફીકી બની જાય છે. નવા વર્ષના શુભ પ્રારંભમાં તમારા બધાના મોઢા ઉપર રાગ, દ્વેષના વિકારની વિકૃતિને બદલે સંસ્કૃતિની પ્રતિભા અને આભાના આજે સ્પષ્ટ દર્શન થાય છે. નવા વર્ષને પ્રારંભ જે મંગળરૂપે થાય તે આખું વર્ષ સુધરે એવી ઊંડે ઊંડે જે તમારી ગણતરી છે તે આજે તમને પ્રભુતાનું સૌદર્ય બક્ષે છે. આપણું અંતઃકરણ એ આપણું ઘર છે. કામ, ક્રોધ, વૈર, ઝેર, ઈર્ષા, અસહિષ્ણુતા આદિ વિકારથી શૂન્ય, અહંકારથી રહિત એવું શાંત અને પ્રસન્નચિત્ત એક ભવ્ય અને દિવ્ય પ્રાસાદ છે. રાગ, દ્વેષ, હિંસા, આવેશ, પ્રતિસ્પર્ધા અને માયા શલ્યથી ભરેલા અંતઃકરણ વિષે એમ કહી શકાય નહિ. સુરીલા લયબદ્ધ સંગીતથી ભરેલું, સ્વચ્છ, શાંત, પ્રશાંત, સ્વર્ગ સમું ઘર બનાવવાનું કામ આપણે જ હાથમાં છે. માણસ ધારે તે પિતાનાં અંતઃકરણને ભવ્ય અને દિવ્ય પ્રાસાદ પણ બનાવી શકે છે અને ધારે તે તેને અંધારી ભયંકર ગુફા પણ બનાવી શકે છે. આજના નવા વર્ષથી, આજ સુધી જે તમે બહારના દીવડાઓ પ્રગટાવતા આવ્યા છે તેને બદલે અંતરની જ્ઞાન- ત પ્રગટાવવા સંકલ્પશીલ બને. જ્ઞાનશૂન્ય જીવન દીનતાથી ભરેલું હોય છે. જ્ઞાનના પ્રકાશના અભાવે જીવનમાં દરિદ્રતાને પ્રવેશ થઈ જાય છે, જીવન અધુરું અને અપૂર્ણ લાગ્યા કરે છે, માટે સતત જ્ઞાન મેળવવાની ઉત્કટ ભાવના જગાડવા પ્રયત્ન કરે ! જ્ઞાન એ એક અસાધારણ શકિત છે. નીતિકારે પણ આ વાત સાથે સહમત છે. “ ચ વર્ક ફાર્થ यस्यनास्त्यन्ध अव सः' આજે લો કે નેત્ર વિહેણું માનવીઓ માટે મૃત્યુ વખતે પિતાની આંખે ચક્ષુ બેંકને સમપી કૃતકૃત્યતાને અનુભવ કરતા હોય છે. તેમના મનથી પિતાના અંત સમયે પિતાના હાથે થએલું આ એક પરમ પુણ્ય કાર્ય છે. જે નેત્રહીનને આંખો આપવી એ એક પુણ્ય કાર્ય હોય તે અજ્ઞાનીને જ્ઞાન આપી અન્તર્ચક્ષુ પ્રદાન કરવાનું કાર્ય તે તેના કરતાં પણ મહત્તર પુણ્યનું છે. એટલેજ ઉપર જણાવેલ છે કે, પ્રકૃતિએ આપણને આપેલાં આ નેત્ર, નેત્રે હોવા છતાં, જેના શાસ્ત્રનાં જ્ઞાનરૂપ ચક્ષુઓ ઊઘડ્યાં નથી તેની પાસે પ્રકૃતિ પ્રદત્ત નેત્રે હોવા છતાં, તે આંધળે જ છે. માટે જ્ઞાન શાળાઓમાં છૂટે હાથે દાન કરજે, જ્ઞાનની પરબ ઉઘાટિત કરશે કે જેથી જીવે સરળતાપૂર્વક જ્ઞાનને દિવ્ય પ્રકાશ મેળવી પિતાનું અને બીજાનું કલ્યાણ કરી શકે. મારણાંતિક ઉપસર્ગ વખતે સ્કંધ સુરિના ૫૦૦ શિષ્યોએ જે નિશ્ચલતા, પ્રભુપરાયણતા અને સ્વરૂપ નિષ્ઠતાને જમ્બર પરિચય આપ્યું તે આવા આત્મજ્ઞાનના દિવ્ય પ્રકાશને જ આભારી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy