SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ પર્વ દીપાવલી : ૬૪૩ વિક્રમ સંવતનું મૂળ આવા ચેપડા અને આવા સરવૈયામાં સમાએલું છે. આજ કારણથી વિક્રમનું નામ સોના ચોપડા સાથે જોડાઈ ગયું. તે કદી ભુંસાઈ શકાવાનું નથી. તે અમર બની ગયું છે. સામાન્યતયા માણસ પોતાના નામને ટકાવી રાખવા પુત્રની અભિલાષા રાખે છે અને પ્રારબ્ધની નબળાઈના કારણે જે પોતે પુત્રજન્મથી વંચિત રહી જાય તે પિતાના વંશ અને નામને ટકાવવા માટે તે દત્તકપુત્રથી સંતુષ્ટિની અનુભૂતિ કરે છે. આમ પુત્રથી ચાલનારી પરંપરા ક્યાં સુધી ચાલે તે તે ઈશ્વર જાણે, પરંતુ રાજા વિક્રમે ઊભી કરેલી પરંપરા આપણું સૌના મનમાં અને ચેપડામાં એવી રીતે તે છેતરાઈ ગઈ છે કે તે કદી પણ વિસ્મૃત થશે નહિ. ચોપડા પૂજન કરી તમે સૌ તમારા ચોપડાના મંગળ પ્રારંભમાં આ મંગળ લખે છે અભયકુમારની બુદ્ધિ હે, શાલિભદ્રની સમૃદ્ધિ હો, કૈવન્નાનું સૌભાગ્ય હો, ગૌતમ સ્વામીની લબ્ધિ હેજે. આ જાતનું માંગલિક લખાણ લખી જે માંગવાનું હતું તે બધું માંગી લીધું, જે ભાવના ભાવવી હતી તે ભાવી લીધી. બધાં મંગળ તમારે ત્યાં રમતાં થાય, એવી તમારી મંગળ ભાવના છે. તમારું આ લખાણ તમારા અંતઃકરણની ભાવનાનું પ્રતિબિંબ પાડે છે. ત્રણ મીંડાં કરી દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીએ કશું જ ખૂટું ન કરવાને સંક૯પ પણ જાહેર કર્યો. લાભ અને શુભ લખી સાર્વત્રિક મંગળની વ્યાપક ભાવનાને પડશે પણ પાડે. પરંતુ પિસા મેળવતી વખતે અભયકુમાર અને શાલિભદ્ર જેવી સદ્બુદ્ધિ, સવિચાર અને સદ્વર્તન રહે છે ખરાં? તમારા ચોપડા સાચા અને વ્યવસ્થિત હોય છે ખરા ? ગરીબોના શેષણના લેહીથી ખરડાએલા તે નથી હોતા ને? તમારા ચોપડા જે નિચ્છળ, પવિત્ર અને નિર્દોષ ભાવનાથી લખાતા હશે તો અવશ્ય તમારે ત્યાં સૌભાગ્ય, સમૃદ્ધિ, સુખ અને લબ્ધિ રમ્યાં કરશે. અન્યથા દેવ, ગુરુ, ધર્મ, લાભ અને શુભને છેતરવાના પાપમાંથી તે બચી શકશે નહિ. દિવાળી માટે એક માન્યતા એવી છે કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે આજના દિવસે રાવણને હરાવી, સીતાજીને લઈ લંકાથી અયોધ્યામાં મંગળ પ્રવેશ કર્યો હતે. તેમના પ્રવેશના આ દિવસને જનતાએ ઉત્સાહ અને ઉમંગથી અસંખ્ય દીપમાલા પ્રગટાવી ઊજવ્યું હતે. આજે વિશ્વમાં ક્યાંય -શાંતિરૂપી સીતાનાં દર્શન થતાં નથી. લેભરૂપી રાવણે શાંતિરૂપી સીતાનું અપહરણ કર્યું છે. બિચારા રાવણને તે માત્ર દશ જ માથાં હતાં. પરંતુ આ લેભરૂપી રાવણનાં તે સેંકડે માથાં છે. આ તૃષ્ણારૂપી રાવણને નાશ કર્યા વગર શાંતિરૂપી સીતાના દર્શન અશક્ય થશે. દીવાળી એટલે કષાયરૂપી રાવણ ઉપર વિજય મેળવ્યાની યાદી આપતી રેશની. રાવણ મરા અને શ્રીરામને વિજય થયો. ભારતને રંજાડનારા દુષ્ટો હાર્યા અને મરાયા.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy