SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ પર્વ દીપાવલી : ૩૯ ગયા કે, હજી સુધી મને કેમ કેવળજ્ઞાન ન થયું ? તે વખતે ભગવાને તેની અનુપલબ્ધિનું કારણ બતાવતાં કહ્યું કેઃ “ગૌતમ! ઘણા થી તું મારા સ્નેહમાં બંધાએલ છે. અનેક દેવ તેમજ મનુષ્ય ભવમાં આપણે સાથે રહેલા છીએ અને અહીંથી આયુષ્ય પૂર્ણ કરીને પણ આપણે બને એક જ સ્થાને પહોંચીશું. પરિનિર્વાણ પૂર્વે ભગવાને ગૌતમને પાસેના ગામમાં દેવ શર્માને પ્રતિબોધ આપવા મોકલી દીધા હતા. તેઓ તરત જ પાછા ભગવાનનાં ચરણોમાં પહોંચી જવા માંગતા હતા, પરંતુ સૂર્યાસ્ત થઈ જવાથી ત્યાં જ રોકાઈ ગયા. રાત્રે આકસ્મિક ભગવાનનાં નિર્વાણના સમાચાર સાંભળતાં તેઓ શોકમગ્ન થઈ ગયા. શેક કરતા તેઓ કહેવા લાગ્યાઃ “પ્રભો ! નિર્વાણના દિવસે જ કયા કારણે આપે મને જુદા પાડો? અંત સમયે મને દર્શનથી કેમ વંચિત રાખ્યો?’ આ રીતે કેટલોક સમય ભાવપ્રવાહમાં વહ્યા બાદ તેમને સારેયે શેક વિપરીત દિશામાં રૂપાંતરિત થઈ ગયે. હવે ગૌતમ આર્તધ્યાનમાંથી શુકલ યાન યાવતા થઈ ગયા. કલ્પસૂત્ર કહે છે કે- રાજા च ण समणे भगव' महावीरे कालग जाव सव्व दुक्ख पहीणे त रयणिं च ण जेटस्स गोयमस्स इह भूईस्स अणगारस्स अन्ते वासिस्स नायमे पेज्जबंधणे वाच्छिन्ने अणं ते अणुत्तरे जाव केवलवरनाणदंसणे समुप्पन्ने । જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમનાં સંપૂર્ણ દુખે નષ્ટ થઈ ગયાં, તે રાત્રે તેમના પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ અણગારનું ભગવાન મહાવીર સાથે જે પ્રેમ બંધન હતું તે વિચ્છિન્ન થઈ ગયું અને ઇન્દ્રભૂતિ અણુગારને અંતરહિત ઉત્તમોત્તમ યાવત્ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. जरयणिं च ण समणे जाव सव्वदुक्ख पहीणे त रयणिं च ण नव मल्लई नव लिच्छई कासी कासलगा अटारसवि गणरायाणा अमाबसाओ पारात्रोय पोसहाववास पवईसु गते से भावुज्जो दव्बुजोय करिस्सामा । ... જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમના સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં તે રાત્રે કાશી દેશના અલવી વંશીય નવ ગણ રાજા અને કોશલ દેશના લિચ્છવી વંશીય બીજા નવ ગણ રાજા આમ આ રીતે અઢાર ગણ રાજા અમાવાસ્યાના દિવસે અઢાર પહેરને પૌષધોપવાસ કરીને ત્યાં રહેલા હતા. તેઓએ એ વિચાર કર્યો કે, ભાવઉદ્યોત–એટલે જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ ચાલ્યા ગયા છે તેથી અમે દ્રવ્ય ઉદ્યોત કરીશું. આસો વદ અમાવાસ્યાની રાત્રિમાં ભગવાન મહાવીર મોક્ષે પધાર્યા. તે રાત્રિ દેવેની આવજાથી પ્રકાશિત થઈ ગઈ. અઢાર ગણુ રાજાઓએ તે સમયે પૌષધોપવાસ કર્યો હતે. તેઓએ જોયું કે, જ્ઞાનરૂપી લોકોત્તર પ્રકાશ વિલીન થઈ ગયું છે. સમસ્ત સંસાર અંધકારથી છવાઈ ગએલ છે. તે કારણે દેએ દ્રવ્ય ઉદ્યોત કરેલ છે. હવે આપણે ભગવાન મહાવીરના જ્ઞાનના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy