SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ તમોગુણ અને તેને ઉપાય : ૬૨૫ અને સાવધાન રહો ! ક્ષણેક્ષણને હિસાબ રાખે એટલે અનવધાનપણને રોગ નાબૂદ થશે અને આળસને પ્રવેશવાની બિલકુલ જગ્યા મળશે નહિ. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીના સંવાદ વિષય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમા અધ્યયનને સ્વાધ્યાય ચાલી રહ્યો છે. શ્રી કેશીકુમાર શ્રમણને આ છેલે પ્રશ્ન છે, જેને જવાબ શ્રી ગૌતમ સ્વામી આપી રહ્યા છે. યાદ રાખજો, જ્યાં સાધનાની પરાકાષ્ટા છે ત્યાં સિદ્ધિ સામે ચાલી, હાથ જોડીને ઊભી રહે છે. જેને જ્યાં પહોંચવાનું છે, તેના નામના માત્ર જપ કરવાથી તે પિતાના અભીષ્ટ સાયને મેળવી નહિ શકે. તેને મેળવવા માટે તે તે માટેના એગ્ય પુરુષાર્થની અપેક્ષા છે. દાખલા તરીકે, જેને દિલ્હી પહોંચવું છે તે “દિલ્હી, દિલ્હી” જાપ જપતે ઝાડ નીચે બેસી રહેશે તો દિલ્હી આવું રહેશે ને પિતાને ઝાડ નીચે જંગલમાં બેસી રહેવાને વારે આવશે ! દિલ્હીની યાદમાં ને યાદમાં રસ્તામાં આરામ લેવા ભશે તે સાધ્ય મેળવવાના આરામથી વંચિત રહી જશે. જેને પહોંચવું છે તેને તે ચાલવાનું કામ ! તેણે તે ચાલવાની મહેનત ચાલુ જ રાખવી જોઈએ ! તેમાં જ મંડયા રહેવું જોઈએ એટલે દિલ્હી પહોંચી જવાય ! મેક્ષના માત્ર પુરુષાર્થહીન સ્મરણથી તેની મહેનતમાં, તેની સાધનામાં શિથિલતા પેદા થશે અને મેક્ષ આઘે જશે. મોક્ષની વાત મનમાંથી સમૂળગી કાઢી નાખવી અને તેની સતત સાધનામાં મંડયા રહેવું એજ મેક્ષને પાસે લાવવાને ઈલાજ છે. નિષ્ક્રિયતા અને આરામની કશી જ અપેક્ષા રાખ્યા વગર, માત્ર સાધનાના માર્ગો તરફ એકાંત ધ્યાન કેન્દ્રિત રહે અને નિષ્ઠાપૂર્વક સાધનાના માર્ગમાં સતત પ્રગતિ થતી રહે તેની લગની, તેની રઢ, જે અનવરત લાગી રહે તે તે નિરબાધ, શિવસ્વરૂપ મોક્ષનું પરમોચ્ચ સ્થાન અવશ્ય પ્રાપ્ત થાય. જવાબ જવાબની બૂમ માર્યા કરવાથી દાખલાને જવાબ આવતો નથી. જે રીત આવડતી હોય તે રીતથી એક પછી એક પગલું લેતાં લેતાં જ જવાબ લાવી શકાશે. તે રીત જ્યાં પૂરી થશે ત્યાં જવાબ ચોક્કસ આવી જશે. સમાપ્તિ પહેલાં સમાપ્તિ કયાંથી થાય? રીત પૂરી કર્યા વગર જવાબ ક્યાંથી આવે? આ આજના પ્રશ્નની સામાન્ય પૂર્વભૂમિકા બતાવ્યા પછી શાસ્ત્રના મૂળ પાઠ પર આવીએ. निव्वाण' ति अबाहं ति सिद्धि लोगग्ग मेवय । खेम सिव अणाबाह जचरन्ति महेसियो । त ठाण सासय वास लोगग्गंमि दुरासह । ज संपत्तान सायंति भवो हंतकरा मुणी ॥ અર્થાત્ – જે સ્થાન મહર્ષિ મેળવે છે તેનું નામ નિવણ છે. તે અબાધ છે, સિદ્ધિ છે, લેકાગ્ર છે, ક્ષેમ શિવ અને અનાબાધ છે. ભવ પ્રવાહને અંત લાવનાર મુનિ જેને પ્રાપ્ત કરીને શેકમુકત બને છે તે લેકના અગ્રભાગમાં શાશ્વતરૂપ છે, ત્યાં પહોંચવું અઘરું છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy