SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અને સાધના : ૬૧૯ વ્યકિતની શરીરયાત્રા એટલે આજીવિકા તે ચાલશે જ પરંતુ તેના શરીર અને બુદ્ધિ વધારે પવિત્ર, સાત્વિક અને પારદર્શક થઈ જશે. જેની વચ્ચે રહી તે પિતાને વહેવાર ચલાવે છે તે સમાજને પણ કાયાકલ્પ થઈ જશે. જીવનમાં દંભને અવકાશ રહેશે નહિ અને જીવન ધન્ય બની જશે. કર્મયોગીનાં કર્મમાં સામાન્ય માણસોના કર્મ કરતાં એક જાતની દિવ્યતા અને પ્રભુતા હશે. કારણ તેને માટે કર્મ પ્રભુપૂજા બની જશે. કર્મ તેને જપ થઈ જશે. કર્મની આરાધના તેના મંત્રની આરાધના બની જશે. કર્મમાં જ તેનું સર્વસ્વ સમાએલું હશે. યાદ રાખજે, ઊંડી ખેડ અને જમીનમાં ભેજ, બન્ને હશે તે જ અનાજના કણસલાં કાંડા જેવાં માતબર થશે. સારાં કામે અને પ્રભુપરાયણતાની ભીનાશથી જ કર્મ જાગતિક મટી કેત્તર બની જશે. આપણે ત્યાં પરમાર્થ શબ્દને ભારે દુષ્પગ થયે છે. પરમાથને અર્થ આપણે ઈશ્વરાથીં કરીએ છીએ. ફલતઃ એવા ઇશ્વરાર્થી દક્તિને હાથપગ હલાવવાના હેતા નથી. તે કાર્ય કરે તે તેની પારમાર્થિકતા લાજી મરે. તે ભૂલી જાય છે કે, મેંગેશ્વર ગણાતાં શ્રીકૃષ્ણને પણ, અર્જુનને યુદ્ધમાં સારથિની સેવા આપતાં, યુદ્ધ સમાપ્તિ પછી રથના ઘેડાના ઘાને ઉપચાર કરતાં, ઘોડાની શાંતિ માટે ખરેરે કરતાં, રાજસૂય યજ્ઞ પ્રસંગે પધારેલા મહેમાનની એંઠી પાતળ ઉપાડતાં કર્મો તે કરવાં જ પડયાં છે. અને અંતે એ પણ કોઈએ ચમારનું કામ, કેઈએ દરજીનું કામ, કેઈએ કુંભારનું કામ, તે કેઈએ વણકરનું કામ, કેઈએ વાણિયાનું કામ તે કેઈએ હજામનું કામ અને કેઈએ. મરેલાં હેરને ખેંચી જવાનું કામ કર્યું જ છે અને આમ કામ કરતાં કરતાં તેઓ મુકત થઈ ગયા છે. શ્રી કેશીકુમાર શ્રમણને શ્રી ગૌતમ સ્વામી ગર્ભિત નિર્દેશ કરે છે કે, મરણનું પ્રતિક્ષણ મરણ રાખી જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે, મરણની ભયાનકતાને સરળતાથી સામને કરી શકાય. એકનાથના જીવનને એક પ્રસંગ છે. એક ગૃહસ્થ એકનાથને પૂછયું : “પ્રભે ! આપનું જીવન આટલું નિષ્પાપ અને નિચ્છલ કેમ છે ? તમે કઈ પર ગુસ્સે થતા નથી, કેઈ સાથે મનદુઃખ નથી. સો ઉપર એકાન્ત પ્રેમની અમી વર્ષા કરી શકો છો અને અમારું જીવન એવુ કેમ બનતું નથી ?” એકનાથે જવાબ આપ્યો: “મારી વાત તે રહેવા દે, ભાઈ ! મને એક વાતની જાણ થઈ છે કે આજથી સાત દિવસ પછી તમારૂં મરણ છે.” નાથે કહેલી વાતને બેટી પણ કેણ માને ? તે માણસ તે હેબતાઈ ગયે. સત્વર પિતાને ઘેર આવ્યા. બધી સોંપણ નોંધણની વાત કરવા માંડી. માનસિક અસર વધી જતાં મૃત્યુના ભયથી તે માંદે પડે. છ દિવસો આ રીતે વીતી ગયા. સાતમા દિવસે શ્રી એકનાથ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy