SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ર : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વારા આ કેણ પુરુષ છે જે ચેતન અચેતન સમસ્ત પદાથ જાત સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષા સસ્વરૂપજ છે એમ નથી માનતે અને પરદ્રવ્ય, પક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષા અસસ્વરૂપ જ છે એમ નથી માનતે. કારણ, એમ સ્વીકાર્યા વગર કેઈપણ ઈષ્ટ તત્વની વ્યવસ્થા સંભવિત નથી. ઈષ્ટ તત્વની વ્યવસ્થા શકય નથી એ વિષે વધારે સ્પષ્ટતા કરતા દાર્શનિકે કહે છે કે, વસ્તુનું વડુત્વ શું છે? એના જવાબમાં કહી શકાય છે કે, જે વ્યવસ્થાથી સ્વરૂપનું ઉપાદાન અને પરરૂપનું અપહન થાય તે જ વસ્તુનું વસ્તુત્વ છે. આમ છતાં જે આ વ્યવસ્થાને સ્વીકાર નથી કરતા તેમની સામે જે આપત્તિઓ ઊભી છે, તેની સ્પષ્ટતા કરતા દાર્શનિક વિદ્વાને કહે છે (૧) જે સ્વરૂપની માફક પરરૂપથી પણ વસ્તુને અસ્તિરૂપ સ્વીકાર કરવામાં આવે તે જેટલા પણ ચેતનાદિક પદાર્થો છે, તે જેમ સ્વરૂપથી ચેતન છે તેમ તે અચેતન આદિ પણ થઈ જશે. (૨) પરરૂપથી જેમ તે પદાર્થોનું અસત્વ છે તેમ સ્વરૂપથી પણ જે તેનું અસત્વ માની લેવાય તે સ્વરૂપાસ્તિત્વના અભાવમાં સર્વથા શૂન્યતાને પ્રસંગ આવીને ઊભું રહેશે. (૩) સ્વદ્રવ્યની જેમ પરદ્રવ્યથી પણ જે વસ્તુમાં સત્વ સ્વીકારી લેવામાં આવે તે દ્રવ્યોના પ્રતિનિયમમાં વિરોધ આવીને ઊભું રહેશે. ઉપર જણાવેલા દેષની પ્રાપ્તિ ન થાય તે માટે દરેક ચેતન–અચેતન દ્રવ્યને સ્વરૂપથી સરૂપ જ અને પરરૂપથી અસદ્ રૂપ જ માનવું જોઈએ. ઘટને સ્વાત્મા શું છે અને પરાત્મા શું છે? તેને વિવિધ દૃષ્ટિએથી ઉહાપોહ કરે ઈષ્ટ માની તત્વાર્થવાતિક કારે જે કહ્યું છે તેને સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે ૧. જે ઘટ બુદ્ધિ અને ઘટ શબ્દની પ્રવૃત્તિને હેતુ છે તે ઘટને સ્વાત્મા છે અને જેમાં ઘટ બુદ્ધિ અને ઘટ શબ્દની પ્રવૃત્તિ નથી હોતી તે પરાત્મા છે. ઘટ સ્વાત્માની. દૃષ્ટિથી અસ્તિ રૂપ છે અને પરાત્માની દૃષ્ટિથી નાસ્તિરૂપ છે. ૨. નામઘટ, સ્થાપનઘટ, દ્રવ્યઘટ અને ભાવઘટ આમાંથી જ્યારે જે વિવક્ષિત હોય તે સ્વાત્મા અને તદિતર તે પરાત્મા. જે તે સમયે વિવક્ષિતની માફક ઈતર રૂપથી પણ જે ઘટ માનવામાં આવે અથવા ઈતર રૂપથી જેમ તે અઘટ છે તેમ વિરક્ષિત રૂપથી પણ તે અઘટ માની લેવાય તે નામાદિ વ્યવહારના ઉચ્છેદને પ્રસંગ આવી જાય. ૩. ઘટ શબ્દથી વાચ સમાન ધર્મવાળા અનેક ઘટમાંથી વિવક્ષિત ઘટતું ગ્રહણ કરવા પર જે પ્રતિનિયત આકાર આદિ છે તે સ્વાત્મા અને તેનાથી ભિન્ન અન્ય પરાત્મા. જે. ઈતર ઘટના આકારથી પણ તે ઘટ અસ્તિત્વ રૂપ થઈ જાય તે બધા ઘટે એક ઘટરૂપ થઈ જશે અને આવી સ્થિતિમાં સામાન્યના આશ્રયથી થનારા વ્યવહારને લેપ થઈ જશે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy