SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ : ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર કર્મોનું ફળ ઈશ્વરાયત્ત માન્યા પછી પણ ઈશ્વર જડ ભરતની માફક પિતાની ઈચ્છા મુજબને બેફામ નિર્ણય નથી આપી દેતે. ઈશ્વર પણ તેનાં ફળને નિર્ણય, છ વડે કરવામાં આવેલા શુભાશુભ કર્મોના અનુરૂપ જ કરે છે. नादत्ते कस्यचित् पाप न चैव सुकृत विभुः ।। અર્થાતુ-પરમાત્મા કેઈનાં પાપ પણ લેતા નથી અને પુણ્ય પણ લેતા નથી. એટલે પ્રાણી માત્રને પિતાનાં સારા નરસાં કર્મોનુસાર સુખ દુઃખ ભોગવવાં પડે છે. આ રીતે ઈશ્વરને જે સૃષ્ટિને સુષ્ટા માનનારા દર્શને છે તેમના મતથી પણ પરમાત્માથી ભિન્ન કર્મફળ યથેષ્ટ કર્માનુસાર ન્યાયી રીતે આપનારી બીજી કઈ વ્યકિત હોઈ શકે છે? જૈનદર્શન તે સૃષ્ટિના નિયંતા તરીકે ઈશ્વરને સ્વીકાર કરતું નથી તે પછી કર્મ ફળ આપવામાં તેની હસ્તિને સ્વીકાર પણ ક્યાંથી સંભવી શકે ? તે પછી કર્મ ફળ આપનાર કઈ શકિત છે? પિદુગલિક એવા કર્મોમાં તે તે શક્તિની શક્યતા નથી. કારણ, તે અચેતન છે અને અચેતનમાં નિર્ણયશક્તિ સંભવે જ કયાંથી? અને તેથી તે સારા નરસાં પિતાનાં કર્મોનાં ફળ આપી પણ કેમ શકે? આ માટે તે અવશ્ય કઈ બુદ્ધિમાન ચેતના હોવી જોઈએ. જેનદર્શનની માન્યતા છે કે, કર્મ પિતાનું ફળ પિતાની મેળે જ આપી દે છે. તેમાં બીજા કેઈ ન્યાયાધીશને વચ્ચે લાવવાની જરૂર નથી. માણસ ગરમીના દિવસે હોય, ચટાકેદાર ગરમ ભજિયા ખાતે હોય, ભજિયા ખાઈ તડકામાં ઊભું રહે અને ઈચ્છે કે મને તરસ ન લાગે, તે તેની ઈચ્છા માત્રથી તરસ રેકાઈ જતી નથી. પિતાની મેળે તેને અવશ્ય તરસ લાગી જ જવાની. માણસ દારૂને ઉપગ કરે અને તેને મૂછ ન આવે તે સંભવિત નથી. તેને અવશ્ય મૂછાં આવવાની. દૂધ પીવાથી અવશ્ય શરીરમાં પુષ્ટિ આવવાની તેનું ફળ આપવા બીજા કોઈ નિયામક તત્ત્વના સ્વીકારની જરૂર નથી. એવી જ રીતે જીવના દરેક માનસિક, વાચિક અને કાયિક કંપન-પરિપંદનની સાથે જે કર્મ પરમાણુ જીવ તરફ આકૃષ્ટ થઈ, રાગદ્વેષના નિમિત્તને પામી, જીવ સાથે બંધાઈ જાય છે તે કર્મ પરમાણુઓમાં પણ દારૂ અને દૂધની માફક સારી નરસી ફળ આપવાની શકિત હોય જ છે. આવી શકિત જીવના સંબંધથી વ્યક્ત થઈ તેના ઉપર પિતાને પ્રભાવ જમાવે છે. તે શકિતના પ્રભાવથી મુગ્ધ થએલો જીવ એવાં કામ કરે છે કે જે તેના માટે સુખદાયક અને દુઃખદાયક હોય છે. જે કર્મ કરતી વખતે જેના ભાવ સારા હોય છે તે બંધને પ્રાપ્ત થતાં કર્મ પરમાણુઓ ઉપર તેને સારો પ્રભાવ પડે છે અને કાળાંતરમાં તેનાં ફળ પણ સારાં મળે છે. અને જે કર્મોપાર્જન કરતાં નબળા ભાવ હોય છે તે તેની અસર પણ ખરાબ પડે છે અને કાળાન્તરમાં તેનાં ફળ પણ ખરાબ જ હેય છે. માનસિક ભાવની અચેતન વસ્તુઓ ઉપર કેવી અસર થાય છે તે વાતને યથાર્થ સમજવા માટે જરા આયુર્વેદ શાસ્ત્રના ભજન સંબંધેના નિયમોની સૂક્ષમતામાં ઊતરવું જોઈએ. તદનુસાર
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy