SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ઘટની ઉત્પત્તિમાં કુંભાર નિમિત છે, તેમ છવની વિપરિણતિમાં પણ કર્મ નિમિત્ત છે. યાદ રાખજે, સંસારનું પ્રમુખ કારણે કર્મ છે. જે વસ્તુઓ તમને દેખાય છે તે સંસાર નથી, તે તે જીવન વિકારી ભાવ છે, જે કર્મના સદ્ભાવમાં ઉપલબ્ધ થાય છે. એટલે સંસાર અને કર્મમાં અવિનાભાવ સંબંધ છે. પંચાસ્તિકાયમાં આ સંબંધની સ્પષ્ટતા કરતાં કહે છે કે जो खलु संसारत्थो जीवा तत्तो दु हादि परिणामो । परिणामादो कम्म कम्मादा होदि गदीसु गदी ॥ गदिमधिगदस्सदेही दे हादो इंदियाणि जायते । ते हिं दु विसयगहणं तत्तो रागाव दोसावा ॥ जायदि जीवस्सेव भावो संसारचक्कवालम्भि । इदि जिण वरेहिं भणिदो अणादिणि धणो सणिधणोवा ।। જે જીવ સંસારમાં અવસ્થિત છે તેને રાગદ્વેષરૂપ વિકાર થાય છે. રાગદ્વેષના પરિણામેથી કર્મ બંધાય છે. કર્મોથી ગતિમાં જન્મ લેવું પડે છે. જન્મથી શરીર ઉત્પન્ન થાય છે. શરીરની ઉપલબ્ધિથી ઈન્દ્રિયોને આવિર્ભાવ થાય છે. ઈન્દ્રિયેથી વિષયનું ગ્રહણ થાય છે અને વિષય ગ્રહણથી રાગદ્વેષરૂપ પરિણામ થાય છે. જે જીવ સંસારનાં ચક્રમાં પડેલ છે તેની આવી અવસ્થાઓ થાય છે. આ પ્રવાહ અભવ્ય જીવની અપેક્ષાએ અનાદિ અનંત છે અને ભવ્ય જીવની અપેક્ષાએ અનાદિ સાન્ત છે. કર્મનો સામાન્ય અર્થ ક્રિયા થાય છે. ક્રિયાઓ તે જેવી આપણે જાણીએ છીએ તેવી અનેક છે. ભણવું, ખાવું, પીવું, કૂદવું આદિ અનેક ક્રિયાઓ છે. તે જડ અને ચેતન બનેમાં ઉપલબબ્ધ છે. કમને સંબંધ છે જીવન સાથે છે એટલે જડની માત્ર કિયા અત્રે વિવક્ષિત નથી. મુકત છવ નિષ્ક્રિય છે. ભગવતી સૂત્રમાં તે “મfશે રિ”િ સિદ્ધના છમાં પરિસ્પન્દરૂપ વિર્ય પણ નથી. તે આકાશની માફક નિપ અને નિષ્કપ હોય છે. અહીં કર્મને અર્થ કિયા એટલે પરિપબ્દ છે. આ પરિસ્પન્દાત્મક ક્રિયા માત્ર પુદ્ગલ અને સંસારી જેમાં પ્રાપ્ત થાય છે. એટલે સંસારી જીની પ્રતિ સમયે પ્રતિસ્પન્દાત્મક જે ક્રિયાઓ થાય છે તે કર્મ કહેવાય છે. કમને મુખ્ય અર્થ તે આ જ છે, છતાં પણ તેનાં નિમિત્તથી, જે પુલ પરમાણુ જ્ઞાનાવરણાદિ ભાવને પામે છે તે પણ કર્મ કહેવાય છે. કથા મન વિષે ઇક્ષિણાનાં વિવિધરતીનgsqટાનાં મહિ માન રામ: तथा पुद्गलानामपि आत्मस्थितानां योगकषायवशात् कर्मभावेन परिणामो वेदितव्यः' જેમ પાત્રવિશેષમાં નાખેલા અનેક રસવાળા બીજ, પુષ્પ અને ફળનું મદિરારૂપે પરિણમન થાય છે તેમ આત્મામાં સ્થિત પુગેલેનું પણ લેગ તેમજ કષાયના કારણે કર્મરૂપે પરિણમન થાય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy