SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર य अवमुक्त्वा नयपक्षपात स्वरूपगुप्ता निवसंति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्तास्तव साक्षादमृत पिवन्ति ॥ જે નાના પક્ષપાતને છેડી સદા પિતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ નિવાસ કરે છે તે વિકલ્પ જાળથી રહિત, શાન્ત ચિત્ત થતાં, સાક્ષાત્ અમૃત પાન કરે છે. ઉપર્યુકત કથન કર્યા પછી, આચાર્ય અમૃતચંદ્ર અને તેના વિષયને ઉપસ્થિત કરી, કેઈને પણ આશ્રય શુદ્ધ આત્મા માટે પક્ષપાત શૂન્ય નથી એમ જણાવે છે. એટલે જે તત્વજ્ઞ પક્ષપાતથી રહિત હોય છે તેને ચિસ્વરૂપ આ જીવ સતત ચિસ્વરૂપ જ છે. મોક્ષમાર્ગમાં સાધકને માટે એક માત્ર નિશ્ચયનય આશ્રય કરવા ગ્ય હોવાથી તેને જ પક્ષ ગ્રહણ કરે જોઈએ એમ જે કહેવાય છે તે કથન ક્યાં સુધી ઉચિત છે તેને આચાર્ય અમૃતચંદ્ર જવાબ આવે છે. તદનુસાર उभयनय विरोध ध्वंसिनि स्यात्पदांके । जिनवचसि रमन्ते ये स्वय वान्तमोहाः ॥ सपदि समयसार ते पर ज्योति सच्चै । रनयमनय पक्षा - क्षुण्णभीक्षत अव ॥ નિશ્ચય અને વ્યવહાર આ બે નયેના વિરોધને ધ્વંસ કરનારા સ્ટાપદથી લાંછિત અને જિનવચનમાં મેહનું સ્વયં વમન કરી જે રમનારા હોય છે તેઓ નય પક્ષથી રહિત, સનાતન અને અતિ ઉત્કૃષ્ટ પરમ જ્યોતિ રવરૂપ સમયસારને શીધ્ર જુએ છે. આથી તે આ રીતે પ્રતીત થાય છે કે, નિશ્ચય અને વ્યવહારને સમાન મહત્વ આપવું જોઈએ; અન્યથા એકાંતના આગ્રહી થઈ જવાથી ક્ષમાગી થઈ શકાય નહિ. જ્યાં સુધી જીવના સ્વરૂપ અને તેની બંધયુક્ત અવસ્થાની સાથે નિમિત્ત-નૈમિત્તિક ભાવ આદિને જાણવાનો પ્રશ્ન છે ત્યાં સુધી તે બન્ને નયેના વિષને હૃદયંગમ કરવાની વાત અનિવાર્ય છે. જ્યાં તે જાણે છે કે, વ્યાર્થિક નયની દષ્ટિથી જ્ઞાયક સ્વભાવ હું એક છું, નિત્ય છું અને ધ્રુવ ભાવરૂપ છું અને જે નર-નારકાદિરૂપ વિવિધ પર્યાય અને મતિજ્ઞાનાદિ રૂપ વિવિધ ભાવ દૃષ્ટિગોચર થઈ રહ્યા છે, તે મારા ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં નથી. તે એ પણ જાણે છે કે, વ્યવહાર દ્રષ્ટિથી વર્તમાનમાં જે નર-નારકાદિ અવસ્થાઓ અને મતિજ્ઞાનાદિ ભાવ દષ્ટિ ગોચર થઈ રહ્યા છે તે બધી અવસ્થાઓ અને ભાવે જીવનાં જ છે. આ જીવ જ અજ્ઞાનને કારણે કર્મોથી સંયુક્ત થઈ વિવિધ અવસ્થાઓને પાત્ર થઈ રહ્યો છે. તે પિતાના અજ્ઞાનને ત્યાગીને જ મેક્ષને પાત્ર થઈ શકશે. આ રીતે જીવ બને નયના વિષયને જાણે છે એમાં જરા પણ શંકા નથી. જે તે આવી શ્રદ્ધા કરે કે, હું સિદ્ધની માફક વર્તમાન પર્યાયમાં પણ શુદ્ધ છું અથવા તે એવી શ્રદ્ધા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy