SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં કાર મેટે અપરાધ હતે. પિતાના અહંકારની વ્યર્થ તૃપ્તિ માટે જાણ્યા વગર બેલનારથી કેટલા માણસો માર્ગથી ચુત થઈ જાય એની ગણના કેણ કરી શકે? સંસારમાં મોટામાં મોટું પાપ હોય તે તે કઈને માર્ગથી ભટકાવી દેવાનું છે. આત્મ–જાગરણ વગર અન્તતિ પ્રગટ થતી નથી. અંતતિ પ્રગટ થયા પછી જે જાગૃત ચેતનાથી બોલાય તે જ અજ્ઞાન અંધકારને હડમ્બેસી શકે છે. આવી આત્મજ્યતિ જેની પ્રગટ થઈ છે, સંસાર જેને ક્ષીણ થએલ છે, એ જિનેશ્વરરૂપ સૂર્યને ઉદય અજ્ઞાન અંધકારને દૂર કરશે. વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા વ્યવહારનય અને નિશ્ચયનય આ પ્રકારે જે બે નયે છે તેમાંથી પ્રકૃત વ્યવહારનય તે કર્મસંયુક્ત વ્યવસ્થા વિશિષ્ટ જીવને સ્વીકાર કરે છે, પરંતુ છવ કર્મસંયુકત હોવા છતાં, તેની કર્મસંયુકત અવસ્થાને ન જોતાં, નિશ્ચયનય માત્ર ધ્રુવ સ્વભાવી પરમ પરિણામિક ભાવરૂપ એક જીવને સ્વીકાર કરે છે. કારણ, દરેક નયે અંશગ્રાહી હેવાથી એક એક અંશનું જ ગ્રહણ કરે છે. નિશ્ચયનય માત્ર સામાન્ય અંશને જ ગ્રહણ કરે છે અને વ્યવહારનય માત્ર વિશેષ અંશને જ ગ્રહણ કરે છે. સાથે સાથે એ પણ નિયમ છે કે, પ્રત્યેક દ્રવ્યનો જે પરિણામિક ભાવરૂપ સામાન્ય અંશ છે તે સદા અવિકારી હોય છે, એક હોય છે અને દ્રવ્યની બધી અવસ્થાઓમાં તે વ્યાપ્ત થઈને રહેતે હોવાને કારણે તે નિત્ય તેમજ વ્યાપક છે; પરંતુ જે વિશેષાંશ હોય છે તે કદિ સાથે સંપર્કવાળા હોય છે એટલે વિકારી હોય છે. ક્ષણે ક્ષણે અન્ય અન્ય થતું હોવાથી તે અનેકરૂપ છે અને એક ક્ષણ માત્રનું તેનું અસ્તિત્વ હોવાથી તે અનિત્ય અને વ્યાપ્ય હોય છે. આ રીતે બને નયે એક જ દ્રવ્યના જુદા જુદા એક એક અંશને સ્વીકારે છે. પ્રકૃતમાં વિચારવાની વાત એ છે કે, કર્મસંયુકત આ જીવ પિતાની કર્મ સંયોગથી રહિત અવસ્થાને કેવી રીતે અભિવ્યકત કરે છે? જે જીવ કર્મસંયુકત અવસ્થાને જ નિરંતર અનુભવ કરતે હોય અને તેને આશ્રય લઈને જ રહેતું હોય તો તે ત્રિકાળમાં પણ કર્મ રહિત અવસ્થાને પ્રગટ કરી શકે નહિ. આ જ કારણથી શાસ્ત્રકારોએ કર્મસંયુકત અવસ્થાને મટાડવા, નિશ્ચય રૂપ એક ધવસ્વભાવી જ્ઞાયક ભાવને આશ્રય લેવાને ઉપદેશ આપે છે. આ જીવ આ બને ન વડે પિતાના જ બે અંશને જાણે છે. એટલે જાણવાની દષ્ટિએ તે વ્યવહારનય નિશ્ચયનય એટલે જ પ્રયજનવાળે છે; પરંતુ મેક્ષાર્થીએ આશ્રય માત્ર નિશ્ચય નયને લેવો જોઈએ. વ્યવહાર નય જાણવાલાયક છે જ્યારે નિશ્ચય નય જાણીને આશ્રય લેવા ગ્ય છે. મોક્ષમાર્ગમાં જે વ્યવહાર નય સર્વથા પ્રતિષિદ્ધ હોય અને નિશ્ચય નય જ ગ્રાહ્ય હોય તે સાધકની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ થઈ શકે નહિ. વળી તેની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ થતી જ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy