SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલને મહિમા ... ૩ સૂત્રમાં સંઘની જે સ્તુતિ કરવામાં આવી છે તેમાં સંઘને સૂર્ય, ચંદ્ર, રથ, કમળ અને મેરુ પર્વતની ઉપમાઓથી ઉપમિત કરી જે કૃતાર્થતા અનુભવવામાં આવી છે તેના મૂળમાં મંગલ ધારણ અને ભાવનાએ જ સન્નિહિત છે. આપણી પાસેના પડોશીની ધારણા આપણને ક્યારે પ્રભાવિત કરે છે તેની સ્પષ્ટ માહિતી ભલે આપણને ન હોય, છતાં આ વૈજ્ઞાનિક યુગમાં, વિજ્ઞાનનાં વૈકાસિક યંત્રો આસપાસના વાતાવરણના પ્રભાવની આપણું ઉપર થતી સુસ્પષ્ટ અસર વિષે નિર્દેશન કરે છે. યંત્રોથી માહિતી મેળવવાની વાતને આપણે જતી કરીએ છતાં જ્યારે આપણે દસ વીસના સમુદાયમાં સાથે જતાં હોઈએ, અને એક માણસ અનાયાસ બગાસું ખાય, ત્યારે સાથે ચાલતા બધા માણસોને ક્રમિક રીતે બગાસાં આવવા લાગશે. બસમાં એક માણસ ઊંઘવાનો પ્રારંભ કરે એટલે બીજા ઉપર પણ તત્કાલ તેની અસર થયા વગર રહેશે નહિ. ભૂલેચૂકે પણ ડ્રાઈવર પાસે બેસી ઊંઘ ન લેતા. અન્યથા અકસ્માતને અનાયાસ ભેગા થવાને પ્રસંગ આવી જશે ! મંગલની આ ધારણાને પ્રાણના અતલમાં જે સઘન પ્રવેશ થઈ જાય તો, અમંગલની સંભાવના અલ્પ, અલ્પતર અને અ૯૫તમ થતી જાય, તેમાં શંકાને અવકાશ નથી. જેવી જે ભાવના કરે છે, ધીરે ધીરે તે તે જ થઈ જાય છે યારી માના ચશ્ય સિદ્ધિર્મવતિ તાકૂશી આત્માની જે પ્રતિષ્ઠા પ્રભુ મહાવીરે આપી છે, એવી પ્રતિષ્ઠા આ પૃથ્વી ઉપર કોઈએ પણ આપી નથી. પરમાત્મા કેઈ આકાશમાં બેઠેલી એક અલગ, સ્વતંત્ર અને સાર્વભૌમ વ્યક્તિ નથી, પરંતુ દરેકને આત્મા જ પરમાત્મા છે. તેની અંદર જાજવલ્યમાન જે જીવન છે, તે કયાંય બીજેથી કશું જ મેળવતું નથી. તે સ્વયં શકિતને પુંજ છે. તે આત્માને સ્ત્રોત કોઈ પરમાત્મા નામની વ્યક્તિને ત્યાં છે એમ નથી, પરંતુ અનંત શકિતને સ્વામી એવો આત્મા જ સ્વયં સ્ત્રોત છે. તે અનાદિ અને અનંત છે, તેનું કદી નિર્માણ થયું નથી એટલે નાશને અવકાશ જ નથી. તે કઈ ઉપર આધારિત નથી. કેઈની પાસેથી કશું જ માંગવાની તેને જરૂર નથી. તે સમૃદ્ધિનો સ્વયં ખજાનો છે. પોતાનાં પિતાની રીતે તે સમ્રાટ છે. પિતામાં પિતાની રીતે તે સર્વતંત્ર છે, સ્વતંત્ર છે, સમર્થ અને સિદ્ધ છે. કોઈની પણ પાસે યાચકની જેમ વાચવાની તેને કશી જ જરૂર નથી દીનતાપૂર્વક પરમાત્મા નામની વ્યકિતને દરવાજો ખટખટાવવાની તેને કશી જ જરૂર નથી. કેમકે તે પોતે જ પૂર્ણ પરમાત્મા છે. જ્યારે જ્ઞાન તે પરાકાષ્ટાએ પહોંચી જાય, જ્યારે સ્ત્રોતરહિત પ્રકાશની ઉપલબ્ધિ થાય, ત્યારે જ મૂળને ઉપલબ્ધ કરી શકાય છે. એવી જ વ્યકિતને આપણી પરંપરામાં કેવલી તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. વ્યકિતવાદને જેનપરંપરામાં ભાગ્યે જ અવકાશ છે. તેથી જ આપણું પ્રસિદ્ધ નવકારમંત્રમાં કે ચત્તારિપંગલમાં વ્યકિત વિશેષને જરા પણ અવકાશ નથી. જેનધર્મ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy