SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદાન નિમિત્ત સમીક્ષા : ૫૭૩ સારાંશ એ છે કે-લેાકમાં જેટલાં કાર્યો થાય છે તે બધાં પેાતાનાં ઉપાદાન અનુસાર જ થાય છે. ઉપાદાન ઘટનુ હોય અને નિષ્પત્તિ પટ'ની થાય એ કથપિ સંભવિત નથી. ઘટના ઉપાદાનથી જો પટની ઉત્પત્તિ થવા લાગે તે લેાકમાં ન પદાર્થોની વ્યવસ્થા રહેશે. કે ન તેના કાર્યાંની વ્યવસ્થા રહેશે. તે દરેક સમયે પ્રશ્ન એ થાય છે કે, જ્યારે પ્રત્યેક દ્રવ્યપરિણમનશીલ છે ત્યારે પરિવર્તિત થઇ, અન્ય કેમ નથી થઇ જતું ? પ્રથમ સમયમાં જે દ્રવ્ય છે, તે જ્યારે બીજા સમયમાં બદલાઇ જાય ત્યારે તેને પ્રથમ સમયવતી દ્રવ્ય જ માનવું કેમ યુકિતસ ત છે ? એટલે યા તે એમ કહેવુ જોઈએ કે કોઇ દ્રવ્ય પરિણમનશીલ નથી અથવા એમ માનવુ જોઇએ કે પ્રથમ સમયમાં જે દ્રવ્ય છે તે બીજા સમયમાં નથી રહેતું. આના જવાબ ચંદને સ્વીકારેલા ‘સત્’ના સ્વરૂપ નિર્દેશ ઉપર ધ્યાન દેવાથી મળી રહે છે. જૈનદશને જો બંને જ માત્ર પરિણમી માન્યું હેત, તે આ આપત્તિ અનિવાય હત; પરંતુ જૈનદર્શોને ‘સત્ પરિણામસ્વભાવી ન માનતાં, સ્પષ્ટ જણાવેલ છે કે, પ્રત્યેક દ્રવ્ય પોતાનાં અન્વયરૂપે ધર્મના કારણે ધ્રુવ સ્વભાવી છે તેમજ ઉત્પાદ-યરૂપ ધર્મના કારણે પરિણામ સ્વભાવી પણ છે समवेद खलु सौंभव- ठिदि णास सण्णि हिं । अक्कमह चेव समये તન્ના વચ્ચે વુત્તિT || માત્ર દ્રવ્ય એ જ સમયમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંજ્ઞાવાળી પોંચેથી યુકત છે. અર્થાત્ તાદાત્મ્ય પામેલ છે. એટલે દ્રવ્ય નિયમથી ઉત્પાદ-વ્યય પ્રોબ્યરૂપ છે. पाडुब्भवदि य अण्णा पज्जाओ पज्जओ वयदि अण्णा । दव्वस्स तं पि दव्व णेव पणट्ठ ण ૩CT || દ્રવ્યની અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે, અન્ય પર્યાય વ્યય પામે છે છતાં દ્રવ્ય સ્વયં ન તે નષ્ટ થયુ' અને ન ઉત્પન્ન પણ થયું. જો કે આ કથન થાડુ વિલક્ષણ લાગે છે કે, દ્રવ્ય સ્વયં ઉત્પન્ન અને વિન થયા વગર પણ અન્ય પર્યાયરૂપથી કેમ ઉત્પન્ન થાય છે? પરંતુ આમાં વિલક્ષણતાની વાત નથી. કારણ સત્ પોતાની સામાન્ય સ્વભાવની અપેક્ષાથી ઉત્પન્ન થતું નથી અને અન્વય ધની અપેક્ષાથી વ્યય પણ થતું નથી. આમ છતાં ઉત્પાદ-વ્યય થાય જ છે તે પર્યાયની અપેક્ષાથી જાણવું જોઇએ, એટલે સત્ એક જ વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણે રૂપ છે આ વાત સ્પષ્ટ સિદ્ધ થાય છે. શ્રી કેશીકુમાર શ્રમણુ પૂછે છે કે, જીવ અંધકારમાંથી નીકળીને પ્રકાશની પ્રથન ક્ષીણુ રેખા પણ જોઇ શકતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશની ઉપલબ્ધિ ભલે ન થાય, છતાં અંધકારના વિરોધી પ્રકાશની એક ક્ષીણ રેખાના પણ જીવાને દર્શન થતાં નથી, તે પછી આ બધા જીવા “તમસો મા જ્યેતિનેમચ” ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઇ જા, આમ આ પ્રગાઢતમ અંધકારમાં પ્રકાશનાં કિરણેા કયાં મેળવશે ?
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy