SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર અનાાદ કાળથી જગતના જીવા અજ્ઞાનને આધીન થઈ અંધકારમાં ભટકી રહ્યા છે. અજ્ઞાન એ જ માટુ પાપ છે, માટુ અંધારુ છે. અજ્ઞાનના આવા પ્રગાઢ અંધકારમાં અટવાતા આ જીવાના ઉદ્ધારના કાઈ ઉપાય દેખાતા નથી. અહીં તે આંધળાઓ આંધળાઓનું નેતૃત્વ કરી રહ્યા છે એટલે પ્રકાશને પ્રવેશવાના કયાંય અવકાશ દેખાતા નથી. અજ્ઞાન એ માટી પીડા છે. પરંતુ જ્યાં સુધી પ્રકાશનાં દિવ્ય કિરાના અનુભવ થયા નથી ત્યાં સુધી અંધકારમાં અથડાતા આ જીવાની પીડાને હટાવવાના બીજો કોઈ ઉપાય પણ નથી. આવા અજ્ઞાનમાં સબડતા, અંધકારમાંથી અંધકારમાં પડતા જીવેનાં કલ્યાણ માટે આ લાકમાં કાણુ દિવ્ય પ્રકાશ કરશે ? તે અંધારું કયું છે ?’-શ્રી કેશીકુમાર શ્રમણના આ પ્રશ્નને શ્રી ગૌતમસ્વામી શે જવાબ આપ તેના ભાવભેદ અવસરે કહેવાશે. ઉપાદાન–નિમિત્ત મીમાંસા કાર્યોની ઉત્પત્તિમાં ઉપાદાન કારણનું અને નિમિત્ત કારણનું શુ' સ્થાન છે તેમજ તેનાં સ્વરૂપે શું છે તેના વિચાર આજનાં પ્રવચનમાં કરવાના છે. કારણ ઉપાદાન અને નિમિત્ત સહચારી છે. એકના અભાવમાં બીજાના સાંગોપાંગ વિચાર અશકય છે. એટલે ઉપાદાન અને નિમિત્ત બન્નેને સાથે રાખી વિચાર કરીએ છીએ. આ વિષયને સુસ્પષ્ટ કરવા માટે દશનશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે ઘટના દાખલેો લઇએ. ઘટ એ માટીની અવસ્થા છે; કારણુ ઘટમાં ઠેઠ સુધી માટીના અન્વય દેખાય છે. એટલે ઘટનુંઉપાદાન કારણ માટી ગણાય. પરંતુ માટીથી જ જો ઘટ જન્મતા હાય તે માટી પછી તરત જ ઘટની ઉત્પત્તિ થવી જોઇએ. માટી અને ઘટની વચ્ચે જે પિંડ, સ્થાસ, કેશ અને કુશૂળ આદિ રૂપ અનેક સૂક્ષ્મ અને સ્થૂલ પર્યાયે થાય છે તે ન થવી જોઇએ. જો કે ઘટની પૂર્વવત્ આ બધી અવસ્થાએ પણ માટીની જ છે છતાં જે માટી ખાણુથી લઇ આવવામાં આવેલ છે, તે માટી ઉપર જણાવેલી અનેક અવસ્થાઓમાંથી પસાર થયા વગર, ઘટ પર્યાય રૂપમાં પરિણત થઇ શકતી નથી. એટલે માત્ર માટીને ઘટનું ઉપાદાન કારણ કહેવું તે દ્રવ્યાર્થિ ક નયની દૃષ્ટિ છે. હકીકતે ઘટની ઉત્પત્તિ અમુક પર્યાય વિશિષ્ટ માટીથી થાય છે; ખાણમાંથી સીધી આવેલી અવસ્થાવિશિષ્ટ તે માટીથી નહિ. આ અપેક્ષાથી (ઋજુસૂત્ર નયની દૃષ્ટિથી) ઘટની પૂર્વવર્તી પર્યાય ઘટનું ઉપાદાન ગણાય છે. તાપય એ છે કે, ઘટનુ ઉપાદાન કારણ વિવક્ષિત અવસ્થાવિશિષ્ટ માટી જ હાય છે. અન્ય અવસ્થાવિશિષ્ટ માટી નહિ, પ્રમાણથી તે પૂર્વી પર્યાયવિશિષ્ટ માટી જ ઘટન ઉપાદાન કારણ છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy