________________
સ્વાધ્યાય રસાસ્વાદ : ૫૫૭
શાસ્ત્રથી જે મળે છે તે સત્ય ન હોઈ શકે. સ્વયંથી જે ઉપલબ્ધ થાય છે તે જ સત્ય હોય છે. સ્વયંના પુરુષાર્થથી ઉપલબ્ધ સત્ય શાસ્ત્રમાં લખાય છે, પરંતુ શાસ્ત્રોમાંથી જે મળે છે તે સ્વયંનું નથી હોતું. શાસ્ત્ર લખનાર શાસ્તા બીજે હોય છે. જે આકાશમાં ઉડે છે, જેણે પ્રકાશનાં દર્શન કર્યા છે, જેણે મરજીવા થઈ સાગરમાં ડૂબકી મારી છે તેવાની એ શોધ છે, માહિતી છે, ખબર છે. સાગરને કાંઠે બેસી વાંચનારને ડૂબકીનાં સત્યના દર્શન સંભવે નહિ. સમુદ્ર કાંઠે બેસી પુસ્તકોનાં પાનાં ઊથલાવનારાઓએ ભૂલી ન જવું જોઈએ કે, સાગરમાં ડૂબકી લગાડનારનાં વકતવ્ય અને તેને કાંઠે બેસી વાંચનારના વકતવ્ય એક હોઈ શકે નહિ. છતાં આ ભૂલ સદાથી થતી આવી છે કે, શાસ્ત્રમાં અવગાહન કરનારા ભૂલી જ જાય છે કે સાગર તે હજી અવશિષ્ટ છે.
સ્વયંના અધ્યયનના ઊંડાણમાં ઊતરી જવાને સ્વાધ્યાયનો પારમાર્થિક અર્થ લગભગ ભૂલાઈ ગયો છે અને સ્વાધ્યાય જે ગીણ અર્થ છે તે એટલે પ્રચલિત થઈ ગયેલ છે કે, આપણે તે અર્થને જ વાસ્તવિક માની બેઠા છીએ. સ્વાધ્યાયને ગૌણ અર્થ છે શાસ્ત્રોનું અધ્યયન, પઠન અને મનન. ભગવાન મહાવીર અધ્યયન પણ કહી શકતા હતા પરંતુ સ્વાધ્યાય કહેવાનું તેમનું પ્રોજન શું? તેમાં “સ્વ” ઉમેરવાની શી જરૂર? માત્ર “અધ્યયન” એટલું જ પર્યાપ્ત હતું. પરંતુ તેમ ન કરતાં તેમાં “સ્વ” શબ્દને ઊમેરવામાં આવેલ છે. તેમ કરવાનું વિશેષ પ્રજન એ છે કે તેમાં સ્વયંના અધ્યયનની વાત છે; શાસ્ત્રના અધ્યયનની નહિ. પરંતુ સૌ શા ઊઘાડીને જ બેઠા હેય છે. તેમને પૂછીશું કે, તમે શું કરે છે ? તે બધા એક જ વાત કહેશેઃ “સ્વાધ્યાય. શાસ્ત્ર નિશ્ચિત જ કઈ બીજાનું હશે. સ્વનું શાસ હોઈ શકે નહિ અને જે તે સ્વનું હોય અને આપણે તેને વાંચી રહ્યા હોઈએ, તે તે નિરર્થક જ વાંચી રહ્યા છીએ, કેમકે પિતાના જ લખેલામાં પિતાને શું વાંચવાનું હોય? તેમાં જાણવાનું પણ શું હોય?
સ્વાધ્યાયને અથ છે સ્વયંનું અધ્યયન. શાસ્ત્રનું પઠન ઘણું સરળ છે પણ સ્વાધ્યાય કઠિન છે. શાસ્ત્ર ભણી શકાય છે તેમાં પઠિત હેવું જ પર્યાપ્ત છે, પરંતુ સ્વાધ્યાયમાં પઠિત હોવું માત્ર પર્યાપ્ત નથી. માણસ અનેક ગ્રંથીઓની જાળ છે. માણસ પોતે જ પિતાનામાં એક સંપૂર્ણ વિશ્વ છે. હજારે જાતના ત્યાં ઉપદ્રવે છે. તે એક એક ઉપદ્રવના અધ્યયનનું નામ સ્વાધ્યાય છે. માણસ પોતાના ક્રોધ સંબંધી અધ્યયન કરે છે તે પણ અવશ્ય સ્વાધ્યાય છે, પરંતુ તેના સંબંધમાં શાસ્ત્રમાં શું લખ્યું છે, તેને જે તે અભ્યાસ કરવા બેસે તે તે પછી સ્વાધ્યાય નથી રહેતું. શાસ્ત્રમાં જે કાંઈ લખ્યું છે તે બધું માણસમાં વિદ્યમાન છે. આ જગતમાં જેટલું જેટલું જાણવામાં આવ્યું છે તે બધું માણસમાં અવશ્ય વિદ્યમાન હોય છે. અને જે કાંઈ જાણવામાં આવશે તે બધું પણ માણસમાં મૌજૂદ જ છે. એટલે માણસ જાતે જ શાસ્ત્ર નથી પરંતુ પરમ શાસ્ત્ર છે.