SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર આપણી સામે બે વસ્તુઓ છે. એક ધર્મ અને બીજું ધન. આપણાં જીવનને સુમધુર ઐશ્વર્યથી ભરનાર કેણ છે? ધર્મ કે ધન ? આ એક વિચારવાની વાત છે. ધર્મનું અસ્તિત્વ શાશ્વત છે; પરંતુ તેની સત્તા ધનની પેઠે બહાર દષ્ટિગોચર થતી નથી. ધન ભૌતિક જીવનમાં હંમેશાં મહત્ત્વનું અને કેન્દ્રનું સ્થાન ધરાવે છે, એટલે ધર્મ કરતાં ધનનું મહત્વ માણસને સરળતાપૂર્વક દેખાય છે. જમીનમાં વાવેલાં બી દેખાતા નથી પણ તે જ બી જ્યારે વૃક્ષને આકાર ધારણ કરે છે ત્યારે જ તે નજરે ચડવા લાગે છે, તેમ ધર્મનાં બીજને જોવા માટે આધ્યાત્મિક આંખે જોઈએ. આજે માણસ ધર્મને ભૂલી ધનની પૂજા કરવા લાગે છે. ધન વિષેની આવી આસકિત એક જાતની ઇન્દ્રિયપરાયણતા છે. જ્યાં કેન્દ્રમાં ધન અને ઈન્દ્રિયપરાયણતા હોય ત્યાં ધર્મ કયાં ઊભો રહે? તે કેવી રીતે સચવાય?” ધનની પાછળ દેટ મૂકનાર અહંકારથી ગ્રસ્ત હોય છે. અહંકાર અને મમતા જ્યાં સુધી જીવતાં હોય ત્યાં સુધી જીવનમાં ડગલે અને પગલે જોખમ છે. અહંકારને ત્યાગ અને વિનમ્રતાની પકડ, તેમજ મમતાને ત્યાગ અને સમતાને સ્વીકાર, એ ધર્મને માર્ગ છે. આજનો યુગ ભલે વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિને યુગ ગણાય છતાં વિષમતાને ભયંકર ભરડે કોઈને શાંતિથી જીવવા દેતે નથી. આજે જગતમાં સર્વત્ર વિષમતા વ્યાપ્ત છે. એકની પાસે ધનને ઢગલે છે તે બીજે અન્નના એક દાણ માટે તલસે છે! જ્યાં સુધી બંગલાની આજુબાજુ ભૂખ્યા-તરસ્યાં ઝૂંપડાઓને એક માટે અશાંત સમુદાય છે ત્યાં સુધી જીવનમાં શાંતિ કે સમાધિ સ્થપાવાનાં નથી! ધનિકને ધનને મોટો અહંકાર હોય છે તે બીજી દિશામાં દારિદ્રયના નગ્ન ચિત્રોને લઈ દીન-હીન ભાવનાના કરુણાજનક દ દષ્ટિગોચર થાય છે. આવી વિષમતા અને કન્ડેનું મૂળ મનુષ્યને સુદ્ર અહંકાર જ છે. આ ઢામાંથી સરળતાપૂર્વક પાર ઉતરવાનો માર્ગ ધર્મ જ બતાવી શકે છે. તનની દવા ધન હોઈ શકે–તન અને ધન અને પાર્થિવ હેઈ બન્ને વચ્ચે સામંજસ્ય પણ છે, પરંતુ આમાની ભૂખ તે ધર્મથી જ સંતેષાશે. “ધર્મ સેવ દત્તે નિત ક્ષતિ રક્ષિત" જે વ્યકિત ધર્મને રોહ કરે છે, ધર્મને હણે છે, તે હણાએ ધર્મ તે વ્યકિતને જ નાશ કરી નાખે છે; અને જે ધર્મનું રક્ષણ કરે છે, તેનું રક્ષણ તે રક્ષાએલે ધર્મ કરે છે. માટે ધર્મ અને ધન વચ્ચેની પસંદગીમાં ધર્મનું જ સ્થાન ચડિયાતું છે. હાં, સમાજમાં જ્યાં સુધી ધનને મહત્વનું સ્થાન છે, ધનને આધારે જ જ્યાં સુધી માનવજીવનનાં મૂલ્યને આંકવામાં આવે છે ત્યાં સુધી ધર્મનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહી શકતું નથી. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે, પરિગ્રહ અથવા ઘનને જેટલું મહત્વ અપાય છે, સામાજિક જીવનમાં તેનું જેટલું મૂલ્ય અંકાય છે તેનાથી તે સમાજમાંથી સત્ય અને ધર્મ દૂર ખસી જાય છે. હાં, મનુષ્ય જીવનના અમુક પ્રશ્નો ધનથી અવશ્ય હલ થઈ શકશે પરંતુ જીવનની સમસ્યાને ઉકેલ ધનથી નહિ પણ ધર્મથી જ થશે. મનુષ્ય જીવનની આ એક કરુણ કમનસીબી છે, નિરર્થક વિટંબણું છે કે માણસ ધન જેવી કેડીની કીમતની વસ્તુને પિતાના પ્રાણના ભોગે પણ સંભાળીને રાખે છે અને જીવનના અમૂલ્ય
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy