SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાનું માધુર્ય : ૫૧૯ એ પ્રભુનું સન્માન કે પ્રભુની પૂજા ગણાય છે. ચૈતન્ય પૂજાના અર્થ જ એ કે પ્રત્યેકમાં પ્રભુતા નીહાળવી. દક્ષિણ ભારતમાં નામદેવ નામના એક સંત થઈ ગયા. એ કાંઈ ખાસ ભણેલા ગણેલા નાતા. પુસ્તકીય અભ્યાસથી તે આત્મ-ચૈાતિ પ્રગટવાને મલે પ્રાયઃ દ ભ અને અહંકારની જ વૃદ્ધિ થાય છે. પંડિતા આત્માની જેટલી સૂક્ષ્મ શાસ્ત્રીય માહિતી ધરાવતા હાય છે એટલા જ આત્મસાક્ષાત્કારથી તે દૂર હાય છે. હાં, શાશ્ત્રાની ઉપસ્થિતથી આત્મા વિષેની જાણકારી સંબંધના તેમને મન સ`તાષ હાય છે, આત્માના સબંધમાં પુસ્તકાના આધારે ઉગ્રતમ વાદિવવાદ કરી શકવા પણ તે સમથ હોય છે એટલું જ નહિં, આત્માના સંબધમાં પુસ્તક લખવાનું અજોડ પાંડિત્ય પણ તેઓ ધરાવતા હાય છે; પરંતુ તેમનુ આ બધું જ્ઞાન તેમને માટે આત્માના સશોધનમાં અવરોધક બની જાય છે. તરવાના વિષયમાં મહાનિબંધ લખનાર, તરવા સંબંધી દરેક પ્રશ્નાનું સૂક્ષ્મતાપૂર્વક સમાધાન કરી શકનાર, તરવાની કળા વિષયક સૂક્ષ્મતમ પુસ્તકીય માહિતી ધરાવનાર વ્યકિતને તરવૈચે માની, રખે નદી કે દરિયામાં ધક્કો મારતા ! તરવા વિષયક તેના પુસ્તકીય જ્ઞાનથી તે તરી જશે અને તે વિષયને તેણે લખેલા મહાનિબંધ તેને પાણીમાં ડૂબતા ખચાવી લેશે, એવી ભ્રમણામાં તમે રહેશે નહિ. અન્યથા તે બિચારાની જળ–સમાધિ થઈ જશે ! કહેવાતાં શિક્ષણ અને સસ્કારોના ભાર માણુસને એટલી કૃત્રિમતા, દંભ અને અહુથી ભરી દે છે કે તેનું માનવીય સ્વરૂપ પણ ટકી રહેતું નથી ! સંત નામદેવને આવી કૃત્રિમતાને પોષવાના અવકાશ ન મળ્યા એ પણ તેમનુ એક સદ્ભાગ્ય હતું. તેમનું હૃદય પ્રભુપરાયણ હતું. પુસ્તકીય જ્ઞાનના તેમનામાં અભાવ હતા છતાં તેમના સરળ અને ભકિતભાવથી તરાળ વિશુદ્ધ આત્મા આત્મજ્ઞાનની જ્યેાતિને સહજ રીતે આવિર્ભાવ કરી શકયેા. એટલે તેમના યુગમાં તેમની ગણુતરી આત્મજ્ઞાની પુરુષામાં થતી હતી. અક્ષરજ્ઞાનના અભાવે તેમને વેદ, પુરાણ, ઉપનિષદ્ આદિ અધ્યાત્મ શાસ્ત્રાના કશા જ અભ્યાસ નહેાતા. પરતુ એ આધ્યાત્મિક શાસ્ત્રોના અભ્યાસથી જીવનમાં જે રૂપાન્તરણ થવુ જોઈએ, જીવનમાં જે જ્ઞાન-ગંગોત્રી પ્રગટવી જોઈએ, તે તેમની પરમાત્મપરાયણ બુદ્ધિ અને પરમ ભકિતની ઉત્કટતાથી જ તેમનામાં ઉદ્દભવ્યાં હતાં. કહેવાતા વૈષ્ણવ વિદ્વાના આત્માની જોરદાર વાતે અવશ્ય કરી શકતા હતા; પરંતુ આત્મસાક્ષાત્કારના અભાવે નામદેવની માફક આત્મજ્ગ્યાતિ પ્રગટાવી શકતા નહાતા. પ્રભુતાનાં દર્શન કરવાં એ ભકિતનું પરમ લક્ષણ છે. સંત નામદેવમાં આવી પરમ ભક્તિનાં લક્ષણ્ણા તેમના પ્રત્યેક કાય માં જીવતરૂપે દેખાતાં હતાં. વખતના જીવ માત્રમાં આવા પ્રભુપરાયણ અને ભકિતપ્લાવિત હૃદયવાળા સ ંત નામદેવના જીવનની એક આધક ઘટના છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy