SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની અમર સાધના : ૫૧૭ દર વર્ષ દિગંબરેની દઢતમ માન્યતા છે કે, વીર નિર્વાણ પછી શ્રુતને ક્રમશઃ હાસ થતાં ૬૮૩ વર્ષ પછી કઈ અંગધર અથવા પૂર્વધર આચાર્ય જ ન રહ્યા. પછી તે પૂર્વ અને અંગના અંશ માત્રના જ જ્ઞાતા આચાર્ય થયા. પૂર્વના અંશધર આચાર્યોની પરંપરામાં થએલા પુષ્પદંત અને ભૂતવલિ આચાર્યોએ પખંડાગમની રચના બીજા અગ્રાયણીય અંશના આધારથી કરી અને આચાર્ય ગુણધરે પાંચમાં પૂર્વ જ્ઞાનપ્રવાદના અંશના આધારથી કષાય પાહુડની રચના કરી. આ બન્ને ગ્રંથને દિગંબર સંપ્રદાયમાં આગમનું સ્થાન પ્રાપ્ત છે. તેમના મત મુજબ અંગ–આગમ બધા લુપ્ત જ થઈ ગયા. દિગંબરાનાં મંતવ્ય મુજબ વીર નિર્વાણ પછી જે ક્રમથી શ્રતને હાસ થયે તેને ક્રમ નીચે પ્રમાણે છે. ૩ કેવલી–ગૌતમાદિ પૂર્વોકત ૫ શ્રુતકેવલી-વિષણુઆદિપૂર્વોક્ત ૧૦૦ વર્ષ ૧૧ દશપૂર્વ-વિશાખાચાર્યાદિ પૂર્વોક્ત ૧૮૩ વર્ષ ૫ એકાદશાંગધારી-નક્ષત્ર, જસ(ય)પાલ, પાંડુ, ધ્રુવસેન, કંસાચાર્ય. ૨૨૦ વર્ષ ૪ આચારાંગધારી-સુભદ્ર, યશોભદ્ર, યશબાહુ, લેહાચાર્ય ૧૧૮ વર્ષ ૬૮૩ વર્ષ ઉકત અંગેના અતિરિક્ત ૧૪ અંગબાહી આગમની રચના પણ સ્થવિરેએ કરી હતી. આમ માનવા છતાં દિગંબરોનું કહેવું છે કે તે અંગબાહ્ય આગમને લેપ થઈ ગયે તે ૧૪ અંગબાહ્ય આગમે નીચે પ્રમાણે છે. (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદના () પ્રતિક્રમણ (૫) વૈયિક (6) કુતિકર્મ (૭) દશવૈકાલિક (૮) ઉત્તરાધ્યયન (૯) કલ્પવ્યવહાર (૧૦) કલ્પાકદિપક (૧૧) મહાકલ્પિક (૧૨) પુંડરીક (૧૩) મહાપુંડરીક અને (૧૪) નિશીથિકા. શ્વેતાંબરના બન્ને સંપ્રદાયના અંગબાહા ગ્રંથની અને તદુગત અધ્યયનની સૂચીને જેવાથી સ્પષ્ટ થઈ જાય છે કે ૧૪ દિગંબર માન્ય અંગબાહ્ય આગમાંથી અધિકાંશ વેતાંબરોના મતથી સુરક્ષિત છે. તેમને વિચ્છેદ થયો જ નથી. દિગંબરએ મૂળ આગમને લેપ માનીને પણ અમુક ગ્રંથને આગમ જેટલું જ મહત્ત્વ આપ્યું છે. તેને જૈન વેની સંજ્ઞા આપી પ્રસિદ્ધ ચાર અનુયોગોમાં વિભક્ત કર્યા છે. ૧. પ્રથમાનુગ-પદ્ધપુરાણ (રવિણ) હરિવંશપુરાણ (જિનસેન) આદિપુરાણ (જિનસેન) ઉત્તરપુરાણ (ગુણભદ્ર) ૨. કરણાનુગ-સૂર્યપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, ધવલ ૩. દ્રવ્યાનુયોગ-પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય (કુંદકદાચાર્ય કૃત) તત્વાર્થસૂત્ર (ઉમાસ્વાતિકૃત) અને આતત્વાર્થાધિગમ ઉપર સમન્તભદ્ર, પૂજ્યપાદ, અકલંક,
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy