SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના અને આગમાના લેખા-જોખા : ૪૯૭ સંપૂર્ણ શ્રુતજ્ઞાન જેણે આત્મસાત્ કરી લીધું હાય તેને કેવલીનાં વચના સાથે વિરોધ ન હાવામાં આ પણ એક યુકિત આપી શકાય છે કે બધા પદાર્થોં તે વચનગાચર હાવાની યોગ્યતા રાખતા નથી. આ વિરાટ અને વિશાળ જગતના જ્ઞેયાના અમુક અંશા જ તીર્થંકરાના પણુ વચનના વિષય હાઈ શકે છે. તે વચનરૂપ દ્રબ્યાગમ શ્રુતજ્ઞાનને જે સંપૂર્ણ રૂપમાં હસ્તગત કરી લે છે. તે જ શ્રુતકેવલી હેાય છે. એટલે જે વાતને તીર્થંકરે કહી હતી તેને શ્રુતકેવલી પણ કહી શકે છે. આ દૃષ્ટિથી કેવલી અને શ્રુતકેવલીમાં કોઇ વિશેષ અંતર ન હેાવાને કારણે બન્નેનુ પ્રામાણ્ય સમાનરૂપી છે. કાળક્રમથી વીર નિર્વાણુ સ. ૧૭૦ વર્ષ પછી અને મતાન્તરથી ૧૬૨ વર્ષ પશ્ચાત્ જૈનસઘમાં જયારે શ્રુતકેવલીએના અભાવ થઈ ગયા અને માત્ર દશ પૂર્વાધર જ રહ્યા, ત્યારે તેમની વિશેષ ચેાગ્યતાને ધ્યાનમાં રાખી જૈનસંઘે દશ પૂર્વધરરચિત ગ્રંથાને પણ આપ્તગ્ર'થા તરીકે સ્વીકારી લીધા. આ ગ્રંથાનું પ્રામાણ્ય પણ સ્વતંત્ર ભાવથી નહિં પરંતુ ગણધરપ્રણીત શાસ્રો સાથેની અવિસંવાદિતાને કારણે છે. આ બધા ગ્રંથાનું પ્રામાણ્ય સ્વીકારવા પાછળ આપણી એક શાસ્ત્રીય માન્યતા પણ છે અને તે એ કે, ચતુર્દશ પૂધર અને દશ પૂર્વધર પણ તે જ સાધક હેાઇ શકે જેને નિયમથી સમ્યગ્દર્શન હોય છે. તેમની પ્રરૂપણા સમ્યગ્દર્શનમૂલક હાવાને કારણે તેમના ગ્રંથામાં આગમ વિરોધી વાતા હેાવાની સંભાવના નથી. આ જ કારણે તેમના ગ્રંથા પણ કાળક્રમથી આગમની માફક જ આપ્ત થા તરીકે માન્ય કરી લેવામાં આવ્યા છે. આગળ જઈને આ જાતના અનેક આદેશે કે જેનુ' સમન કાઇ શાસ્ત્રમાં નથી હેતુ, પરંતુ જે સ્થવિરાની પોતાની પ્રતિભાના બળથી કાઇ વિષયમાં આપેલી સંમતિ માત્ર છે, તેને સમાવેશ પણ આગમખાહ્યમાં કરી લીધેલ છે, અમુક મુકતાને પણ તેમાં સ્થાન પ્રાપ્ત છે. સ્થવિાના આદેશે અને મુકતકો આગમાન્તગત છે કે નહિ, આ વિષયમાં દિગ ́ખર પરંપરા મૌન છે. પરતુ ગણધર, પ્રત્યેક યુદ્ધ, ચતુર્થાંશપૂર્વી અને દશપૂર્વી ગ્રંથિત બધા ગ્રંથા આગમના અન્તત છે. આ વિષયમાં શ્વેતાંબર તેમ જ દિગંબર બન્નેમાં એક જ મત છે. આગમાના સંબંધમાં આટલી સૂક્ષ્મ વિચારણાથી એ તે સ્પષ્ટ જ થાય છે કે, સત્યના અવિર્ભાવ નિર્જીવ શબ્દોમાં ન પરંતુ સજીવ આત્મામાં જ હોય છે. કાઇપણ પુસ્તકનું મહત્ત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી આત્માની ઉત્ક્રાંતિનું તે સાધન થઇ શકે છે. આ દૃષ્ટિથી સંસારનું બધુ' સાહિત્ય જૈના માટે ઉપાદેય અને સાધનામાં સહાયક બની શકે છે. કારણુ સુપાત્ર અને સક્ષમ મુક્ષુન્નુ ગમે તેમાંથી પણ પોતાના માટે ઉપયોગી તત્ત્વ શેાધી શકે છે. હાં, અવિવેકી અને અયેાગ્ય વ્યક્તિ માટેના માગ ખતરાથી ખાલી નથી.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy