SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના અને આગના લેખા-જોખા : કલ્પ તેના માટે જગતના બધા શાસે પ્રામાણિક છે, સમ્યફ છે. પરંતુ જે જીવની શ્રદ્ધા વિપરીત છે, જેની મોક્ષ તરફની દષ્ટિ નથી, જે સંસારાભિમુખી જીવ છે, જેને સાંસારિક સુખોની ઉપલબ્ધિ જ ઈષ્ટ છે તેને માટે માત્ર વેદ, પુરાણ જ નહિ, તથાકથિત જૈન આગમ પણ મિથ્યા છે, અપ્રમાણ છે. આગમની આ વ્યાખ્યામાં સત્યને આગ્રહ છે. તેમાં સાંપ્રદાયિક વ્યાહ નથી કે સામ્પ્રદાયિક કદાગ્રહ પણ નથી. વકતાની દૃષ્ટિથી આગમની જે વ્યાખ્યા કરવામાં આવેલ છે તેને વિચાર પણ અહીં અનિવાર્ય છે. વ્યવહાર દષ્ટિથી જેટલાં શાસ્ત્રી જૈન આગમના અન્તર્ગત છે તેમને આ વ્યાખ્યા વ્યાપ્ત કરે છે. અર્થાત્ જેન લેકે વેદાદિથી ભિન્ન એવા જે પિતાના પ્રામાણિક શાસ્ત્ર માને છે તે બધા લક્ષ્યાન્તર્ગત છે. આગમની સામાન્ય વ્યાખ્યા આટલી જ છે કે, આતેનું વચન તે આગમ છે. જૈનસમત આપ્ત કણ હોય છે? આપ્તની વ્યાખ્યા કરતા જેનએ કહેલ છે કે, જેણે રાગદ્વેષને છતી લીધા છે તે જિન, તીર્થકર અને સર્વજ્ઞ ભગવાન આપ્ત છે. એવા જિનને ઉપદેશ અને વાણી એ જ જેનાગમ છે. એમાં વક્તાની સર્વજ્ઞતા અને વીતરાગતાને કારણે દેની સંભાવના જ નથી, પૂર્વાપર વિરોધની પણ શક્યતા નથી, મુકિતની બાધાને પણ પ્રશ્ન નથી. આથી મુખ્યત્વે જિનેના ઉપદેશ અને વાણીરૂપ જૈનાગમ પ્રમાણભૂત મનાય છે અને ગૌણરૂપથી જિનવાણીથી અનુપ્રાણિત અન્ય શાસ્ત્રો પણ પ્રમાણભૂત માનવામાં આવે છે. અત્રે એ પ્રશ્ન સંભવી શકે છે કે, જૈનાગના નામથી જે દ્વાદશાંગી આદિ શાસ્ત્રો પ્રસિદ્ધ છે તે શું જિનેને સાક્ષાત્ ઉપદેશ છે? શું જિનેએ જ તે ઉપદેશને ગ્રંથબદ્ધ કર્યો છે? આ પ્રશ્નના જવાબમાં આ સમજી લેવું જરૂરી છે કે, વર્તમાનમાં જે પણ આગમ ઉપલબ્ધ છે તે સ્વયં ગણધર ગ્રથિત આગની સંકલન છે. આ વિષે આપણી તાત્વિક માન્યતા શી છે તે જાણવી અનિવાર્ય છે. તદનુસાર આપણી જૈન અનુકૃતિ આ પ્રશ્નનો ઉત્તર આ રીતે આપે છે-જિનેશ્વર પ્રભુ તે ઉપદેશ આપી, આચાર અને વિચારના મૂળ સિદ્ધાંતને નિર્દેશ કરી, કૃતકૃત્ય થઈ જાય છે. તે ઉપદેશેને ગણધરે અથવા વિશેષ પ્રકારના સાધકે ગ્રંથનું રૂપ આપે છે. આવશ્યકસૂત્રમાં આ સંબંધે નિર્દેશ છે કે- -- અર્થ મારા મરા, કુત્ત જાનિ જાદા નિષvi | सासणस्य हियट्ठामे तओ सुत्तं पवत्तइ ।। તાત્પર્ય એ છે કે ગ્રંથબદ્ધ ઉપદેશને જે ફલિતાર્થ છે તેના પ્રણેતા તે જિન, વિતરાગ, તીર્થકરે છે. પરંતુ જે રૂપમાં તે ઉપદેશ:ગ્રંથબદ્ધ અથવા સૂત્રબદ્ધ થયા તે સ્વરૂપના પ્રણેતા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy