SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું ઐશ્વર્ય: ૪૮૯ પૂરણ- તે ભગવન્! હું સમજીશ કે તે સત્પરુષે છે. માત્ર પાટે અને લાતે સુધી જ તેમને કે મર્યાદિત છે. મને લાકડીથી મારવાના કે મારા પર પથ્થર ફેંકવાની હદ સુધી તે નથી જતા ને ?? ભગવાન બુદ્ધ-જે પથ્થર ફેંકવા અને લાકડીના પ્રહાર કરવા સુધી તેઓ પહોંચી જશે તે” પૂરણ – તે પણ પ્રત્યે ! હું તેમને કરુણાશીલ જ માનીશ. કેમકે તેઓએ ભલે મારા પર લાકડીના પ્રહારો કર્યા, મારા પર પથ્થર ફેંક્યા પણ મને શથી તે નથી માર્યો ને ?' ભગવાન બુદ્ધ – જે શસ્ત્રના પ્રહાર કરી તમને ઘાયલ કરશે તે ?” પૂરણ – “ભને! તે પણ હું માનીશ કે તે લેકે ભલા છે. ભલે તેમણે મને શસ્ત્રોથી ઘાયલ કર્યો પણ જાનથી તે નથી મારી નાખે ને?” ભગવાન બુદ્ધ – “અને માને છે તે લોકે તમને જાનથી મારી નાખવા પ્રયત્ન કરશે તે?” પૂરણ --“પ્રલે ! તે તે સર્વોત્તમ કાર્ય થશે. એનાથી ઉત્તમ વાત મારે માટે બીજી કોઈ હશે નહિ. કારણ આ સંસાર દુઃખથી ભરેલું છે. આ શરીર રેગેનું ઘર છે. રૂંવાડે રૂંવાડે પિણ બે બે રેગે છે. આત્મહત્યા એ પાપ માનવામાં આવ્યું છે. એટલે આ ક્ષણભંગુર અને નાશવંત શરીરને આમ નષ્ટ થતાં જોઈને મારા હૃદયને પરમ સંતેષ થશે. મરતાં મરતાં પણ હું એક પ્રકારને સંતોષ અનુભવીશ કે, આ શરીરથી ધર્મપ્રચારરૂપ એક સુંદર કાર્ય મારાથી થઈ જવા પામ્યું.” પૂરણના આવા સંતોષજનક જવાબ સાંભળી ભગવાન બુદ્ધને ભારે પ્રસન્નતા થઈ. તેમણે કહ્યું: “પૂરણ ! તમને ધન્ય છે ! મેં તમારા પાસેથી આવા જ ઉત્તરની અપેક્ષા રાખી હતી. ધર્મપ્રચાર માટે જે ગુણો અને દઢતા જોઈએ તે તમારામાં છે. ધર્મ ખાતર પિતાના પ્રાણેને ફના કરી દેવામાં પણ જે પાછી પાની નથી કરતે, તે જ ખરો ધર્મપ્રચારક છે. કઈ પણ સ્થિતિમાં જે કોઈને દોષ જેતે નથી, જે મૃત્યુની પણ દરકાર કરતા નથી, જે ધર્મના પ્રચાર માટે સદા તૈયાર હોય છે તે જ સાચે સાધુ છે. આવી વિવેકદ્રષ્ટિ જ આત્મામાં રહેલી પરમાત્મતિની સાક્ષી પૂરનારી છે. પ્રત્યેક ચેતનમાં પરમ ચેતન બિરાજમાન છે. પારમાર્થિક દૃષ્ટિએ ચેતન અને પરમ ચેતન એ બે સ્વતંત્ર વસ્તુઓ નથી. પરમચેતનાને અનુપલબ્ધ આત્મા પણ પ્રકાશપુંજ સમા સૂર્ય જેવું જ છે જે ઘટાદાર વાદળાંઓથી ઘેરાએલે હેવા છતાં પોતાના પ્રકાશની અભિવ્યકિત અમુક અંશમાં કરતે જ રહે છે. વાદળાંઓથી ઘેરાઈ જવાને કારણે સૂર્યને પ્રકાશ કાંઈ વિલય પામતે નથી. જીવની સાથે જૈનદર્શનની દષ્ટિએ કર્મોનું, સાંખ્યાની દષ્ટિએ પ્રકૃતિનું, વેદાન્તીઓની દષ્ટિએ માયાનું, અવિદ્યાનું આવરણ છે પરંતુ તે ઔપધિક છે. બહારથી આવેલું છે. એટલે અંદરમાં તેને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy