________________
બ્રહ્મચર્યા–સંપદા : ૪૭૯
સંબંધ જોઈએ. જ્યાં તર્ક, વિતર્ક અને વાદવિવાદ ચાલતા હોય, ત્યાં આવા આંતરિક રહસ્ય જે એકાંત ગુહ્ય ગણી શકાય તે કહેવા ન જોઈએ. જ્યાં પ્રેમની અંતર્ધારા પ્રવાહિત હોય ત્યાં જ આ રહસ્ય કહી શકાય. જ્યાં સંવાદ સંભવ હોય, જ્યાં હૃદયથી હૃદય બેલતું હોય ત્યાં જ તે કહેવાં જોઈએ.
શિષ્યને અર્થ જ એ છે કે જે શીખવા તૈયાર હેય. શીખવા માટે તત્પર સાચા શિ. આ જગતમાં ગણ્યાગાંઠયા જ હોય છે. શીખવા માટે બહુ નમવું પડે છે. શિખડાવવાની ઉત્સુકતા સરળ છે. પરંતુ શીખવાની જિજ્ઞાસા મુશ્કેલ છે. એટલે જેની શીખવાની તૈયારી ન હોય, તેને આવી ગદ્ય અને રહસ્યાત્મક વાતે ન કહેવી. જેની શીખવા માટેની તૈયારી ન હોય તેને જે કહેશે તે તેના કાનમાં પણ વાત પ્રવેશશે નહિ અને મુશ્કેલી એ ઊભી થશે કે, તેના ગલત અર્થો કાઢશે. “મ્પિત્યર્થ મયા રે મામાં સ્થિતિ” અલ્પજ્ઞ અને અનભિજ્ઞ વ્યકિતઓથી વેદો પણ ભય પામે છે કે, આવા અજ્ઞના હાથમાં પડી જશું તે તે માણસો અમારી ચાઓના ગલત અર્થો કરી, અમારા ઉપર પ્રહાર કરશે અને જગતને અવળે માર્ગે દોરશે.
શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી તે ઋષિએની ઉપર જણાવેલી સંપદાઓ અને શ્રત, શીલ, તથા તપથી સંપન્ન છે. પરસ્પર એક બીજામાં અત્યંત નિષ્ઠા ધરાવે છે. એક બીજા અત્યંત સનિકટવર્તી છે. પરસ્પર એક બીજાનાં હૃદયમાંથી એકબીજા પરત્વે પ્રેમની અંતર્ધારા વહી રહી છે. એટલે કેશીકુમાર શ્રમણ પિતાની માનસિક ભૂમિકા સંતોષાતાં ગૌતમ સ્વામીને સાધુવાદ અર્પે છે.
साहु गोयम! पन्ना ते छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झ त मे कहसु गोयमा! ॥ ५४ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી એક બીજી પણ શંકા છે. હે ગૌતમ! તે વિષે પણ તમે મને કહો.
अय साहसिओ भीभा दुटुस्सा परिधावई ।
जंसि गोयम ! आरूढा कहीं तेण न हीरसि ? ॥ ५५ આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘેડે દેડી રહ્યો છે. હે ગૌતમ! તમે તેના પર સવાર છે. તે તમને પેટે રસ્તે કેમ દોરતે નથી ?
કેશીકુમાર શ્રમણના પ્રશ્નો માર્મિક છે. પિતાના પ્રશ્નની ભૂમિકાને સ્પષ્ટ કરીને તેઓ પ્રશ્ન પૂછતા નથી. તેમના બધા પ્રશ્ન આધ્યાત્મિક રહસ્યથી ભરેલા છે. શ્રી ગૌતમસ્વામી પોતે પણ અધ્યાત્મપરાયણ અને અધ્યાત્મના રંગે રંગાએલા છે. એટલે બન્ને એક જ આદર્શને વરેલા