SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય-સંપદા : ૪૭૫ છુપાએલી વિપદાને બરાબર જોઈ લીધી છે. તેની અંદર છુપાએલી ઈન્દ્રધનુષ જેવી મેહકતામાં વિનશ્વરતાનાં મેં દર્શન કરી લીધાં છે. એટલે મને હવે આ સંપદામાં કઈ રસ રહ્યો નથી. હું તે એવી સંપદાની શોધમાં જઈ રહ્યો છું કે જે શાશ્વત હોય, જેને કેઈ કાળે નાશ ન હોય! જેને ગૌરવભેર હું મારી સંપત્તિ કહી શકું એવી અણમેલ સંપત્તિની શોધમાં હું આ સંપાને તિલાંજલિ આપી રહ્યો છું.' આ સાંભળી યાજ્ઞવક્યની બીજી પત્ની બોલી ઊઠીઃ “નાદ નામૃતાસ્થાને તેના ઉર્ષ – જે સંપતિ મને અમરતાની દિશામાં યાત્રા ન કરાવી શકે એવી ક્ષણભંગુર, અશાશ્વત, ક્ષર સંપદાના ઉકરડાને લઈને હું પણ શું કરવાની હતી? મારે પણ તેનું શું કામ છે? જે સંપત્તિને કચરે સમજી આપ ફેંકી દેવા તૈયાર થયા છે, તે કચરાને હીરાની માફક સંઘરી મારે પણ શું કરવું છે? આપની દષ્ટિમાં જે આ સંપદા વિપદાઓથી ઘેરાએલી એક વિપત્તિ જ છે તે મને એ સંપદારૂપ વિપદાની ભેટ આપ શા સારુ આપે છે? મને પણ આપ તે જ યાત્રા માટે લઈ ચાલે, જે યાત્રા માટે આપ પ્રયાણ કરી રહ્યા છો !? - સંપદા જેમની પાસે છે તે બરાબર સમજે છે કે, આ સંપદાથી તે વસ્તુ મેળવી શકાતી નથી જે વાસ્તવમાં કીમતી અને મૂલ્યવાન છે. જે પૈસાથી ખરીદી શકાય છે તે વસ્તુ વ્યાવહારિક જગતમાં ભલે કીમતી ગણાતી હોય, પણ પારમાર્થિક જગતમાં તે નિર્મૂલ્ય છે. જે શાશ્વત, નિત્ય, ચિરંતન છે એવી સંપત્તિ પાસે જે ખરીદી શકાય છે એવી સંપત્તિનું કેઈ જ મૂલ્ય નથી. તે તે માત્ર આપણા ખાલી મનને ભરવાના રમકડાં જ છે. બાળકો રમકડાં મળતાં જેમ સંતુષ્ટિ અનુભવે છે, તેમ આપણું ખાલી મન પણ વસ્તુઓ મળતાં ભરાઈ ગયાને માનસિક સંતેષ અનુભવે છે. પુણિયા શ્રાવક અને રાજા શ્રેણિકની વાર્તા તે તમે જાણે જ છે. પુણિયા શ્રાવક પાસે માત્ર બે દેકડાની સંપત્તિ હતી ત્યારે રાજા શ્રેણિક પાસે આખા મગધ દેશનું સામ્રાજ્ય હતું. રાજા શ્રેણિકે નરકાયુષ્યને બંધ કરેલ હતું. એટલે ભગવાન મહાવીરે તેને નરકથી બચવા, પુણિયા શ્રાવક પાસેથી સામાયિક ખરીદવા નિર્દેશ કર્યો. નરકના દુઃખોથી બચવા રાજા શ્રેણિક પિતાનું આખું સામ્રાજ્ય પુણિયા શ્રાવકને અર્પવા તૈયાર થઈ ગયો. પરંતુ પુણિયા શ્રાવકે છે જવાબ આપે તે જાણે છે- અત્યારના શ્રાવકે હોય તે સામ્રાજ્યની લક્ષ્મી સામે તે શું, પાંચ રૂપિયા માટે પણ પોતાની સામાયિક આપી દેવા તૈયાર થઈ જાય! પરંતુ પુણિયા શ્રાવકે કહ્યું: “રાજન ! સામાયિક એ કાંઈ બજારુ વસ્તુ નથી કે જેની આપલે થઈ શકે. કય-વિયવાળી વસ્તુની ખરીદ-વેંચ થઈ શકે છે. સામાયિક તે પિતાની સાધના છે, ઉપાસના છે, આરાધના છે. સામાયિક તે સ્વયં નિપજાવી શકાય છે. બીજા પાસેથી નથી તે તે ઊછીની લઈ શકાતી કે નથી તે તે ખરીદી શકાતી.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy