________________
૪૬૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં કાર વૈભવોનું સ્થાયિત્વ ઇન્દ્રધનુષની કાળમર્યાદાથી જરાયે વધારે નથી. ત્યારે આત્મિક સમૃદ્ધિના આવિર્ભાવ પછી તેના વિલયને કશે જ ભય રહેવા પામતે નથી.
આધ્યાત્મિક સાધનાને મૂળ આધાર અથવા મુખ્ય કેન્દ્ર સમ્યગ્દર્શન છે. તે આત્માને ગુણધર્મ સ્વભાવ છે. તે બાદ્ય પદાર્થ નથી. તેમજ બાહા જગતમાંથી તે મળતું પણ નથી. એ તે આત્માની જ સમૃદ્ધિ છે, આત્માનું જ સૌંદર્ય છે. અવળી સમજણને કારણે આપણે તેને વીસરી ગયાં છીએ. તે વિસ્કૃતિની વિકૃતિને હટાવીએ કે તરત જ તેનું પ્રાગટય થઈ જાય છે. સમ્યગ્દર્શન જેવા તે આત્માના અનંતગુણે છે, પરંતુ તેમાં આ ગુણને મહિમા અને ગરિમા કાંઈક ઓર જ છે. આત્મ તત્વની જ આ વાત નથી. પ્રકૃતિના પરમાણુથી માંડી આકાશ સુધી વ્યાપ્ત હર કોઈ પદાર્થ લે, શાસ્ત્રકારોએ દરેક પદાર્થના ગુણે સીમાતીત કહ્યા છે. આ ગુણોને જ્ઞાનની પરકોટિએ પહોંચેલે અતિમાનવ જ જાણી શકે છે. આ ગુણની અભિવ્યક્તિ શબ્દોમાં કરવી એ ગમે તેવી શક્તિશાળી વ્યકિતને માટે પણ અશક્ય છે. આત્માના આટલા બધા ગુણ હોવા છતાં, આ સમ્યગ્દર્શન ગુણની એવી કઈ વિશિષ્ટતા છે કે જેને કારણે તેને જ જ્યાં ત્યાં બધે ધર્મની આધાર ભૂમિકા અને પાયાને ગુણ ગણાવવામાં આવ્યું છે? આમ તો બધા ગુણેનું પિતપોતાને સ્થાને મહત્ત્વ તે છે જ; છતાં આધ્યાત્મિક જગતના પ્રવેશમાં સમ્યગ્દર્શન એકડાની ગરજ સારે છે. સમ્યગ્દર્શન રૂપ એકડે મંડાઈ જાય એટલે જ્ઞાનની કીમત દસ ગણી થઈ જાય છે તો ચારિત્રની કીમત સે ગણી થઈ જાય છે. સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન એકડા વગરના મીંડાં જેવું ગણાય. શાસ્ત્રીય પરિભાષામાં તેને જ્ઞાનના નામથી ઓળખાવાય જ નહિ. જ્ઞાનના નામે તેને ઓળખાવવું એ જ્ઞાન સાથેની છેતરપિંડી છે. ખરેખર તે તે અજ્ઞાન જ છે. સમ્યગ્દર્શનના અભાવમાં કઠેરતમ યમનિયમનું પણ કશું જ ફળ નથી. શાસ્ત્રના આધારે જ આ વાત તપાસી લેવા જેવી છે. શાસ્ત્ર કહે છે
मासे मासेतु जो बाले कुसग्गेणतु भुजसे ।
न से सुअक्खाय धम्मस्त कल अग्धई सालसिं || કેઈ અજ્ઞાન આત્મા સમ્યગ્દર્શન શૂન્ય કઠોરતમ તધર્મની આરાધના કરે, માસ માસ ખમણની તપશ્ચર્યા કરે અને પારણાના દિવસે નામ માત્રનું જ ખાય એટલે કુશના અગ્રભાગ પર રહી શકે તેટલું જ ભોજન કરે, તે પણ તે યથાખ્યાત ધર્મ–પરમ આધ્યાત્મ ધર્મની સેળમી કળાને પામતે નથી.
સમ્યગ્દર્શન એ આધ્યાત્મિક જીવનની એવી તે સંજીવની છે, એવી તે અદ્દભુત કળા છે કે જેની ઉપલબ્ધિ આખા જીવનને રૂપાન્તરિત કરી નાખે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવનની ભૂમિકા જ બદલાઈ જાય છે. સમ્યગ્દર્શનની ભૂમિમાં કયારેક દુઃખનું બીજ પડી જાય તે તે અંકુરિત થઈ શકતું નથી. અને દુર્ભાગ્ય કદાચ કયારેક અંકુરિત થઈ જાય તે પણ અજ્ઞાનીની માફક તે ચિત્તમાં કલેશ, સંતાપ, ઉદ્વેગ, પિડા કે ખિન્નતા ઊપજાવી શકતું નથી.