SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન એક યજ્ઞ : ૪૫૯ આપણા જ બને હાથે ઘસવામાં આવે તે પણ બને હાથે ગરમ થઈ જાય છે. હાથમાં અગ્નિ જન્મવી શરૂ થઈ જાય છે. ઝડપથી દેડતાં પરસે આવવા માંડે છે. કારણ હવા અને આપણી વચ્ચે ઘર્ષણ પ્રારંભ થઈ જાય છે અને ઘર્ષણથી શરીર ઉત્તપ્ત–ગરમ થઈ જાય છે. તમને તાવ કેમ આવે છે તેનાં વૈજ્ઞાનિક કારણેની તમને ખબર છે? તાવને તે આપણને સૌને ભારે અનુભવ છે. પરંતુ તાવથી આપણું શરીર કેમ ઉત્તપ્ત થઈ જાય છે તેની આપણને માહિતી નથી. વૈજ્ઞાનિકે કહે છે કે, આપણું શરીરની અંદર, બહારથી આવેલાં બીમારીના કીટાણુઓમાં અને આપણાં શરીરનાં રક્ષક કીટાણુઓમાં જ્યારે ઘર્ષણ શરૂ થઈ જાય છે ત્યારે શરીર ઉત્તપ્ત બની જાય છે જેને આપણે તાવના નામથી ઓળખીએ છીએ. જવર એ કઈ બીમારી નથી પરંતુ બીમારી માટે એક ઈશારો છે, કે શરીરની અંદર ઘર્ષણ શરૂ થઈ ગયું છે. આવા ઘર્ષણથી જ શરીર ઉત્તપ્ત થઈ જાય છે. શરીર જે એક વિશેષ ઉત્તાપમાં રહે તે જ આપણે જીવિત રહી શકીએ. જે શારીરિક તાપમાન ૯૮ ડિગ્રીથી બે-ચાર ડિગ્રી પણ નીચે વહ્યું જાય તે પ્રાણ સંકટમાં પડી જાય છે. ૧૧૦ ડિગ્રી ઉત્તાપમાં પ્રાણ તિરહિત થઈ જાય છે. આને અર્થ એ થશે કે આપણું જીવન ૧૦ થી ૧૫ ડિગ્રી વચ્ચે રહેલું છે. આ દસ પંદર ડિગ્રી વચ્ચે આપણાં જીવન અને મરણને સંઘર્ષ છે. જે નીચે વહ્યું જાય તે શરીર ઠંડું થઈ જાય અને ઉપર વધી જાય તે શરીર સહી ન શકે એવું ગરમ થઈ જાય. એટલે બને સ્થિતિમાં પ્રાણને સંકટ જ છે. બહાર જે અગ્નિ આપણે પ્રગટ કરીએ છીએ તે પણ ઘર્ષણમાંથી જ આવિર્ભાવ પામે છે. બાકસને બાકસની દિવાસળી સાથે જોરથી ઘસતાં, ઝડપથી ઘર્ષણને ઉપલબ્ધ થનારા પદાર્થો સાથે ઘસતાં, તેમાંથી આગ જન્મી જાય છે. આ તે બહારની અગ્નિની વાત થઈ, પરંતુ ગાગ્નિ એવી અગ્નિ છે કે જે શરીરમાં ઉત્પન્ન કરી શકાય છે. બહાર તેનાં કઈ લક્ષણ દેખાતાં નથી. અંદર આપણાથી અજાણ્યા એવા શ્વેતથી તે જન્માવી શકાય છે. આ રીતે બાહ્ય અગ્નિની મદદ વગર જ ગાગ્નિથી પિતાને બાળી શકાય છે. આપણે ત્યાં જે તપશ્ચર્યા ઉપર વધારે ભાર આપવામાં આવેલ છે તેની પાછળનું રહસ્ય પણ આ જ છે કે, ઉપવાસને લઈ અંદરની શીતળતા ખોવાઈ જાય છે. એક જાતનું લુખાસુખાપણું જન્મી જાય છે. જે પ્રવાસ ચઉવિહાર-પાણી વગરને કરવામાં આવે તે જ તે પૂર્ણ ઉપવાસ છે. જે ઉપવાસમાં આહાર અને પાણીને ત્યાગ હોય તે, એક વિશેષ સમયની સીમા પછી, શરીરની સ્થિતિ સુકાઈ ગએલા લાકડા જેવી થઈ જાય છે. ભીની લાકડીઓને બળતણ ન બનાવી શકાય. ભીની લાકડીઓમાંથી આગ ઓછી ઉત્પન્ન થાય અને ધૂમાડે વધારે નીકળે. ઉપવાસને આ પ્રયોગ ગાગ્નિને જન્માવવા માટે-શરીરને સુકવી નાખવા માટે છે. વિશેષ ઉપવાસની પ્રક્રિયા પછી શરીર તે હાલતમાં આવી જાય છે કે, શરીરની અંદરની વ્યવસ્થા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy