SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મચેતનાના પ્રતીક અગ્નિ : ૪૫૩ ખીનાં એ સ્વરૂપા હોય છે. તમે જો તેને જમીનમાં નાખશે તે તે અંકુરિત થઈને એકમાંથી અનેક થઇ જશે. જાણે‘એડદ વદુસ્વામ' નું સ્વરૂપ અવિર્ભાવ પામશે! જો તેને અગ્નિમાં હામી દેશે તેા તે મળીને રાખ થઇ જશે ને તે અંકુરિત થશે નહિ. યજ્ઞમાં ઘી હેામવાની પ્રક્રિયાના પ્રતીકના પણ વિશિષ્ટ અથ છે. અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ જવાલા વધે છે, તીવ્ર થાય છે; ઉજજવલ, પ્રખર અને તેજસ્વી અને છે. અગ્નિમાં ઘીને નાખવાથી એક વિશિષ્ટ શકિત અને તેજસ્વિતાને આવિર્ભાવ થાય છે. ધી ડામવાથી અગ્નિમાં જે એક ત્વરા જન્મે છે તે ઘઉં નાખવાથી જન્મતી નથી હાતી. ઘઉં` નાખવાથી તે અગ્નિની ત્વરા ઊલટી ઘટે છે. અગ્નિની ગતિ ક્ષીણુ અને છે કેમકે તેમાં અગ્નિને પોતાની શક્તિ ઘઉંને ખાળવા પાછળ ખર્ચવી પડતી હોય છે. જે જવાલામાં ઉપર ઊઠવાની જોરદાર શકિત છે તે આમ ઘઉંના નાખવાથી વિભાજીત થઈ જાય છે. પરંતુ ઘી નાખતાં અગ્નિત્વરા, અગ્નિની ગતિ, વધી જવા પામશે. કારણ ઘીને ખાળવામાં અગ્નિને પોતાની શક્તિ ખર્ચવી પડતી નથી. પરંતુ ઘીની શકિત તે અગ્નિને વધારવામાં, તેની જવાલાએને ઉપર લઇ જવામાં મદદરૂપ બનતી હાય છે. આપણાં જીવનની પણ જે યાતિ છે તેને માટે એ કાર્યો કરવાનાં છે. અહુંકાર આરૂિપ રુગ્ણતા, બુરાઈઓ માળવાની છે અને ધી રૂપ ભલાઇથી તેની જ્યેાતિ વધારવાની છે. ભલાઈનું સૌથી વધારે નિકટતમ અને સરળતાથી એળખાય એવુ એ યુગમાં ઘી જ પ્રતીક હતું. કારણ ધીમાં સહજ સ્નિગ્ધતા છે. સ્નિગ્ધતાનાં જ ખીજા નામે સ્નેહ-પ્રેમ છે. પ્રકૃતિ ઘઉને સીધા ઉત્પન્ન કરે છે. પરંતુ ઘી સીધું ઉત્પન્ન થતું નથી. ઘઉં રૂપ અહંકાર પ્રકૃતિમાંથી સીધેસીધે જન્મે છે. ખુરાઇને જન્માવવા કેાઈ વિશ્વવિદ્યાલયના આશ્રય શોધવા નથી પડતા. બુરાઈ માણસમાં પ્રકૃતિદત્ત હોય છે પરંતુ ભલાઇને જન્માવવા ભારે શ્રમ ઉઠાવવા પડે છે. ભલાઈ સીધેસીધી જન્મતી નથી. ધી પણ સીધેસીધું જન્મતું નથી. દૂધ હશે, તેમાંથી દહી થશે, પછી તેને મથી તેમાંથી ઘી બનાવવુ પડશે. દૂધ અને દહીંના પ્રમાણુની માત્રા વધારે હોય છે ત્યારે તેમાંથી નીકળતા ઘીનુ' પરિમાણુ અત્ય૫ હોય છે. આમ ઘણા પરિશ્રમે જેમ ઘી નીકળે છે તેમ ભલાઈને આવિર્ભૂત કરવા ઘણા શ્રમ કરવા પડે છે. યાદ રાખજો જો આ પૃથ્વી પર મનુષ્યચેતના ન હાય તેા ઘી પણ જન્મવા પામે નહિ. દૂધ હશે તે દહીં થશે; પરંતુ ઘી થશે નહિ. તેમ આ પૃથ્વી પર જે મનુષ્ય ન હોય તે ભલાઈ પણ ન હોય. એટલે અનુભવીઆને આ ઉપરથી ઘીના પ્રતીકના ખ્યાલ આવી ગયા હોય તે તેમાં આશ્ચય શું ? જેની પાસે થાડી પણ કાવ્યચેતના હાય તેને આ પ્રતીકની પારમાર્થિકતા સહેજ રીતે હૃદયમાં સ્પશી જાય છે. ઘીને માટે મથવું પડે છે. મંથન કરવું પડે છે. ઘીને જન્માવવુ પડે છે. ભલાઇ માણસના શ્રમનુ ફળ છે. મુરાઇ ઘઉં જેવી છે. માણસ નહિં હોય તે પણ ઘઉં થશે, પરતુ ઘી થશે નહિ. ઘઉં રૂપ બુરાઇને અગ્નિમાં નાખશે તે અશુભ અવશ્ય અગ્નિમાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy