SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ મનની પેલે પાર : જપ ઘર, યતીમખાના એટલે અનાથાશ્રમ વગેરે. દેશ' શબ્દનો અર્થ થાય છે ખભે-ખાંધ. આમ બધેશ શબ્દનો અર્થ છે ખભા ઉપર. એટલે જે પોતાના ખભા ઉપર જ પોતાનું મકાન લઈ ફરે છે તે. આવા ખાના દેશ છે મસ્ત સાધુઓ, સંન્યાસીઓ, અવધૂત, પરમહંસે ! તે છે પરમ શુન્યની • સાધના સાધતા સાધકે ! તેઓ પિતાના ખભા ઉપર ચોવીસે કલાક એક જ વસ્તુને ઉપાડીને ફરી રહ્યા છે અને તે છે–મનને નિધિ, મનની મુકિત ! “મનથી કેમ પાર થઈ જાઉં—એ એક જ રટણ તેમના શ્વાસોચ્છવાસમાં ચાલી રહ્યું હોય છે! કારણકે, જ્યાં સુધી મનની ગતિ છે ત્યાં સુધી સત્યના દર્શન થતા નથી. સત્ય મનાતીત છે, અમૃત મનાતીત છે, પરમાત્માનાં દર્શન મનાતીત છે. એટલે મનથી પાર થવાને એક જ માર્ગ છે ધ્યાન ! આ ઉપનિષદના ઋષિઓની જ જીવનચર્યા છે એમ નથી. સાધુ માત્ર માટેની આ સામાન્ય જીવન–ચર્યા છે. તેમની ભૌતિક આવશ્યકતાઓ એટલી ઓછી હોય છે કે, તેમના ઉપયોગમાં આવતાં સાધનો પણ ઉપકરણ કહેવાય છે. ઉપકરણને અર્થ થાય છે, જે સંયમ-યાત્રામાં ઉપકારક હોય. સાધુઓ પાસે સંયમના નિર્વાહ માટેનાં જે સાધન છે તે એટલાં ઓછાં અને ઓછી કીમતનાં હોય છે કે, તેમાં ક્યારેય તેમની ચિત્તવૃત્તિ અટવાતી નથી. મનમાં કયારેય તેમના વિષે કઈ વિકલપ ઊભા થતા નથી. આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્ક-ધમાં આ ઉપકરણે વિષે જે સામાન્ય સંકેત કરેલો છે તે ઉપરથી એ વાત તમારા ખ્યાલમાં આવી જશે. से भिक्खूवा भिक्खुणीवा गाहावइकुल पिंडवाय पडियाले पविसिउकामे सव्व चीवरमायाले गाहावइकुल पिंडवाय पडियाले णिक्खमेज्जवा पविसेज्जवा । अव बहिया विचारभूमि विहारभूमि वा गामाणुगाम द्वइज्जेज्जा । अहपुण अव जाणेज्जा तिव्व देसियं वा वासं वासमाण पेहा जहा पिंडे सणाले, णवर सव्व चीवरमाया। આહારાદિ માટે જવા વાળા સંયમનિષ્ઠ સાધુ–સાવી ગૃહસ્થના ઘેર જતાં પિતાનાં વસ્ત્ર સાથે લઈને ઉપાશ્રયમાંથી નીકળે અને પ્રવેશ કરે. એવી જ રીતે સ્પંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં જતાં અથવા એક ગામથી બીજે ગામ જતાં સમસ્ત વસ સાથે રાખે. ઘણે વરસાદ વરસતે જોઈને સાધુઓ તેવુંજ આચરણ કરે કે જેવું પિંડેષણ અધ્યયનમાં કહેલું છે. વિશેષતા એ છે કે ત્યાં બધી ઉપાધિ લઈ જવા કહ્યું છે તે અહીં બધાં વસ્ત્ર લઈ જાય એમ કહેવું જોઈએ. મહર્ષિની આ પ્રક્રિયા છે. મન જેના તરફ આકર્ષાય અને ખુંચી જાય તેવી વસ્તુઓ અને વિકલ્પોથી પાર થવા માટેના જ મહર્ષિઓના પ્રયત્ન હોય છે. મહાત્માઓની “ઉન્મની ગતિ એટલે જે દિશામાં મન નથી તે દિશા તરફ તેમની ગતિ છે. મનથી ઊલટી દિશા તરફની તેમની યાત્રા હોય છે. મનને છેડીને તે ફરે છે. એક દિવસ એ આવે છે કે, તેઓ મનથી સર્વથા દિગંબર થઈ જાય છે. આમ મહર્ષિએની મનથી ઊલટી દિશા તરફની ગતિ હોય છે. આપણે પણ પ્રતિક્ષણ ગતિ તે કરીએ છીએ, પરંતુ આપણી ગતિ મનની આસપાસની હોય છે. આપણે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy